VIDEO: લાલ ટુ પીસ બિકિનીમાં હોટ જસલીનને જોઈને 'ભજન સમ્રાટ' થયા પાણી પાણી

ગત બે દિવસોના એપિસોડમાં બિગ બોસના ઘરમાં ટાસ્કના કારણે હસ્તીઓ અને જોડીઓ વચ્ચે ખુબ શોરબકોર  અને લડાઈ જોવા મળી પરંતુ આ બધા વચ્ચે સ્પર્ધકો રિલેક્સ અને ફનના મૂડમાં પણ જોવા મળ્યાં.

VIDEO: લાલ ટુ પીસ બિકિનીમાં હોટ જસલીનને જોઈને 'ભજન સમ્રાટ' થયા પાણી પાણી

નવી દિલ્હી: ભારતીય ટેલિવિઝનના સૌથી વિવાદાસ્પદ રિયાલિટી શો તરીકે જો કોઈનું નામ આપવું હોય તો તે બિગ બોસ જ કહેવાય. બિગબોસ તેની 12મી સીઝન સાથે પાછો ફર્યો છે. આ વખતે બિગ બોસના ઘરમાં કન્ટેસ્ટન્ટ તરીકે અનેક હસ્તીઓ જોડીઓ તરીકે આવી છે. આ બધામાં સૌથી વધુ ચર્ચામાં ભજન સમ્રાટ અનુપ જલોટા અને તેમનાથી 37 વર્ષ નાની તેમની પ્રેમિકા જસલીન મથારુની જોડી છે. હાલમાં જ એક એપિસોડમાં કઈંક એવું થયું કે જોડી ફરીથી ચર્ચામાં આવી ગઈ. 

ગત બે દિવસોના એપિસોડમાં બિગ બોસના ઘરમાં ટાસ્કના કારણે હસ્તીઓ અને જોડીઓ વચ્ચે ખુબ શોરબકોર  અને લડાઈ જોવા મળી પરંતુ આ બધા વચ્ચે સ્પર્ધકો રિલેક્સ અને ફનના મૂડમાં પણ જોવા મળ્યાં. ઘરના સભ્યોનો આ ફન વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જસલીન રેડ બિકિનીમાં બિગ બોસના ઘરની અંદર બનેલા પૂલમાં સ્વીમિંગ કરતી જોવા મળી રહી છે. જ્યારે પૂલના કિનારે બેઠેલા અનુપ જલોટા તેને નિહાળી રહ્યાં છે. 

A post shared by Bigboss Season 12 (@big.boss.colors) on

આ વીડિયોમાં જસલીનની સાથે ઘરના અન્ય સભ્યો રોશમી, શિવાશીષ, રોમિલ અને દીપક જોવા મળી રહ્યાં છે. પરંતુ પૂલની અંદર જસલીન, રેશમી અને શિવાશીષ વચ્ચે ખાસ બોન્ડિંગ જોવા મળ્યું અને ત્રણેય પૂલની અંદર ખુબ મસ્તી કરતા જોવા મળ્યા. અત્રે જણાવવાનું કે આ સીઝનની આ પહેલી એવી તક હતી. જ્યારે પૂલમાં જસીલનનો આ હોટ અવતાર જોવાની તક દર્શકોને મળી. 

A post shared by Bigg Boss 12 (@biggboss_gossips) on

નોંધનીય છે કે હાલમાં જ ઝી મીડિયા સાથે વાતચીત કરતા જસલીનના પિતા કેસર મથારુએ કહ્યું હતું કે જ્યારે જસલીને અનુપજી સાથે બિગ બોસના સેટ પર પોતાના સંબંધનો ખુલાસો કર્યો તો તેમનો આખો પરિવાર શોક્ડ રહી ગયો. આ સંબંધથી તે બિલકુલ ખુશ નહતાં. ક્યારેય આ સંબંધ વિશે તેઓ મંજૂરી આપશે નહીં. જો કે ઘરની અંદર જસલીન અને અનુપ જલોટા વચ્ચે સારું બોન્ડિંગ જોવા મળી રહ્યું છે. આવનારા દિવસો જ જણાવશે કે આ સાચો પ્રેમ છે કે પછી એક પબ્લિસિટી સ્ટંટ

A post shared by bigboss season 12🔵 (@bigbosss.12) on

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news