Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા શોની સામે આવી કેટલી વાતો, જે કદાચ જ તમે જાણતા હશો

Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા શો સાથે જોડાયેલા કેટલાક ચોંકાવનારા ફેક્ટ્સ જેના વિશે કદાચ જ તમે જાણતા હશો. અહીં જાણો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો...

Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા શોની સામે આવી કેટલી વાતો, જે કદાચ જ તમે જાણતા હશો

Taarak Mehta Ka Ooltah Chashmah: ટીવીના પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના તમામ પાત્રો દર્શકોના દિલો પર રાજ કરી રહ્યા છે. પરંતુ શું તમને ખબર છે કે આ શોની શરૂઆત કેવી રીતે થઈ અને તેનો આઇડિયા કેવી રીતે આવ્યો. તો તમને જણાવી દઈએ કે, ગુજરાતના લેખક અને વ્યંગકાર તારક મહેતાની પુસ્તક પર આધારિત છે. તેઓ એક મેગેઝીનમાં દુનિયાને ઊંધા ચશ્મા નામની કોલમ લખતા હતા, જેને પછી પુસ્તકમાં ક્નવર્ટ કરવામાં આવી. આ બુક પર આધારિત છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો. આ ઉપરાંત શો સાથે જોડાયેલા કેટલાક અન્ય ઘણા ચોંકાવનારા ફેક્ટ્સ છે, જેના વિશે કદાચ જ તમે જાણતા હશો. અહીં જાણો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો...

તમને જણાવી દઈએ કે, શોમાં જેઠાલાલ એટલે કે દિલીપ જોશીના બાપુજીનું પાત્ર નિભાવનાર અમિત ભટ્ટ રિયલ લાઈફમાં ઉંમરમાં તેમનાથી નાના છે. બંને વચ્ચે લગભગ 5 વર્ષનું અંતર છે.

જ્યારથી તારક મહેતા... શો શરૂ થયો છે ત્યારથી તેમાં પોપટલાલ ભગવતીપ્રસાદ પાંડેનું પાત્ર નિભાવનાર શ્યામ પાઠકને બેચલર બતાવવામાં આવ્યા છે અને તે આજે પણ લગ્ન કરવા માટે બેતાબ છે, પરંતુ તમને જણાવી દઈએ કે, રિયલ લાઈફમાં શ્યામ મેરિડ છે અને ત્રણ બાળકોના પિતા છે.

સીરિયલમાં આત્મારામ તુકારામ ભિડેનું પાત્ર મંદર ચંદવડકર નિભાવી રહ્યા છે. શોમાં ભિડે માસ્ટર બન્યા છે, પરંતુ રિયલ લાઈફમાં મેકેનિકલ એન્જિનિયર છે. તે દુબઇમાં પોતાની જોબ છોડી મુંબઇ એક્ટિંગમાં ભાગ્ય અજમાવવા આવ્યા હતા.

ઓછા લોકોને ખબર હશે કે બબિતા જી એટલે કે મુનમુન દત્તાના પતિનું પાત્ર નિભાવનાર અય્યર એટલે કે તનુજ મહાશબદ શો સાથે એક રાઈટર તરીકે જોડાયા હતા. પરંતુ દિલીપ જોશીના આઇડિયાથી તેમને અય્યરનો રોલ પ્લે કરવાની તક મળી. સીરિયલમાં તેમને સાઉથ ઇન્ડિયન બતાવવામાં આવ્યા છે જ્યારે રિયલ લાઈફમાં તેઓ મહારાષ્ટ્રીયન છે.

આ શોમાં ડો. હંસરાજ હાથીનું પાત્ર નિભાવનાર એક્ટર નિર્મલ સોનીએ શોને શરૂઆતમાં જ છોડી દીધો હતો, ત્યારબાદ આ રોલને કવિ કુમાર આઝાદે નિભાવ્યો હતો. પરંતુ 2018 માં કવિ કુમાર આઝાદના નિધન બાદ ફરી એકવાર નિર્મલ શો સાથે જોડાયા.

તમને જણાવી દઈએ કે, શોમાંથી લગભગ ત્રણ સ્ટાર દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે. તેમાં ડો. હાથી એટલે કે કવિ કુમાર આઝાદ, નટ્ટૂ કાકા એટલે કે ઘનશ્યામ નાયક અને અરવિંદ મારચંદે. અરવિંદ શોના સ્ટાર કાસ્ટમાંથી નથી પરંતુ ક્રુ મેમ્બર હતા.

સીરિયલને લોકોએ શરૂઆતથી જ ઘણી પસંદ કરી છે. આ સીરિયલ વર્ષ 2010 માં બાલિકા વધુને પાછળ છોડી ઇન્ડિયન ટેલીવિઝનનો સૌથી વધુ જોવાતો શો બન્યો હતો. 2018 ના તે ઇન્ડિયાનો પહેલો એવો શો બન્યો જેણે પોતાના 10 વર્ષ પૂરા કર્યા.

તમને જણાવી દઈએ કે, 2020 માં ત્રણ હજાર એપિસોડ પૂરા કરનાર આ સીરિયલે સૌથી લાંબા સમય સુધી ચાલનારા શો તરીકે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. આ શોનો પહેલો એપિસોડ 28 જુલાઈ 2008 માં ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો.

ઓછા લોકો જાણતા હશે કે શોમાં દયા બેન એટલે દિશા વાકાણીના ભાઈનું પાત્ર નિભાવનાર સુંદરલાલ એટલે કે મયૂર વાકાણી રિયલમાં તેમના ભાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news