અક્ષય, અજય, સલમાને 30 વર્ષ પહેલા કરેલી એક ભૂલે આ કલાકારને રાતોરાત બનાવ્યો સુપરસ્ટાર

Bollywood Flashback: 1993માં એક એવી  ફિલ્મ આવી જેણે બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી હતી. જો કે આ ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે એક નવોદિત કલાકારને લેવાયો હતો કારણ કે તે સમયના ધૂરંધરોએ તે ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી

અક્ષય, અજય, સલમાને 30 વર્ષ પહેલા કરેલી એક ભૂલે આ કલાકારને રાતોરાત બનાવ્યો સુપરસ્ટાર

Bollywood Flashback: 1993માં એક એવી  ફિલ્મ આવી જેણે બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી હતી. જો કે આ ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે એક નવોદિત કલાકારને લેવાયો હતો કારણ કે તે સમયના ધૂરંધરોએ તે ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી. એટલે કે મેકર્સની પહેલી પસંદ તે અભિનેતા નહતો. અક્ષયકુમાર, અજય દેવગણ અને સલમાન ખાને આ ફિલ્મની વાર્તા સાંભળ્યા બાદ ફિલ્મને કરવાની ના પાડી દીધી હતી. મોટા સ્ટાર્સે ફિલ્મ ઠુકરાવી તો એક સ્ટ્રગલિંગ કલાકારને ફાળે ગઈ અને પછી જે થયું તે ઈતિહાસ બની ગયો. આ કલાકાર બોલીવુડમાં રાતોરાત સુપરસ્ટાર બની ગયો. 

અહીં જે ફિલ્મની અમે વાત કરી રહ્યા છીએ તે વર્ષ 1993માં આવેલી એફ ફિલ્મ હતી જેણે તે સમયે બોક્સઓફિસ પર ધમાલ મચાવી હતી. જે કલાકારે અભિનયનો ડંકો વગાડ્યો તે હકીકતમાં તો મેકર્સની પહેલી ચોઈસ હતો જ નહીં. ફિલ્મને એક કે બે નહીં ત્રણ મોટા સ્ટાર્સે રિજેક્ટ કરી હતી. અને ત્યારબાદ આ ફિલ્મથી બોલીવુડને એક નવો સુપરસ્ટાર મળ્યો. ફિલ્મમાં હીરોને નેગેટિવ રોલમાં દેખાડવામાં આવ્યો હતો. 

આ ફિલ્મ છે 'બાઝીગર'. ફિલ્મમાં શાહરૂખ  ખાન પહેલીવાર ફેન્સ સામે નેગેટિવ રોલમાં નજરે ચડ્યો. નેગેટિવ રોલના કારણે જ 3-3 મોટા સ્ટાર્સ આ ફિલ્મ ફગાવી ચૂક્યા તા. કારણ કે તે સમય એવો હતો જ્યારે મેઈન સ્ટ્રીમ હીરો નેગેટિવ રોલ કરવામાં અંતર રાખતા હતા. પરંતુ શાહરૂખ ખાને આ પડકાર ઝીલ્યો અને નેગેટિવ રોલ ભજવીને દમદાર અભિનેતાની અમીટ છાપ છોડી. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

શાહરૂખ ખાન આ ફિલ્મ પહેલા 7 અન્ય ફિલ્મો કરી ચૂક્યો હતો. પરંતુ તેને એવી ઓળખ મળી નહતી. 'બાઝીગર' ફિલ્મ માટે જ્યારે અજય દેવગણ, સલમાન ખાન, અક્ષયકુમારે ના પાડી તો અબ્બાસ મસ્તાનની ઓફિસમાં શાહરૂખ ખાન તે સમયે કોઈ બીજી ફિલ્મ માટે વાત કરવા ગયો હતો. શાહરૂખ ખાન સાથે 'બાઝીગર' ફિલ્મ માટે પણ વાત કરવામાં આવી. કારણ કે તેઓ વિક્કી મલ્હોત્રાની ભૂમિકા માટે દિલ્હીના કોઈ છોકરાને શોધી રહ્યા હતા. તે સમયે આપસી સહમતીથી આ રોલ શાહરૂખ ખાનને ઓફર થયો હતો. શાહરૂખ ખાને પણ જ્યારે સ્ક્રિપ્ટ સાંભળી તો આ વાર્તા ખુબ ગમી અને હા પાડી દીધી. 

આ ફિલ્મથી શાહરૂખ ખાનનો સિતારો એવો તે ચમકી ગયો કે ફિલ્મે તેને ફિલ્મફેરનો બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ અપાવ્યો અને શાહરૂખ ખાનને એક પછી એક ફિલ્મો ઓફર થવા લાગી હતી. આ ફિલ્મ બાદ શાહરૂખ ખાન એકવાર ફરીથી નેગેટિવ પાત્રમાં જોવા મળ્યો અને તે ફિલ્મ હતી 'ડર'. સતત સુપરહીટ ફિલ્મોના કારણે બોલીવુડમાં એક નવા સુપરસ્ટારનો જન્મ થયો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news