'ક્ષત્રિયોનો વિરોધ રૂપાલા સામે છે, PM મોદી સામે નહીં', સીઆર પાટીલનું મહત્વપૂર્ણ નિવેદન
Trending Photos
Loksabha Election 2024છ સમગ્ર દેશમાં ચુંટણીનો માહોલ બરાબર જામ્યો છે. એમાં ગુજરાતમાં ચુંટણી પ્રચાર દરમિયાન રૂપાલાએ આપેલા વિવાદિત નિવેદનને પગલે હાલ સમગ્ર રાજ્યનું રાજકીય વાતાવરણ ગરમ છે. રુપાલાના નિવેદનને કારણે ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે. પરિણામે હવે ક્ષત્રિયોનું આંદોલન રૂપાલા પુરતું નહીં, પરંતુ ભાજપ વિરુદ્ધ શરૂ થયું હોય તેવું ચિત્ર ઉપસી આવતા ભાજપના ટોચના નેતાઓ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ડેમેજ કંટ્રોલ માટે બેઠકો કરી રહ્યા છે. ત્યારે આજે સીઆર પાટિલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને ક્ષત્રિય સમાજ ભાજપને ટેકો આપશે તેવું નિવેદન આપ્યું હતું.
નવસારીના ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભાજપના પ્રદેશ પ્રમુખને પોતાનું સમર્થન જાહેર કર્યું. ક્ષત્રિય સમાજને ભાજપ સાથે કોઈપણ પ્રકારનો વિરોધ ન હોવાની વાત કરી ક્ષત્રિય સમાજના આગેવાનોએ આજે સુરત ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ આર પાટીલની કાર્યાલય ખાતે એકઠા થઈને ભાજપના પ્રદેશ પ્રમુખ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમ જ ભાજપને પોતાનો સમર્થન જાહેર કર્યું હતું.
મહત્વની વાત કહી શકાય કે એક તરફ રૂપાલાને લઈને ક્ષત્રિય સમાજમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ નવસારીના ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે તેમનો રોષ છે તે માત્ર રૂપાલા સુધી સીમિત છે. તેમને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કોઈ વાંધો નથી અને એટલા માટે જ તેઓ આજે નવસારીના તમામ ક્ષત્રિય અગ્રણીઓ સુરત ખાતે સી આર પટેલને સમર્થન કરવા માટે પહોંચ્યા હતા.
તો બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને નિવેદન કર્યું હતું. તેને લઇ ક્ષત્રિય સમાજમાં રોશની લાગણી જોવા મળી રહી છે, પરંતુ તેની માફી પણ રૂપાલા દ્વારા માગવામાં આવી છે. ક્ષમા કરવામાં હંમેશા ક્ષત્રિય સમાજ આગળ રહ્યો છે. પોતાના શરણે આવેલા વ્યક્તિને રક્ષણ કરવામાં પોતાના જીવની આહુતિ આપી દીધી હોવાના પણ દાખલા ક્ષત્રિય સમાજમાં જોવા મળી રહ્યા છે અને એટલા માટે જ આજે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ભાજપને સમર્થન કરાવવા માટે આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે