PHOTO: અભિનેત્રીની ટોપલેસ તસવીરે મચાવી જબરદસ્ત ધમાલ, અદા જોઈને ફેન્સ થયા ફિદા

બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ (Jacqueline Fernandez)  છાશવારે પોતાની ખુબસુરતી અને અદાઓના કારણે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચતી રહે છે. હવે તેણે સોશિયલ મીડિયા પર એક એવો ફોટો શેર કર્યો છે જેના કારણે હંગામો મચ્યો છે.

PHOTO: અભિનેત્રીની ટોપલેસ તસવીરે મચાવી જબરદસ્ત ધમાલ, અદા જોઈને ફેન્સ થયા ફિદા

મુંબઈ: બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ (Jacqueline Fernandez)  છાશવારે પોતાની ખુબસુરતી અને અદાઓના કારણે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચતી રહે છે. હવે તેણે સોશિયલ મીડિયા પર એક એવો ફોટો શેર કર્યો છે જેના કારણે હંગામો મચ્યો છે. તેણે હાલમાં જ એક ટોપલેસ ફોટો શેર કર્યો જેમાં તે ગજબની ખુબસુરત લાગી રહી છે. આ તસવીર જોઈને જેકલીન ફર્નાન્ડીઝના ફેન્સ તેના વખાણ કરતા થાકતા જ નથી. 

આ મોનોક્રોમ ઈન્સ્ટાગ્રામ ફોટાની વાત કરીએ તો તેમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે સોફા પર ટોપલેસ (Topless Photo) થઈને સૂતેલી છે. જેમાં તેની એક આંખ વાળથી ઢંકાયેલી છે. આ તસવીરમાં તેણે સ્મોકી આઈ મેકઅપ કર્યો છે. 

કેપ્શનમાં જેકલીને પોતાના વખાણ કરતા માત્ર એક શબ્દ લખ્યો 'વાવા'. આ સાથે જ તેણે એક લવ ઈમોજી પણ બનાવી. અત્રે જણાવવાનું કે વાવાનો અર્થ અપીલ કરવાવાળો ગુણ થાય છે. આ બાજુ જેકલીનના ફેન્સ તેના વખાણમાં કમેન્ટ્સ કરી રહ્યા છે. 

અત્રે જણાવવાનું કે જેકલીન હાલ જેસલમેરમાં પોતાની ફિલ્મ 'બચ્ચન પાંડે'નું શુટિંગ પૂરું થયા બાદ મુંબઈ પાછી ફરી છે. આ એક એક્શન કોમેડી ફિલ્મ છે જેમાં તે અક્ષય કુમાર અને કૃતિ સેનન સાથે જોવા મળશે. અક્ષય કુમાર સ્ટારર 'બચ્ચન પાંડે' ઉપરાંત જેકલીન બહુ જલદી સલમાન ખાન સ્ટારર 'કિક 2', હોરર કોમેડી 'ભૂત પોલીસ' અને 'સર્કસ'માં પણ જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news