કબીર સિંહની એક્ટ્રેસ સાથે જાહેરમાં બે શખ્સોએ કરી એવી હરકત, ખુબ જ ડરી ગઈ છે અભિનેત્રી

કબીર સિંહ (Kabir Singh) ની એક્ટ્રેસ સાથે તાજેતરમાં જ એક એવી ઘટના બની છે જેના કારણે તે આઘાતમાં છે. કેટલાક લોકોએ જાહેરમાં તેની સાથે એવું કંઈક કર્યું કે તે પણ સમજી શકી નહીં કે તેની સાથે અચાનક શું થયું?

કબીર સિંહની એક્ટ્રેસ સાથે જાહેરમાં બે શખ્સોએ કરી એવી હરકત, ખુબ જ ડરી ગઈ છે અભિનેત્રી

નવી દિલ્હી: કબિર સિંહ ફિલ્મમાં પોતાના અભિનયથી લોકોનું દિલ જીતરનાર એક્ટ્રેસ નિકિતા દત્તા (Nikita Dutta) એ હાલમાં જ તેની સાથે થયેલી એક એવી ઘટના વિશે જણાવ્યું છે જેનાથી તે આઘાતમાં છે. એક્ટ્રેસે કહ્યું કે, કેવી રીતે જાહેરમાં તેણે તેની વસ્તુ છીનવી લીધી અને આ ઘટના બાદ તે થોડી ડરી ગઈ છે.

નિકિતાનો ખરાબ અનુભવ
ટીવી અને બોલીવૂડ એક્ટ્રેસ નિકિતા દત્તા (Nikita Dutta) એ તાજેતરમાં મુંબઇના રસ્તાઓ પરનો પોતાનો ખરાબ અનુભવ શેર કર્યો છે. એક્ટ્રેસે ખુલાસો કર્યો છે કે તેનો ફોન છીનવી લેવામાં આવ્યો હતો જ્યારે તે મુંબઇના બાંદ્રાના માર્ગ પર ચાલી રહી હતી. પોતાનો અનુભવ શેર કરતા કબીર સિંહની એક્ટ્રેસે લોકોની વચ્ચે અવેરનેસ લાવવાનો પ્રયાસ કર્યો અને તેની મદદ કરનાર લોકોનો પણ આભાર માન્યો.

રસ્તા વચ્ચે છીનવી લીધો ફોન
સોશિયલ મીડિયા પર નિકિતા દત્તા (Nikita Dutta) એ સંપૂર્ણ ઘટના શેર કરી અને ખુલાસો કર્યો કે તેની પાસે 24 કલાકનો સમય હતો. એક્ટ્રેસે લખ્યું, મેં ગઈકાલનો એક દુ:ખદ અનુભવ શેર કર્યો છે જે ખુબ જ નાટકીય હતો અને તેણે મને 24 કલાકનો મુશ્કેલ સમય આપ્યો. હું સાંજે લગભગ 7.45 વાગ્યે બાંદ્રામાં 14 મી લેન પર ચાલી રહી હતી. બે શખ્સો બાઈક પર આવ્યા હતા. પાછળ, મારા માથા પર થપ્પડ માર્યો જેથી અચાનક હું એક ક્ષણ માટે વિચલિત થઈ ગઈ અને પાછળ બેસેલા શખ્સે મારા હાથમાંથી મારો ફોન છીનવી લીધો. જ્યારે તેમણે એવું કર્યું તો તેઓ આગળ વધી રહ્યા હતા. જો કે, આ પહેલા હું કંઈક કરી શકું તેઓ ભાગી ગયા.

ભાગવામાં સફળ રહ્યા સ્નેચર્સ
બિગ બુલ (Big Bull Movie) સ્ટારે વધુમાં જણાવ્યું કે, આ ઘટનાએ તેને આઘાતની સ્થિતિમાં છોડી છે. તે થોડીક ક્ષણો માટે કંઈ સમજી શકી ન હતી. જ્યાં સુધીમાં તે પરત ફરી, ત્યાં સુધીમાં સ્નેચર્સ ભાગી ગયા. નિકિતા દત્તાએ આ પણ કહ્યું કે, તેને રસ્તા પર ચાલતા લોકોનું સમર્થન મળ્યું. તેણે લખ્યું, 'આજુબાજુ ચાલતા લોકો મદદ કરવા માટે દોડવા લાગ્યા હતા. કેટલાક લોકોએ તો તે સ્નેચર્સને ફોલો કરવાનો પણ પ્રયત્ન કર્યો. પરંતુ તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા અને તેઓ ત્યાંથી ભાગી ગયા.'

ફોર્માલિટી પૂરી કરી
નિકિતા (Nikita Dutta) એ વધુમાં કહ્યું, આ ઘટનામાં મેં જે પણ અસહાયતા અને ગુસ્સો અનુભવ કર્યો, તેના કારણે હું ઘણી ડરી ગઈ. નિકિતા દત્તાએ મદદ માટે આગળ આવેલા લોકોનો આભાર માન્યો. એક્ટ્રેસે વધુમાં જણાવ્યું કે, તેણે તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરી લીધી છે. અંતમાં નિકિતાને આશા હતી કે આવું અન્ય કોઈ સાથે ક્યારેય નહીં થાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news