કંગનાનો મોટો આરોપ- સંજય રાવતે આપી મુંબઈ પરત ન આવવાની ધમકી

કંગના રનોત બોલીવુડમાં નેપોટિઝમ અને ઇન્ડસ્ટ્રીઝની ડ્રગ્સ લિંક પર સતત બોલી રહી છે. પાછલા દિવસોમાં સુરક્ષા મળવાના નામ પર તેણે કહ્યું હતું કે, તેને મુંબઈ પોલીસથી વધારે ખતરો છે.
 

કંગનાનો મોટો આરોપ- સંજય રાવતે આપી મુંબઈ પરત ન આવવાની ધમકી

નવી દિલ્હીઃ કંગના રનોત બોલીવુડમાં નેપોટિઝમ અને ઇન્ડસ્ટ્રીઝની ડ્રગ્સ લિંક પર સતત બોલી રહી છે. પાછલા દિવસોમાં સુરક્ષા મળવાના નામ પર તેણે કહ્યું હતું કે, તેને મુંબઈ પોલીસથી વધારે ખતરો છે. હવે કંપનાએ આરોપ લગાવ્યો કે શિવસેનાના નેતા સંજય રાવતે તેમને મુંબઈ પરત ન આવવાની ધમકી આપી છે. મહત્વનું છે કે કંગના આ સમયે પોતાના હોમટાઉનમાં છે. 

કંગનાએ લખ્યું, મળી ખુલી ધમકી
કંગનાએ ટ્વીટ કર્યું છે, શિવસેના લીડર સંજય રાવતે મને ખુલી ધમકી આપી છે અને મને કહ્યું કે, હું મુંબઈ પરત ન જઉ, મુંબઈની ગલીઓમાં આઝાદી ગ્રેફિટી અને હવે ખુલી ધમકી, મુંબઈ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર જેવી ફીલિંગ કેમ આપી રહ્યું છે?

kangana tweet

કંગનાએ કહ્યું હતું મુંબઈ પોલીસનો છે ડર
પાછલા દિવસોમાં કંગના રનોતે કહ્યું હતું કે, તેને બોલીવુડની ડ્રગ લિંક વિશે બધી ખબર છે. તે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની મદદ કરવા ઈચ્છે છે પરંતુ તેને સુરક્ષા જોઈએ. તેના પર ભાજપના નેતા રામ કમદે મહારાષ્ટ્ર સરકારને ટ્વીટ કરીને સવાલ ઉઠાવ્યા હતા. તેના પર કંગનાએ જવાબ આપ્યો કે તે સેન્ટર કે હિમાચલ પ્રદેશથી સુરક્ષા ઈચ્છે છે. મુંબઈ પોલીસ તેને ડર છે તેમ કહ્યું હતું. 

— Kangana Ranaut (@KanganaTeam) August 30, 2020

કંગનાના નિવેદન પર સંજય રાઉતનું રિએક્શન
રિપોર્ટસ છે કે સંજય રાવતે સામનામાં લખ્યું છે કે, મુંબઈમાં રહેતા કંગનાનું આમ કહેવું શરમજનક છે. રાઉલતે લખ્યુ છે, અમે તેને વિનંતી કરીએ તે મહેરબાની કરીને મુંબઈ ન આવે. આ મુંબઈ પોલીસનું અપમાન છે. ગૃહ મંત્રાલયે તેના પર પગલાં ભરવા જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news