બોલીવુડની આ સિંગરે વર્ષો બાદ બચ્ચન પરિવારની વહુ વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો શું કહ્યું?
બોલીવુડની એક સિંગરે બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય બચ્ચન અંગે એક એવો દાવો કર્યો છે કે દંગ રહી જશો. તેણે દાવો કર્યો છે કે ઐશ્વર્યા પહેલા આવી નહતી.
Trending Photos
ઐશ્વર્યા રાય બચ્ચન બોલીવુડની એવી અભિનેત્રીઓમાંથી એક છે જેણે નાની ઉંમરે જ ફેમનો સ્વાદ ચાખી લીધો હતો. એક જમાનો હતો જ્યારે ઐશ્વર્યા રાયની સુંદરતાએ દુનિયાને પાગલ કરી નાખી હતી. લોકો તો ઐશ્વર્યા રાયની બોલીના પણ ચાહક હતા. જો કે સમય સાથે બધુ બદલાતું ગયું. હવે તો ઐશ્વર્યા રાય પોતાની પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં વધુ રહે છે. સમય સાથે હવે ઐશ્વર્યા રાયમાં પણ ઘણો ફેરફાર આવી ગયો છે. આવું અમે નથી કહેતા પરંતુ આ વાતનો ખુલાસો બોલીવુડની જાણીતી સિંગર કરે છે. અહીં અમે સોના મહાપાત્રા વિશે વાત કરીએ છે જેણે હાલમા જ ઐશ્વર્યા રાય વિશે એક કમેન્ટ કરી છે.
સોના મહાપાત્રાનો દાવો
સોના મહાપાત્રાએ દાવો કર્યો છે કે ઐશ્વર્યા રાય ફેમ મળ્યા બાદ ખુબ બદલાઈ ગઈ. ઐશ્વર્યા રાય વિશે વાત કરતા સોના મહાપાત્રાએ Love Lingo યુટ્યુબ શોમાં કહ્યું કે, "જો કોઈ વ્યક્તિ બીચારો હોય તો તેને નવી જગ્યાએ ઢળી જવામાં મુશ્કેલી પડતી નથી. મને યાદ છે કે હું બોમ્બેમાં એનઆઈડીની એન્ટ્રન્સ એક્ઝામ આપવા માટે આવી હતી. અહીં મારી મુલાકાત ઐશ્વર્યા રાય સાથે થઈ હતી. તે સમયે તે ત્યાં આર્કિટેક્ચરનો અભ્યાસ કરતી હતી. તે મારાથી ઉંમરમાં ઘણી મોટી છે. તે તે જમાનામાં ખુબ સુંદર લાગતી હતી. તે સ્માર્ટ હતી. તેને ખબર હતી કે સારી રીતે વાત કેવી રીતે કરવી. પછી એક સમય એવો આવ્યો કે જ્યારે હું ઐશ્વર્યા રાયને જોઈને ચોંકી ગઈ. મે વિચાર્યું કે આ એ છોકરી નથી જેને હું જાણું છું. મિસ વર્લ્ડ બન્યા બાદ તે ખુબ બદલાઈ ગઈ છે. ઐશ્વર્યા રાય જે ઈન્ડસ્ટ્રીથી બિલોંગ કરે છે ત્યાં તમારું વધુ સ્માર્ટ હોવું જરૂરી નથી પરંતુ તે છે. તે પહેલા ખુબ ખુશ રહેતી હતી. તે તેનો દોર હતો. અહીં ખોટી પણ હોઈ શકું છું. પરંતુ મે તેનામાં બદલાવ જોયો છે."
મિસ વર્લ્ડ બનવા માટે છોડ્યો અભ્યાસ
નોંધનીય છે કે ઐશ્વર્યા રાયે મિસ વર્લ્ડ બનવા માટે અભ્યાસ છોડ્યો હતો. વર્ષ 1994માં ઐશ્વર્યા રાયને મિસ વર્લ્ડ બનવાની તક મળી હતી. ત્યારબાદ મણિરત્નમની ફિલ્મ 'ઈરુવર'થી ફિલ્મોમાં ડગ માંડ્યા. ત્યારબાદ ઐશ્વર્યાની 'ઔર પ્યાર હો ગયા' બોલીવુડ ફિલ્મ પણ રિલીઝ થઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે