IPLની ગેરકાયદે સ્ટ્રીમિંગમાં બાહુબલીની અભિનેત્રી ભરાઈ, હવે મામલો પોલીસના હાથમાં

IPL 2024: સંજય દત્ત બાદ બીજી સેલિબ્રિટી આઈપીએલને કારણે આવી પોલીસના સકંજામાં. અગાઉ સંજય દત્તની પણ આઈપીએલની ગેરકાયદે સ્ટ્રીમિંગ મામલે થઈ ચુકી છે પૂછપરછ.

IPLની ગેરકાયદે સ્ટ્રીમિંગમાં બાહુબલીની અભિનેત્રી ભરાઈ, હવે મામલો પોલીસના હાથમાં

IPL 2024: વાત ક્રિકેટની આવે ત્યારે ભારતમાં હવે આ એક રમત નથી રહી. અહીં ક્રિકેટ એટલે એક ઝૂનૂન, એક જજબો, એક ટશન બની ગયું છે. ક્રિકેટની રમત ભારતમાં તો જાણે ધર્મ બની ગઈ છે એમ કહીએ તો પણ અતિશ્યોક્તિ નથી. એવામાં આઈપીએલ એટેલેકે, ઈન્ડિયન પ્રિમિયર લીગ, ટી-20 ક્રિકેટનો મહાકુંભ હાલ ચાલી રહ્યો છે. જેમાં મોબાઈલ પર ટીમો બનાવવી અને પૈસા જીતવાની ઘણી જાહેરાતો ફરતી હોય છે. એવામાં સાઉથથી બોલીવુડમાં આવીને ચમકેલી જાણીતી અભિનેત્રી હવે આ ક્રિકેટના કૌભાંડમાં ભરાઈ છે. બાહુબલીની હીરોઈન તમન્ના ભાટિયા આઈપીએલની ગેરકાયદે સ્ટ્રીમિંગના મામલામાં ભરાઈ છે. 

આઈપીએલ 2024ને લઈને ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ ચાહકો પોતાની ફેવરિટ ટીમને સપોર્ટ કરી રહ્યા છે. આ દરમિયાન ઘણી વેબસાઈટ પર IPLના ગેરકાયદેસર સ્ટ્રીમિંગના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. તાજેતરમાં જ આ કેસમાં સંજય દત્તને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. હવે આ મામલે એક જાણીતી અભિનેત્રી તમન્ના ભાટિયાને સમન્સ મોકલવામાં આવ્યું છે.

સેલિબ્રિટિઝ સકંજામાંઃ
IPLના ગેરકાયદે સ્ટ્રીમિંગનો મામલો દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. હવે આ મામલે ફિલ્મ સ્ટાર્સનું નામ પણ જોડાઈ ગયું છે. IPLને લઈને ચાહકોમાં ભારે ક્રેઝ છે. લગભગ દરેક સિઝનને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. આવી સ્થિતિમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની પેટાકંપની વાયાકોમ 18 ને IPL 2023 ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગને કારણે ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું.

અગાઉ સંજય દત્ત પણ આ મામલે ભરાયા હતાઃ
તમન્ના ભાટિયા પહેલા અભિનેતા સંજય દત્તને પણ આ સંબંધમાં 23 એપ્રિલે સમન્સ મોકલવામાં આવ્યો હતો, પરંતુ અભિનેતા તેમની સામે હાજર થયો ન હતો. જો કે, સંજય દત્તે પોતાનું નિવેદન નોંધવા માટે તારીખ અને સમય માંગ્યો હતો અને હાજર થવાની તારીખ અંગે તેણે કહ્યું હતું કે તે દિવસે તે ભારતમાં નહોતો.

બાહુબલીની અભિનેત્રીને મોકલાયું સમન્સઃ
ઘણી વેબસાઈટ પર IPL મેચો ગેરકાયદેસર રીતે સ્ટ્રીમ થઈ રહી છે. અહેવાલ અનુસાર, મહારાષ્ટ્ર સાયબર સેલે અભિનેત્રી તમન્ના ભાટિયાને ફેરપ્લે એપ પર IPL 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગના સંબંધમાં પૂછપરછ માટે બોલાવી છે. આ કેસમાં વાયાકોમને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું હતું. તેને 29 એપ્રિલે મહારાષ્ટ્ર સાયબર સેલ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news