Virat Kohliની એન્ટ્રીથી ઐયર અને રહાણેમાંથી કોણ થશે ટીમમાંથી આઉટ? રાહુલ દ્રવિડે આપ્યો ચોંકાવનારો જવાબ

પ્રથમ ટેસ્ટ ડ્રો થયા બાદ હવે ટીમ ઈન્ડિયા મુંબઈમાં રમાનાર બીજી ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. આ ટેસ્ટમાં કેપ્ટન વિરાટ કોહલી પણ વાપસી કરી રહ્યો છે, જેના કારણે એક બેટ્સમેનને ટીમમાંથી બહાર કરવામાં આવશે.

Virat Kohliની એન્ટ્રીથી ઐયર અને રહાણેમાંથી કોણ થશે ટીમમાંથી આઉટ? રાહુલ દ્રવિડે આપ્યો ચોંકાવનારો જવાબ

નવી દિલ્હીઃ પ્રથમ ટેસ્ટ ડ્રો થયા બાદ હવે ટીમ ઈન્ડિયા મુંબઈમાં રમાનાર બીજી ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. આ ટેસ્ટમાં કેપ્ટન વિરાટ કોહલી પણ વાપસી કરી રહ્યો છે, જેના કારણે એક બેટ્સમેનને ટીમમાંથી બહાર કરવામાં આવશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ભારે રોમાંચ બાદ  ડ્રો થઈ હતી. હવે ટીમની નજર મુંબઈમાં રમાનાર બીજી ટેસ્ટ મેચ જીતવા પર રહેશે. ત્યારે  કેપ્ટન વિરાટ કોહલી પણ બીજી ટેસ્ટમાં વાપસી કરી રહ્યો છે. આવી સ્થિતિમાં એક મુખ્ય બેટ્સમેનને ટીમમાંથી બહાર થવું પડશે. આ માટે ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે અને શ્રેયસ ઐયર વચ્ચે જંગ જામશે. ટીમના કોચ રાહુલ દ્રવિડે એક મોટું નિવેદન આપ્યું છે કે આગામી ટેસ્ટમાં કોહલીનું સ્થાન કોણ લેશે.

કોહલીનું સ્થાન કોણ લેશે?
મુંબઈમાં આગામી ટેસ્ટમાં સુકાની વિરાટ કોહલીની વાપસી સાથે શું પ્લેઈંગ 11માં રહાણેના સ્થાને શ્રેયસ ઐયરને પડતો મૂકવામાં આવશે? આના પર કોચ રાહુલ દ્રવિડે જવાબ આપ્યો, "અમે નક્કી કર્યું નથી કે અમારું અંતિમ પ્લેઈંગ 11 શું હશે અને તે ખૂબ વહેલું છે." અમારું ધ્યાન આ મેચ પર જ હતું. જ્યારે અમે મુંબઈ જઈશું, ત્યારે અમે પરિસ્થિતિની સમીક્ષા કરીશું અને ખેલાડીઓની ફિટનેસ તપાસીશું. વિરાટ કોહલી પણ જોડાશે, તેથી અમારે તેની સાથે ચર્ચા કરીને નિર્ણય લેવાનો રહેશે.

દ્રવિડે કરી ઐયરની પ્રશંસા:
દ્રવિડે અંડર-19 ક્રિકેટથી ટેસ્ટ ક્રિકેટ સુધીની સફર કરનાર ઐયરની પ્રશંસા કરી અને તેને ભારતીય ક્રિકેટની સફળતા ગણાવી. તેણે કહ્યું, "યુવાનોને સીધા ડેબ્યૂમાં સારું પ્રદર્શન કરતા જોવું સારું છે અને અમે ટી-20માં એવા કેટલાક ખેલાડીઓ જોયા છે જેમણે શરૂઆતની મેચોમાં પોતાની છાપ બનાવી છે."

રહાણે પર મોટું નિવેદન:
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે વાઇસ-કેપ્ટન અજિંક્ય રહાણે પોતે મોટો સ્કોર કરીને ફોર્મ શોધવાનો પ્રયાસ કરી રહ્યો છે અને તે માત્ર એક ઇનિંગ્સની વાત છે. નિયમિત સુકાની વિરાટ કોહલીની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કરી રહેલા રહાણેએ અહીં ન્યૂઝીલેન્ડ સામેની ડ્રો ટેસ્ટમાં 35 અને 4 રન બનાવ્યા હતા. આ વર્ષે 12 ટેસ્ટ મેચોમાં તેની સરેરાશ 20થી ઓછી છે.

ફોર્મ શોધી રહ્યો છે રહાણે:
જ્યારે દ્રવિડને પૂછવામાં આવ્યું કે શું રહાણેની લય ટીમ માટે ચિંતાનું કારણ છે, તો તેણે કહ્યું, "તેના વિશે વધુ ચિંતા કરવાની જરૂર નથી. સ્વાભાવિક રીતે તમે ઈચ્છો છો કે અજિંક્ય તમારા માટે વધુ રન બનાવે, તે પોતે પણ એવું જ કરવા માંગશે. તે પ્રતિભાશાળી ખેલાડી છે અને તેણે ભૂતકાળમાં ભારત માટે સારું પ્રદર્શન કર્યું છે. તે એવા લોકોમાંથી એક છે જેમની પાસે કુશળતા અને અનુભવ છે. તે માત્ર એક મેચની વાત છે, તે જાણે છે અને અમે પણ તેને સમજીએ છીએ.

હાથમાંથી નીકળી ગઈ જીત:
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ડ્રો થઈ હતી. ટીમ ઈન્ડિયાએ જીતની સુવર્ણ તક ગુમાવી દીધી. કાનપુરના ગ્રીન પાર્કમાં કિવી ટીમના છેલ્લા બેટ્સમેન રચિન રવિન્દ્ર અને એજાઝ પટેલે અદ્ભુત સંયમ બતાવ્યો હતો અને છેલ્લી વિકેટ પડવા દીધી નહોતી. ન્યૂઝીલેન્ડે તેની બીજી ઇનિંગમાં 9 વિકેટના નુકસાન પર 165 રન બનાવ્યા હતા, રચિન રવિન્દ્ર 18 અને એજાઝ પટેલ 2 રન બનાવી નોટઆઉટ રહ્યા હતા જેના કારણે મેચ ડ્રો રહી હતી. ભારતીય બોલરોએ તેમના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા પરંતુ તેમની ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યાં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news