આ સુપરસ્ટાર જેવો પૃથ્વી પર જોયો નહી હોય પુત્ર, કળિયુગમાં માતાના પગ ધોઇને પીતા હતા પાણી

Sunita Revelation On Govinda Mother: બોલિવૂડ એક્ટર ગોવિંદા તેમની માતાને ખૂબ પ્રેમ કરે છે અને તે ઘણી વખત વ્યક્ત કરી ચૂક્યા છે. ગોવિંદા માતાને ખુબ માન આપે છે અને તેમની સમગ્ર દુનિયા તેમના પગમાં રહેતી હતી. ગોવિંદા ફિલ્મોથી દૂર છે, પરંતુ રિયાલિટી શોમાં તેમની હાજરી જોવા મળે છે.

આ શોઝમાં તે ઘણીવાર તેમના જીવન સાથે જોડાયેલી વાતો કરતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, ગોવિંદાના પિતા અરુણ આહુજા પણ જાણીતા એક્ટર હતા અને તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. જ્યારે ગોવિંદાની માતા નિર્મલા પ્રખ્યાત ગાયિકા હતી. ભલે ગોવિંદાની માતા હવે આ દુનિયામાં નથી, પરંતુ અભિનેતા તેમને હજુ પણ યાદ કરે છે.

No description available.

માતાને માને છે ભગવાન
ગોવિંદા તેની માતાને ભગવાનની જેમ પૂજતા હતા. તેઓ તેને ખૂબ માન આપતા. કપિલ શર્માના શોમાં ગોવિંદાની પત્ની સુનીતાએ એક કિસ્સો સંભળાવ્યો હતો. ગોવિંદા વિશે વાત કરતાં કપિલને કહ્યું, "જ્યારે હું લગ્ન કરીને ઘરે આવી હતી, ત્યારે તેમણે સૌથી પહેલા કહ્યું હતું કે મારી માતાની ઈચ્છા સિવાય આ ઘરમાં એક પાંદડું પણ હલતું નથી. હું પણ તે વખતે ગોવિંદાના પ્રેમમાં ડુબેલી હતી. મે આ વાતનો કોઈ અફસોસ ના કર્યો. અને મે સ્વીકારી લીધુ. 

No description available.

ગોવિંદાથી સારો પુત્ર નથી જોયો
સુનીતા આગળ કહે છે, "ગોવિંદા તેમની માતાને દુનિયામાં સૌથી વધુ પ્રેમ કરે છે. મેં ગોવિંદા કરતાં સારો પુત્ર ક્યારેય જોયો નથી. તે સારો પતિ છે, પરંતુ પુત્ર તેના જેવો હોવો જોઈએ. આવો પુત્ર નસીબથી જ કોઈને મળે છે. 

આ પણ વાંચો

હવે પછીના જીવનમાં હું ઈચ્છું છું કે ગોવિંદા મારો દીકરો બને." સુનીતાએ આ દરમિયાન એ પણ કહ્યું કે ગોવિંદા દરેક જન્મદિવસ પર તેની માતાના પગ ધોતા અને પાણી પીતા હતા. સુનિતા કહે છે કે તેને આવો પતિ મળે કે ના મળે પણ ચોક્કસ પુત્ર તે આના જેવું હોવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news