લેન્ડ ડીલ: રોબર્ટ વાડ્રા અને હુડ્ડાની મુશ્કેલીઓ વધી, પોલીસને મળી તપાસ માટેની મંજૂરી
લેન્ડ ડીલ કેસમાં ફસાયેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ વધી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: લેન્ડ ડીલ કેસમાં ફસાયેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ વધી શકે છે. આ મામલે તેમના વિરુદ્ધ તપાસ શરૂ કરવાની મંજૂરી હવે ગુરુગ્રામ પોલીસને મળી ગઈ છે. તેમની સાથે આ મામલે હરિયાણાના પૂર્વ મુખ્યમમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા સામે પણ પોલીસ તપાસ કરશે. હુડ્ડા પર લેન્ડ ડીલમાં વાડ્રાને ફાયદો પહોંચાડવાનો આરોપ છે.
શુક્રવારે ગુરુગ્રામ પોલીસ કમિશનર કે કે રાવે પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાણકારી આપી. તેમણે કહ્યું કે અમને રાજ્ય સરકાર તરફથી લેન્ડ ડીલ મામલે વાડ્રા અને હુડ્ડા સામે તપાસ કરવાની મંજૂરી મળી ગઈ છે. તેમણે કહ્યું કે આ મામલે તપાસ ચાલુ છે.
અત્રે જણાવવાનું કે રોબર્ટ વાડ્રા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા પર લેન્ડ ડીલની તપાસ વચ્ચે વર્તમાન હરિયાણા સરકાર આવી હતી. ગુરુગ્રામ પોલીસે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમના કારણે 17એ હેઠળ સપ્ટેમ્બરમાં તપાસની મંજૂરી માટે રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો.
ઝી ન્યૂઝ સાથે વાતચીતમાં ગુરુગ્રામ પોલીસના કમિશનરે સપ્ટેમ્બરમાં જણાવ્યું હતું કે અમે મંજૂરી માટે પહેલી સપ્ટેમ્બરના રોજ રાજ્ય સરકારને તપાસ માટે પત્ર લખ્યો છે. જેવી મંજૂરી મળશે કે અમે તપાસ શરૂ કરી દઈશું. કારણ કે 26 જુલાઈના રોજ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટમાં સંશોધન થયું હતું. ત્યારબાદ હવે આ કલમ હેઠળ એફઆઈઆર નોંધતા પહેલા સરકાર પાસે મંજુરી મેળવવી પડે છે.
હકીકતમાં ગત વર્ષ 26 જુલાઈના રોજ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટમાં સંશોધન થયું હતું. હવે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ એફઆઈઆર નોંધાયા બાદ સરકાર પાસે 17એ હેઠળ મંજૂરી લેવી પડે છે. તપાસ કરતા પહેલા સરકાર પાસેથી મંજૂરી લેવી પડે છે. ગુરુગ્રામના સીપીએ હરિયાણા ડીજીપીને લખ્યું હતું કે અમને આ મામલે તપાસ માટે સરકાર પાસેથી મંજૂરી અપાવવામાં આવે. ડીજીપીએ મંજૂરી માટે લખાયેલો પત્ર હરિયાણા સરકારના ગૃહ વિભાગને મોકલ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે