કંગના રનૌતે ફરી એકવાર ઉદ્ધવ ઠાકરેને લલકાર્યા, કરણ જોહર પર પણ સાધ્યુ નિશાન

મુંબઇના પાલી હિલમાં સ્થિત કંગના રનૌત (Kangana Ranaut)ની ઓફિસ પર BMCના નિર્દેશન મુજબ જેસીબીથી તોડફોડ કરી હતી. BMCની કાર્યવાહી બાદ કંગનાએ ફરી એકવાર મહારાષ્ટ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. આજે કંગના સોશિયલ મીડિયા પર મહારાષ્ટ્ર સરકારની સામે સતત એક બાદ એક ટ્વીટ કરી રહી છે

કંગના રનૌતે ફરી એકવાર ઉદ્ધવ ઠાકરેને લલકાર્યા, કરણ જોહર પર પણ સાધ્યુ નિશાન

નવી દિલ્હી: મુંબઇના પાલી હિલમાં સ્થિત કંગના રનૌત (Kangana Ranaut)ની ઓફિસ પર BMCના નિર્દેશન મુજબ જેસીબીથી તોડફોડ કરી હતી. BMCની કાર્યવાહી બાદ કંગનાએ ફરી એકવાર મહારાષ્ટ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. આજે કંગના સોશિયલ મીડિયા પર મહારાષ્ટ્ર સરકારની સામે સતત એક બાદ એક ટ્વીટ કરી રહી છે. હાલના ટ્વીટમાં તેણે આ વખતે ઉદ્ધવ ઠાકરે અને કરણ જોહરને લલકાર્યા છે.

કંગના રનૌતની પ્રથમ ટ્વીટ
કંગના રનૌતે ટ્વિટર પર આ વખતે ઉદ્ધવ ઠાકરે અને કરણ જોહર પર નિશાન સાધ્યું છે. તેમણે સતત બે ટ્વીટ કરી પ્રહાર કર્યો છે. કંગનાએ ટ્વીટ કરી લખ્યું, છેલ્લા 24 કલાકમાં મારા કાર્યાલયને અચાનક ગેરકાયદેસર ગણાવવામાં આવ્યો. તેમણે મારા ફર્નીચર અને ટાઇટ સહિત અંદર બધુ જ નષ્ટ કર્યું છે અને હવે મને ધમકી મળી રહી છે કે, તેઓ મારા ઘરે આવશે અને તેને પણ તોડી નાખશે. મને ખુસી છે કે મારો નિર્ણય યોગ્ય નિકળ્યો.

— Kangana Ranaut (@KanganaTeam) September 9, 2020

કંગના રનૌતની બીજી ટ્વીટ
કંગના રનૌતે તેની બીજી ટ્વીટમાં લખ્યું, આવો ઉદ્ધવ ઠાકરે અને કરણ જોહર ગેંગ તમે મારા કામ કરવાની જગ્યા તોડી, હવે મારું ઘર તોડો, પછી મારો ફેસ અને મારું શરીર તોડો, હું ઇચ્છું છું કે દુનિયા સ્પષ્ટ રીતે જોઈ લે કે તમે બીજું શું કરી શકો, પછી ભલે હું જીવું કે મરુ, હું તમને બેનકાબ કરીશ.

— Kangana Ranaut (@KanganaTeam) September 9, 2020

સોશિયલ મીડિયા પર કંગના અને મહારાષ્ટ્રના કેટલાક રાજનેતાઓની વચ્ચે ચાલી રહેલી જુબાની જંગ બાદ કંગના અન્ય મુશ્કેલીઓમાં ફસાઇ ગઇ છે. આ વખતે કંગના તંત્રના ચુંગાલમાં ફસાઈ ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news