Heeramandi: હીરામંડીની ચારેબાજુ ચર્ચા, પણ થઈ ગઈ આ મસમોટી ભૂલ! શું તમારા ધ્યાનમાં આવી? 

Viral News: સંજય લીલા ભણસાલીની મેગ્નમ ઓપસ સીરીઝ હીરામંડી હાલ ખુબ ચર્ચામાં છે. સીરીઝને લઈને લોકોમાં વાતો પણ થઈ રહી છે. કોઈને તે ખુબ સારી લાગે છે તો અનેક યૂઝર્સે તો તેમાં ભૂલો પણ શોધી કાઢી છે.

Heeramandi: હીરામંડીની ચારેબાજુ ચર્ચા, પણ થઈ ગઈ આ મસમોટી ભૂલ! શું તમારા ધ્યાનમાં આવી? 

સંજય લીલા ભણસાલીની મેગ્નમ ઓપસ સીરીઝ હીરામંડી હાલ ખુબ ચર્ચામાં છે. સીરીઝને લઈને લોકોમાં વાતો પણ થઈ રહી છે. કોઈને તે ખુબ સારી લાગે છે તો અનેક યૂઝર્સે તો તેમાં ભૂલો પણ શોધી કાઢી છે. હીરામંડીને ડાયરેક્ટ કરનારા ભણસાલીને લોકો ભલે પરફેક્શનીસ્ટનો ટેગ આપતા હોય પરંતુ બાજ નજર ધરાવતા યૂઝર્સની નજરોથી ભૂલો છૂપાતી નથી. હવે આ તસવીરો હાલ ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહી છે. 

હીરામંડીનો સેટ લાહોરનો દેખાડવામાં આવ્યો છે. અનેક લોકો આ સેટની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી જ્યારે કેટલાક લોકોએ તેમાં પણ ખામી શોધી કાઢી છે અને ઐતિહાસિક રીતે તેને ખોટો ઠેરવે છે. કહાની આઝાદી પહેલાની છે ત્યારે લાહોર કેવું હતું અને હીરામંડીમાં કેવું દેખાડવામાં આવ્યું છે તેના પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. 

No description available.

હીરામંડીનો પોષાક નકલી
સીરીઝમાં કાસ્ટે પહેરેલા જે આઉટફીટ્સ જોઈને પ્રશંસા કરતા લોકો થાકતા નહતા તે પણ અસલ જેવા દેખાતા નથી. યૂઝર્સના જણાવ્યાં મુજબ ભણસાલી પોતાના રિસર્ચમાં ચૂકી ગયા. એક યૂઝરે લખ્યું કે ભણસાલીજી લગ્નના દોરમાં પહોંચી ગયા. તવાયફો પાસે એટલી ફાઈનાન્શિયલ સિક્યુરિટી ન હતી કે આટલા મોંઘા ઘરેણા પહેરી શકે. અને આ શું બ્લાઉઝની ડિઝાઈન છે, સાડી, ચણિયો કે ઘાઘરો? પંજાબી ડ્રેસ પણ છે કેટલાક તો કદાચ. કેટલાક લોકોએ નવાબો અને ઈંગ્લિશમેનના આઉટફિટ્સ ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે. 

આ મોટી ભૂલ?
નેટફ્લિક્સ પર રીલીઝ થયેલી હીરામંડીની કહાની સ્વતંત્રતા પૂર્વના યુગ પર આધારિત છે. આમ છતાં એક સીન છે જેમાં સોનાક્ષી સિન્હાનું પાત્ર ફરીદન એક ઉર્દૂ અખબાર વાંચે છે. જેમાં કોવિડ 19 વારંગલ નગર નિગમ ચૂંટણી, અને યુવા કોંગ્રેસ માસ્ક ડિસ્ટ્રિબ્યુશન યોજના જેવી ઈવેન્ટ્સ વિશે જણાવાયું છે.  આ ઉપરાંત અખબાર 1920ના દાયકામાં ઉપયોગમાં લેવાતી પ્રિન્ટની જગ્યાએ નવા પ્રકારથી પ્રિન્ટ થયેલું દેખાય છે.

No description available.

લાઈબ્રેરી પણ બરાબર નહીં?
 આ ઉપરાંત અદિતિ રાવ હૈદરીના એક સીનમાં ડાયરેક્ટરથી ભૂલ થઈ છે એવું યૂઝરનું કહેવું છે. હીરામંડીના એક સીનમાં અદિતિ રાવ હૈદરી લાઈબ્રેરીમાં દેખાય છે. અહીં પીર એ કામિલ નામનું પુસ્તક દેખાય છે. જે 2004માં પબ્લિશ થયું હતું. જો કે યૂઝરે આ ભૂલ માફ કરતા એમ પણ લખ્યું છે કે કઈ વાંધો નહીં પરંતુ તે ગલી ગ્લેમરની નહીં પરંતુ ઉત્પીડન, ગુલામી અને ગંદી ગરીબીની છે. તેને તો ઓછામાં ઓછું એવું જ દેખાડવું હતું જેવું તે હતું. તમે ફક્ત એક ગૂગલ પર ક્લિકથી છેટે હતા. સચ્ચાઈ સામે આવી જાત. 

— Hamd Nawaz (@_SophieSchol) May 3, 2024

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news