TMKOC: તારક મહેતા શોના ફેન્સ માટે ખુશખબરી, હવે આ એક્ટ્રેસ બનશે દયાબેન

Taarak Mehta Ka Ooltah Chashmah: છેલ્લા ઘણા વર્ષોથી ફેન્સ ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની વાપસીની રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, શામાં આ પાત્ર એક્ટ્રેસ દિશા વાકાણી નિભવતા હતા, પરંતુ તેમણે વર્ષ 2017 માં આ શોમાંથી બ્રેક લીધો છે.

TMKOC: તારક મહેતા શોના ફેન્સ માટે ખુશખબરી, હવે આ એક્ટ્રેસ બનશે દયાબેન

Aishwarya Sakhuja to play Dayaben: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેન્સ લાંબા સમયથી શોમાં દયાબેનને મિસ કરી રહ્યા છે. પહેલા દયાબેનનું પાત્ર એક્ટ્રેસ દિશા વાકાણી નિભવતા હતા. જોકે, તેમને શો છોડે લગભગ ચાર વર્ષ થઈ ગયા છે. દયાબેનના પાત્ર નિભાવી દિશાએ ઘર-ઘરમાં પોતાની ઓળખ ઉભી કરી છે. પરંતુ આટલા વર્ષ બાહ દિશા વાકાણી હવે શોમાં પાછા આવવા માંગતા નથી. શોના મેકર્સે આગળ વધવાનો નિર્ણય કરી લીધો છે. થોડા સમયથી નવી દયાબેન માટે ઓડિશન ચાલી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મેકર્સને નવી દયાબેન મળી ગઈ છે. સમાચાર છે કે આ પાત્ર માટે એક્ટ્રેસ એશ્વર્યા સખુજાને પસંદ કરવામાં આવી છે.

એશ્વર્યા સખુજા બનશે દયાબેન
એક સુત્રએ ઝૂમ ટીવી ડિજિટલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, એશ્વર્યા સખુજા તે એક્ટ્રેસોમાંથી એક હતી, જેમને દયાબેનના પાત્ર માટે શોર્ટ લિસ્ટ કરવામાં આવી હતી. તેણે દેખીતી રીતે લુક ટેસ્ટમાં પણ સારો દેખાવ કર્યો હતો. સુત્રોએ જણાવ્યું કે શોના પ્રોડ્યુસર એવી એક્ટ્રેસને શોધમાં હતા જે દયાના પાત્રને સરળતાથી અપનાવી શકે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક કલ્ટ શો છે અને ફેન્સ અત્યારે પણ દયાબેને મિસ કરી રહ્યા છે. તેમને લાગે છે કે એશ્વર્યા આ પાત્રમાં સારી રીતે ફિટ થઈ શકે છે.

આ લોકોએ છોડ્યો શો
તમને જણાવી દઈએ કે, તારક મહેતાની ભૂમિકા નિભાવનાર શૈલેશ લોઢએ તાજેતરમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડી દીધો છે. તે શોની શરૂઆતથી જ તેનો ભાગ હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શૈલેશ ફરી એકવાર શોમાં વાપસી કરી શકે છે. જો કે, હજુ સુધી મેકર્સ તરફથી આ વાતની કોઈ જાણકારી આપવામાં આવી નથી. શૈલશ ઉપરાંત, રાજ અનડકટ પણ શોને બાયબાય કહી ચુક્યો છે. તે આ સીરિયલમાં ટિપેંદ્ર જેઠાલાલ ગડા ઉર્ફ ટપુની ભૂમિકા નિભવતો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news