‘તારી બેન ક્યા છે?’ પૂછીને જમાઈએ સાસરીમાં પેટ્રોલથી આગ લગાવી

એક જમાઈએ તેની સાસરીમાં જઈને આતંક મચાવ્યો હતો. પત્નીને શોધવા સાસરીમાં ગયેલા જમાઈએ સાસરીના ઘરમાં પેટ્રોલ નાંખીને આગ લગાવી દીધી 

‘તારી બેન ક્યા છે?’ પૂછીને જમાઈએ સાસરીમાં પેટ્રોલથી આગ લગાવી

ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યું છે. એક જમાઈએ તેની સાસરીમાં જઈને આતંક મચાવ્યો હતો. પત્નીને શોધવા સાસરીમાં ગયેલા જમાઈએ સાસરીના ઘરમાં પેટ્રોલ નાંખીને આગ લગાવી દીધી હતી. જેમાં સાળીના પગના પંજા દાઝ્યા હતા. એલિસબ્રીજ પોલીસે બનેવી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, આંબાવાડી વિસ્તારમાં રહેતી ગંગા નામની યુવતીએ પોલીસ ફરિયાદ કરી હતી. જેમાં તેણે કહ્યું કે, તેની બહેન જ્યોતિના લગ્ન મહેન્દ્ર દલવાડીયા નામના યુવક સાથે આઠ વર્ષ પહેલા થયા હતા. શરૂઆતમાં તેમનો ઘરસંસાર સુખેથી ચાલ્યો હતો. પરંતુ બાદમાં તેઓના ઘરમાં કંકાસ વધવા લાગ્યો હતો. ગઈકાલે તે અચાનક અમારા ઘરમાં આવી ચઢ્યો હતો. મહેન્દ્રએ ઘરમાં આવીને મને ‘તારી બહેન ક્યાં છે’ તેવુ પૂછ્યું હતું. આવામાં મેં અને મારી મમ્મીએ ‘અમને ખબર નથી’ તેવો જવાબ આપ્યો હતો. 

આવામાં ઉશ્કેરાયેલા મહેન્દ્રએ સાળી અને સાસુ સાથે બોલાચાલી કરી હતી. આમ કહીને તેણે ઘરમાં પેટ્રોલ છાંટડ્યું હતું અને ઘરમાં આગ લગાવી હતી. આ આગમાં સાળી ગંગાબેનના પગના તળિયા દાઝ્યા હતા. બાદમાં મહેન્દ્ર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ગંગાબહેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સમગ્ર મામલામાં એલિસબ્રીજ પોલીસે બનેવી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news