આ દિવસે રિલીઝ થશે જોન અબ્રાહમની ફિલ્મ 'સત્યમેવ જયતે 2', એક્ટરને પોસ્ટ કરી દીધી ખુશખબરી

ફિલ્મ 'સત્યમેવ જયતે 2'ને નાએ આગામી વર્ષે ઇદ પર રિલીઝ કરવાની જાહેરાત થઇ છે. ફિલ્મમાં અભિનેતા જોન અબ્રાહમ (John Abraham) અને અભિનેત્રી દિવ્યા ઘોસલા કુમાર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આ દિવસે રિલીઝ થશે જોન અબ્રાહમની ફિલ્મ 'સત્યમેવ જયતે 2', એક્ટરને પોસ્ટ કરી દીધી ખુશખબરી

નવી દિલ્હી: ફિલ્મ 'સત્યમેવ જયતે 2'ને નાએ આગામી વર્ષે ઇદ પર રિલીઝ કરવાની જાહેરાત થઇ છે. ફિલ્મમાં અભિનેતા જોન અબ્રાહમ (John Abraham) અને અભિનેત્રી દિવ્યા ઘોસલા કુમાર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જોન અબ્રાહમ (John Abraham)એ ફિલ્મના નવા પોસ્ટર અને તેની રિલીઝની તારીખની જાહેરાત માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. આ ફિલ્મ 12 મે 2021ને સિનેમાઘરોમાં રિલીઝ થશે. ઇંસ્ટાગ્રામ પર પોસ્ટર શેર કરતાં, જોન અબ્રાહમ (John Abraham)એ લખ્યું 'જિસ દેશ કી મૈયા ગંગા હૈ, વહાં ખૂન ભી તિરંગા હૈ. #સત્યમેવજયતે 2 ને 12 મે 2021, ઇદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.  # SMJ2EID202'

આગામી વર્ષે ઇદ પર રિલીઝ થશે ફિલ્મ
આ ફિલ્મના નિર્દેશક મિલાપ જવેરી છે, જે લોકડાઉન દરમિયાન આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર સતત કામ કરતા રહે છે. આગામી મહિને (ઓક્ટોબર 2020)થી આ ફિલ્મની શૂટિંગ શરૂ થશે. ટીમ શૂટિંગ માટે લખનઉ જશે. ગત ફિલ્મ 'સત્યમેવ જયતે' દર્શકોને ખૂબ પસંદ કરી હતી. હવે પ્રશંસકો તેના સિકવલનો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જોકે પહેલી ફિલ્મ ભ્રષ્ટાચાર પર આધારિત હતી, પરંતુ તેની સિક્વલમાં ગીરો પોલીસને લઇને રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ અને સામાન્ય જનતા સુધી બધી જગ્યાએ હાલના ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડતા જોવા મળસહે. નિર્દેશક મિલાપે ફિલ્મની કહાનીમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે અને શૂટિંગ લોકેશનને મુંબઇથી બદલીને લખનઉ કર્યું છે. 

A post shared by John Abraham (@thejohnabraham) on

લખનઉની આસપાસ ફરે છે કહાની
તેને લઇને મિલાપ જાવેરી કહે છે, ફિલ્મની સ્ક્રિપ્ટને લખનઉના આસપાસ તૈયાર કરવામાં આવી છે. તેથી આમે ફિલ્મના કેન્વાસ મોટો કરવાની તક મળે છે. લખનઉ શહેર ફિલ્મને દ્વશ્યો દ્વારા પણ ભવ્ય બનાવે છે. આ ફિલ્મના એક્શન સીન પહેલી ફિલ્મના મુકાબલે દસ ગણા વધુ સારા હશે. ફિલ્મમાં જોન અબ્રાહમ એવા એક્શન સીન કરતાં જોવા મળશે, જે તેમણે ક્યારેય સિલ્વર સ્ક્રીન પર કર્યા નથી. 

સત્યમેવ જયતે-2 એકતરફ જ્યાં જનસૂહની ફિલ્મ છે, તો બીજી તરફ તે એક્શન, સંગીત, ડાયલોગ, દેશભક્તિ અને વીરતાનો જશ્ન પણ ઉજવે છે. ઇદ પર આ ફિલ્મને રિલીઝ કરવાનો સૌથી યોગ્ય સમય છે, કારણ કે આ લોકોને ખૂબ મનોરંજન પુરૂ પાડશે. હવે હું પ્રોમિસ કરું છું કે અમે અમારા દર્શકોને આગામી વર્ષે 12 મેના રોજ ઉત્સવને ઉજવવાની સારી આપી શકીશું.   

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news