કંગના પર કાર્યવાહીથી રાજ્યપાલ કોશ્યારી નારાજ, કેન્દ્રને મોકલશે રિપોર્ટ

બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતની ઓફિસ તોડવાના મામલામાં હવે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સક્રિય થઈ ગયા છે અને તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના મુખ્ય સલાહકાર અજેય મેહતા સાથે ચર્ચા કરી છે. 

કંગના પર કાર્યવાહીથી રાજ્યપાલ કોશ્યારી નારાજ, કેન્દ્રને મોકલશે રિપોર્ટ

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતની ઓફિસ તોડવાનો મામલો મોટા વિવાદોનું રૂપ લઈ રહ્યો છે. આ મામલામાં હવે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સક્રિય થઈ ગયા છે અને તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના મુખ્ય સલાહકાર અજેય મેહતા સાથે ચર્ચા કરી છે. રાજ્યપાલે કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરી અને આ વિષય પર કેન્દ્રને એક રિપોર્ટ આપવાના છે. 

ઉલ્લેખનીય છે કે બીએમસી તરફથી ઓફિસ તોડાયા બાદ કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે વિવાદ સતત વધી રહ્યો છે. આજે બપોરે 3 કલાકે બોમ્બે હાઈકોર્ટમાં કંગનાની ઓફિસમાં થયેલી તોડફોડ મુદ્દે સુનાવણી થવાની છે. આ વચ્ચે કંગનાની બહેન રંગોલી ઓફિસ પહોંચી છે. કંગનાની ઓફિસ બહાર મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. 

મોત પહેલા સાવ કાબૂ ગુમાવી ચૂક્યો હતો સુશાંત, છતાં રિયા બિન્દાસ્ત થઈને લઈ રહી હતી આ Video

આ વચ્ચે શિવસેનાના મરાઠી કાર્ડ પર કંગના રનૌતે ટ્વીટ કરીને જવાબ આપ્યો છે. કંગના રનૌતે લખ્યું છે કે લોકો મહારાષ્ટ્ર સરકાર દ્વારા કરવામાં ગુંડાગીરીની નિંદા કરે છે. શુભચિંતકોના સતત મને ફોન આવી રહ્યાં છે. મુંબઈમાં પણ મને પ્રેમ અને સન્માન મળે છે. 

તોડફોડ બાદથી કંગના ઉદ્ધવ સરકાર વિરુદ્ધ હુમલો કરી રહી છે અને શિવસેનાની તુલના સોનિયા સેના સાથે કરી રહી છે. કંગનાએ કહ્યું કે, જે વિચારધારા પર શ્રી બાલા સાહેબ ઠાકરેએ શિવસેનાનું નિર્માણ કર્યું હતું તે આજે સત્તા માટે વિચારધારાને વેચીને શિવ સેનામાંથી સોનિયા સેના બની ચુકી છે, જે ગુંડાઓએ મારી પાછળથી મારૂ ઘર તોડ્યું તેને સિવિક બોડી ન કહો, બંધારણનું આટલું મોટું અપમાન ન કરો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news