#MeToo : આલોક નાથ પર લાગેલા આરોપ મામલે હિમાની શિવપુરીએ કરી મોટી વાત

છેલ્લા કેટલાક દિવસોથી બોલિવૂડથી માંડીને સાહિત્ય તેમજ પત્રકારત્વજગતના અનેક નામ #MeToo મામલે સામે આવ્યા છે

#MeToo : આલોક નાથ પર લાગેલા આરોપ મામલે હિમાની શિવપુરીએ કરી મોટી વાત

નવી દિલ્હી : છેલ્લા કેટલાક દિવસોથી બોલિવૂડથી માંડીને સાહિત્ય તેમજ પત્રકારત્વજગતના અનેક નામ #MeToo મામલે સામે આવ્યા છે. આ યાદીમાં સૌથી પહેલું ચોંકાવનારું નામ આલોક નાથનું આવ્યું હતું. આલોક પર કુલ ત્રણ મહિલાઓએ શારીરિક શોષણનો આરોપ મૂક્યો હતો. હવે આલોક સાથે અનેકવાર કામ કરી ચૂકેલી હિમાની શિવપુરીએ મહત્વનું નિવેદન આપ્યું છે. 

‘હમ સાથ-સાથ હૈં’, ‘પરદેસ’, ‘કભી ખુશી કભી ગમ’ જેવી ફિલ્મો તેમજ ‘ઘર એક સપના’ જેવા ટીવી શોમાં આલોક નાથ જેવી કામ કરી ચૂકેલી હિમાનીએ જણાવ્યું છે કે તેની સાથે આલોક નાથનો વ્યવહાર હંમેશા સારો રહ્યો છે પણ બીજી અભિનેત્રીઓ પાસેથી તેમના ગેરવર્તનના કિસ્સા સાંભળવા મળ્યા છે. હિમાનીના દાવા પ્રમાણે આલોકનું ચરિત્ર બેવડું છે અને તેમનો વ્યવહાર ફિલ્મી દુનિયામાં ‘ખુલ્લું રહસ્ય’ હતું. 

આખા દેશમાં ચાલી રહેલા #MeToo કેમ્પેઇન દરમિયાન બે દિવસ પહેલાં ડિરેક્ટર અને ફિલ્મમેકર વિંતા નંદાએ બોલિવૂડના 'સંસ્કારી'ત એક્ટર આલોક નાથ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. એ પછી ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ સંધ્યા મૃદુલ તેમજ દીપિકા અમીને પણ આલોક નાથે કરેલા દુર્વ્યવહારની ઘટના જાહેર કરી છે. સંધ્યાએ વિંતાને સમર્થન આપતા જણાવ્યું છે કે તે આલોક નાથ સાથે તે એક ટેલિફિલ્મમાં કામ કરી રહી હતી ત્યારે તેને આ ચોંકાવનારો અનુભવ થયો હતો. આલોક નાથ પર હમ સાથ સાથ હૈના ક્રુ મેમ્બરે પણ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આ સિવાય ફિલ્મ હમ સાથ સાથ હૈની ક્રુ મેમ્બરે જણાવ્યું કે અમે ફિલ્મના એક રાતના સીનનું શૂટિંગ કરી રહ્યા હતા. મેં આલોક નાથને ચેન્જ કરવા માટે તેમના હાથમાં કોસ્ચ્યુમ આપ્યા તો તેઓ ચેન્જિંગ રૂમમાં જવાની જગ્યાએ મારી સામે જ કપડાં બદલવા લાગ્યા. ક્રુ મેમ્બરે આગળ જણાવ્યું કે, જ્યારે હું તે રૂમમાંથી બહાર જવા લાગી તો તેમણે મારો હાથ પકડીને મને રોકી લીધી અને મારી સાથે જબરજસ્તી કરવાની કોશિશ કરવા લાગ્યા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news