હૃતિક-સુઝેન ફરી કરવાના છે લગ્ન ? આ રહી સાચી હકીકત
હૃતિક અને સુઝેન ડિવોર્સ પછી પણ એકબીજાના સારા મિત્રો છે
Trending Photos
મુંબઈ : બોલિવૂડની સ્ટાર જોડી હૃતિક રોશન અને સુઝેન ખાન ડિવોર્સ પછી પણ એકબીજાના સારા મિત્રો છે. બંને ડિવોર્સ પછી પણ પોતાના બાળકો સાથે અનેકવાર જોવા મળ્યા છે. આ સંજોગોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે તેઓ ફરીથી લગ્નનો નિર્ણય લઈ શકે છે. જોકે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે હૃતિક અને સુઝેન ફરીથી લગ્ન કરવા માટે વિચારી નથી રહ્યા. તેમની પ્રાથમિકતા બાળકોનો સારો ઉછેર કરીને તેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણની છે.
ડેક્કન ક્રોનિકલના રિપોર્ટ પ્રમાણે બંનેના પરિવાર ઇચ્છે છે કે તેમની મિત્રતા લગ્નના મંડપ સુધી પહોંચે પણ આ મામલે બંનેએ ચુપકિદી સાધી લીધી છે. હૃતિક રોશન-સુઝેન ખાન તેમના બંને પુત્રો સાથે મુવી ડેટ પર ગયા હતા.
હાલ ઋત્વિક રોશન સુપર 30ની તૈયારી કરવાની પ્રક્રિયામાં છે. ફિલ્મની રિલીઝ ડેટ જાન્યુઆરીમાં કંગના રનૌતની મણિકર્ણીકા સાથે ક્લેશ થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે