'છેલ્લો દિવસ' વાળી જોડી હવે હંમેશા રહેશે સાથે, ઈન્સ્ટાગ્રામ પર કન્ફર્મ કરી રિલેશનશીપ

યશ સોની એટલે છેલ્લો દિવસનો નિક અને જાનકી બોડીવાલા એટલે પૂજાની ફિલ્મમાં તો જોડી જોરદાર લાગતી હતી. પરંતુ રિયલ લાઈફમાં પણ આ બંનેની જોડી જામી છે. કેમ કે બંને કપલે સોશિયલ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર સ્વીકાર કર્યો છે કે બંને એકબીજાને ડેટ કરે છે.

'છેલ્લો દિવસ' વાળી જોડી હવે હંમેશા રહેશે સાથે, ઈન્સ્ટાગ્રામ પર કન્ફર્મ કરી રિલેશનશીપ

ઝી બ્યૂરો, અમદાવાદ: તમે અર્બન ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસ જોઈ છે કે નહીં. જો, હા તો તેમાં યશ સોની એટલે ફિલ્મનો નિખિલ-નિકને તો જાણતા હશો. અને કોલેજની સૌથી સુંદર છોકરી એટલે પૂજા (રિયલ લાઈફમાં જાનકી બોડીવાલા). કોલેજના પહેલા દિવસથી એકબીજાને પસંદ કરતાં બંને પ્રેમી છેલ્લા દિવસે એકબીજાને પ્રપોઝ કરે છે. અને બંનેની જોડી બની જાય છે. પરંતુ આ જ પ્રેમી જોડી હવે રિયલ લાઈફમાં પણ જોવા મળશે. કેમ કે યશ સોની અને જાનકી બોડીવાલાએ કન્ફર્મ કર્યું છેકે તેઓ એકબીજાને ડેટ કરે છે. ફિલ્મમાં એક ગીત આવે છે કે કહેવું ઘણું ઘણું છે.. પરંતુ રિયલ લાઈફમાં બંનેએ એકબીજાને ઘણું કહી દીધું છે.

ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા ગૂડ ન્યૂઝ:
યશ સોની અને જાનકીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગૂડ ન્યૂઝ શેર કરતાં લખ્યું કે 1+1= પરિવાર. ઉફ સમસ્યાઓ હોવા છતાં આ વાતની જાહેરાત કરતાં આનંદ થઈ રહ્યો છે કે અમે એકસાથે ખુશ છીએ. અમારા પરિવારના આશીર્વાદની સાથે જીવનની આ સુંદર સફર પર તમારી શુભેચ્છાઓ અમારા પર વરસાવતા રહેજો. વધુ તસવીરો ઝડપથી આવશે. જોડાયેલા રહેજો.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yash Soni (@actoryash)

 

સાથી કલાકારોએ બંનેના આપ્યા અભિનંદન:
પોસ્ટ પર કોમેન્ટ કરતાં દીક્ષા જોશીએ રેડ હાર્ટનું ઈમોજી કર્યું છે. ઈશા કંસારા, ભવ્ય ગાંધી. સિંગર જીગરદાન ગઢવી વગરેએ યશ અને પૂજાને અભિનંદન પાઠવ્યા છે.

બંને શું કરે છે:
યશ સોની છેલ્લો દિવસ પછી ચાલ જીવી લઈએમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ સુપરહીટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં જે રીતે સિદ્ધાર્થ રાંદેરિયા અને યશ સોનીએ રોલ ભજવ્યો હતો. જેને જોઈને અનેકની આંખોમાં આંસુ આવી ગયા હતા. પાપા પગલી અને ચાંદને કહો આજે પણ લોકોના ફોનમાં રિંગટોન સ્વરૂપે સાંભળવા મળે છે. જ્યારે જાનકી ઓ તારી, તંબુરો, છૂટી જશે છક્કા અને તારી માટે વન્સ મોર જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આ સિવાય તે મ્યૂઝિક વીડિયો રાધાને શ્યામમાં જોવા મળી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news