NEHA KAKKAR BIRTHDAY: પિતા સમોસા વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા, દીકરી છે યંગ જનરેશનમાં સૌથી લોકપ્રિય ગાયિકા

બોલિવુડની સિંગિંગ સેન્સેશન નેહા કક્કર(NEHA KAKKAR)ને આજે ઓળખની જરૂર નથી, નેહા કક્કર કેટલી લોકપ્રિય છે તેનો અંદાજો તેના સોશિયલ મીડિયાના ફોલોઅર્સ અને તેની પોસ્ટ પર જોવા મળતી લાઈક્સ અને કોમેન્ટસના આધારે લગાવી શકાય છે.

NEHA KAKKAR BIRTHDAY: પિતા સમોસા વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા, દીકરી છે યંગ જનરેશનમાં સૌથી લોકપ્રિય ગાયિકા

ઝી બ્યૂરો, અમદાવાદ: બોલિવુડની સિંગિંગ સેન્સેશન નેહા કક્કર(NEHA KAKKAR)ને આજે ઓળખની જરૂર નથી, નેહા કક્કર કેટલી લોકપ્રિય છે તેનો અંદાજો તેના સોશિયલ મીડિયાના ફોલોઅર્સ અને તેની પોસ્ટ પર જોવા મળતી લાઈક્સ અને કોમેન્ટસના આધારે લગાવી શકાય છે.  6 જૂન એટલે નેહા કક્કરનો જન્મદિવસ, આ વર્ષે નેહા 33મો જન્મદિવસ મનાવી રહી છે. ગત વર્ષ લગ્નના તાંતણે બંધનાર નેહા કક્કરનો આજે લગ્ન પછીનો પહેલો જન્મદિવસ છે. આજે કરોડો રૂપિયામાં રમનારી નેહાનું બાળપણ ખૂબ સંઘર્ષમાં પસાર થયું છે.

નેહા કક્કર ભલે આજે લોકપ્રિયતાની ટોચ પર હોય પરંતું તેનું બાળપણ ઘણી મુશ્કેલીમાંથી પસાર થયું છે.  નેહા જ્યારે સ્કુલમાં હતી ત્યારે તેના પિતા સ્કુલની બહાર સમોસા વેચી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. નેહા કક્કરના પિતાની સાથે તેમની બહેન સોનુ કક્કર( SONU KAKKAR) સ્કુલની બહાર સમોસા વેચતી હતા. તે સમયે સ્કુલના અન્ય વિદ્યાર્થીઓ નેહા કક્કરની મજાક ઉડાવતા હતા.

કાલા ચશ્મા, લડકી બ્યુટીફૂલ, આંખ મારે, સની સની, દિલબર દિલબર, ગરમી સહિત અનેક સુપરહિટ ગીતો ગાનાર નેહા કક્કર યુવાઓમાં સૌથી વધારે લોકપ્રિય છે. નેહા કક્કરે પોતે રિયાલિટી શોઝમાં આ વાત જણાવી હતી. નેહા કક્કરે માત્ર 4 વર્ષની ઉમરે ગાવાનું શરૂ કરી દીધું અને 16 વર્ષની ઉમર સુધી તે રાત્રે જાગરણમાં ભજન ગાતી હતી. નેહા કક્કર ભજન ગાતા ગાતા નાચતી પણ હતી. તે સમયે લોકો પણ નેહા કક્કરના ભજનમાં ઝૂમવા લાગતા હતા. તેથી તો નેહા કક્કરના ગીતો ડી.જે પાર્ટીમાં કે લગ્નમાં નેહા કક્કરના ગીતો સતત વાગતા રહે છે.

Neha Kakkar | Zee News

બોલિવુડમાં ગીતો ગાવાનું શરૂ કર્યુ તે પહેલા નેહા કક્કર ધાર્મિક કાર્યક્રમમાં ગીતો ગાતી હતી, નેહા કક્કર અને તેની મોટી બહેન સોનુ કક્કરના બાળપણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બંને બહેન ભજન મંડળીમાં મસ્તી ભરેલા અંદાજમાં જોવા મળી. નેહા તે સમયે પણ તેના હાસ્યથી લોકોના દિલ જીતતી હતી.

ઉત્તરાખંડના ઋષિકેશમાં નેહા કક્કરનો જન્મ થયો ત્યારબાદ દિલ્લીમાં અને પછી મુંબઈ સુધીનો સફર રહ્યો. નેહા કક્કરે વર્ષ 2006માં રિયાલિટી શો 'ઈન્ડિયન આઈડલ' થી શરૂઆત કરી હતી. નેહા કક્કર આ રિયાલિટી શો જીતી નહોંતી. નેહાએ વર્ષ 2008માં આલ્બમ 'નેહા ધ રોકસ્ટાર' લોન્ચ કર્યો હતો. નેહાને અસલી ઓળખ કોકટેલનું ગીત 'સેકન્ડ હેન્ડ જવાની'થી મળી.

Neha Kakkar sizzles in a black shimmery saree | People News | Zee News

નેહા કક્કર અને તેના ભાઈ ટોની કક્કરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે ત્રણેય ભાઈ-બહેનોએ ખૂબ મહેનત કરીને આ સફળતા મેળવી છે. ટોનીએ કીધુ હતું કે- તે અને સોનુ કક્કર મુંબઈમાં આવ્યા ત્યારે નેહા ઋષિકેશમાં જાગરણમાં ગાતી હતી. મુંબઈમાં તે સમયે અમારા પાસે ભાડુ ચૂકવવા માટે રૂપિયા નહોંતા. અમારા ખર્ચા નેહા કક્કર ઉપાડતી હતી. નેહા અમને ઋષિકેશથી રૂપિયા મોકલતી હતી.

નેહા કક્કરે રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા છે, રોહનપ્રીત સાથે સંબંધમાં આવતા પહેલા નેહા અભિનેતા હિમાંશ કોહલી સાથે રિલેશનમાં હતી. એક ગીતના રેકોર્ડ દરમિયાન બંને મળ્યા હતા. નેહા કક્કરના ગીતોને બીજીતરફ જૂના ગીતો અને 90ના દાયકાના ગીતોના પ્રશંસક વર્ગ હજી સ્વીકારવા તૈયાર નથી તે વર્ગના મતે નેહાના મોટાભાગના ગીતો જૂના સુપરહિટ ગીતોના રિમેક જ હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news