ભાઈજાનની ગર્લફ્રેન્ડ યુલિયાએ બર્થ-ડેમાં આપી પ્રેમથી છલકાતી ગિફ્ટ, સલ્લુએ કર્યું જાહેરમાં પ્રદર્શન

હાલમાં સલમાન ખાને પોતાના મિત્રો અને પરિવારજનો સાથે પનવેલના ફાર્મહાઉસમાં પોતાનો 53મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો

ભાઈજાનની ગર્લફ્રેન્ડ યુલિયાએ બર્થ-ડેમાં આપી પ્રેમથી છલકાતી ગિફ્ટ, સલ્લુએ કર્યું જાહેરમાં પ્રદર્શન

મુંબઈ : હાલમાં સલમાન ખાને પોતાના મિત્રો અને પરિવારજનો સાથે પનવેલના ફાર્મહાઉસમાં પોતાનો 53મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ પ્રસંગે સલમાનને તેની ગર્લફ્રેન્ડ યુલિયાએ પ્રેમથી છલકાતી ગિફ્ટ આપી છે. મળતી માહિતી પ્રમાણે યુલિયાએ બોયફ્રેન્ડ સલમાનને ગિફ્ટ તરીકે ગળામાં પહેરવાની રોમેનિયન સ્ટાઇલની ક્રોસની જ્વેલરી આપી છે. સલમાને પણ જાહેરમાં આ ક્રોસને પહેરીને એનું પ્રદર્શન કર્યું હતું.

A post shared by Salman Khan (@beingsalmankhan) on

સલમાને પોતાના જન્મદિવસના સેલિબ્રેશન વખતે પાપારાઝીઓ સાથે ખાસ કેક કરી હતી. આ કેક કટિંગ વખતે બધાએ સલમાને ગળામાં પહેરેલા ક્રોસની નોંધ લીધી હતી. હવે એવા રિપોર્ટ વહેતા થયા છે કે સલમાનને આ ગિફ્ટ યુલિયાએ આપી છે. યુલિયા હાલમાં સલમાનના પરિવારની બહુ નજીક છે. યુલિયાએ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘ત્રણ વર્ષ પહેલા મેં ઘણા પ્લાન બનાવ્યા હતા, પરંતુ મેં વિચાર્યું તે બધું થઈ ન શક્યું. બધું મારા હાથમાં હોતું નથી. મને લાગતું નથી કે તમે જેને પ્રેમ કરો છો તેની સાથે લગ્ન પણ કરી શકો. હું હવે ભારતમાં પોતાની ઓળખ બનાવવા માગુ છું.’

યુલિયા હવે બોલિવૂડમાં શરૂઆત કરવામાં જઈ રહી છે. તે ‘રાધા ક્યોં  ગોરી મેં ક્યોં કાલા’ નામની ફિલ્મ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાન આ ફિલ્મમાં પૈસા લગાવી રહ્યા છે. જોકે આ વાત હજુ સુધી ખુલીને સામે આવી નથી કારણ કે ફિલ્મનું નિર્દેશન પ્રેમ આર. સોની કરી રહ્યા છે અને તે સલમાનનો સારા મિત્ર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news