Stock Picks For 2025: આવી ગયો સેન્સેક્સ-નિફ્ટીનો ટાર્ગેટ, નવા વર્ષમાં આ શેર કરાવશે જોરદાર કમાણી
Sensex-Nifty Target For 2025: આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટ રિસર્ચ પ્રમાણે સેન્સેક્સ 64300 તો નિફ્ટી 28300 રૂપિયાની સપાટી વટાવી શકે છે.
Trending Photos
Best Stocks For 2025: વર્ષ 2024 ભારતીય શેર બજારના ઈન્વેસ્ટરો માટે ઉતાર-ચઢાવ ભરેલું રહ્યું છે. નિફ્ટીએ 26300નો નવો હાઈ બનાવ્યો પરંતુ ઈન્ડેક્સે પોતાના ગેનને ઘટાડામાં ગુમાવી દીધો અને આશરે 10 ટકાનું રિટર્ન નિફ્ટીએ આ વર્ષે પોતાના ઈન્વેસ્ટરોને આપ્યું છે. મિડ અને સ્મોલકેપ સ્ટોક્સે જોરદાર પ્રદર્શન કર્યું છે અને 2024માં 25 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. પરંતુ હવે આપણે 2025માં પ્રવેશ કરી રહ્યાં છીએ તો ઈન્વેસ્ટરોના મનમાં એક સવાલ છે કે 2025માં બજાર કેવું રિટર્ન આપશે.
સેન્સેક્સ 94300 અને નિફ્ટી 28300 સુધી જશે
આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટ રિસર્ચ (ICICI Direct Research)પ્રમાણે નિફ્ટી 2025માં 28300ના આંકડાને ટચ કરી શકે છે તો સેન્સેક્સ 2025માં 94300 સુધી જાય તેવી સંભાવના છે. એટલે કે બજાર 2025માં ડબલ ડિજિટનું રિટર્ન આપી શકે છે અને તાજેતરનો ઘટાડો બજારમાં લાંબાગાળાના રોકાણકારોને સારી તક પ્રદાન કરી શકે છે. તેવામાં આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટ રિસર્ચ 2025 માટે ઈન્વેસ્ટરોના રોકાણ કરવા માટે 8 એવા સ્ટોક્સ પસંદ કર્યાં છે જે શાનદાર રિટર્ન આપી શકે છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પર બુલિશ ICICI Direct
પોતાની રિસર્ચ નોટમાં આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટે 2025 માટે જે પહેલો સ્ટોક પસંદ કર્યો છે તે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (Mahindra & Mahindra) છે. રિપોર્ટ પ્રમાણે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો સ્ટોક 3600 રૂપિયા સુધી જઈ શકે છે. વર્તમાન લેવલ 3049 રૂપિયાથી શેર 18 ટકાનું રિટર્ન આપી શકે છે. આ લિસ્ટમાં બીજો સ્ટોક છે કેએનઆર કન્સ્ટ્રક્શન (KNR Construction)જે ઈન્વેસ્ટરોને 24 ટકા રિટર્ન આપી શકે છે અને સ્ટોક 390 રૂપિયા સુધી જઈ શકે છે, જે વર્તમાનમાં 315 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે.
ફાર્મા-હેલ્થકેર સ્ટોક્સ આપશે શાનદાર રિટર્ન
આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટે ત્રીજો સ્ટોક પીરામલ ફાર્મા (Piramal Pharma)પસંદ કર્યો છે, જે 26 ટકાના વધારા સાથે 320 રૂપિયા સુધી જઈ શકે છે, વર્તમાનમાં આ શેરની કિંમત 255 રૂપિયા છે. નારાયણ હ્રદયાલય (Narayana Hrudalaya)નો શેર પોતાના ઈન્વેસ્ટરોને 23 ટકાનું રિટર્ન આપવાની સાથે 1600 રૂપિયા સુધી જઈ શકે છે, જેની વર્તમાનમાં કિંમત 1297 રૂપિયા આસપાસ છે.
આદિત્ય બિરલા AMC-Ramco સિમેન્ટ્સ ઉત્તમ વળતર આપશે
આદિત્ય બિરલા AMCનો શેર રૂ. 985 સુધી જઈ શકે છે અને રૂ. 817ના સ્તરથી 21 ટકાનો ઉછાળો આપી શકે છે. રામકો સિમેન્ટનો શેર 22 ટકાના ઉછાળા સાથે રૂ. 1180 સુધી જઈ શકે છે જે રૂ. 966 પર ટ્રેડ થઈ રહ્યો છે.
L&T અને ટેક્નો ઈલેક્ટ્રિકનો સ્ટોક ખરીદવાની સલાહ
એલ એન્ડ ટી (Larsen & Toubro)ના શેરમાં પણ જોરદાર તેજી આવી શકે છે અને 18 ટકાના ગેનની સાથે 4262 રૂપિયા સુધી જઈ શકે છે જે 3608 રૂપિયાના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. ટેક્નો ઈલેક્ટ્રિક એન્ડ એન્ડ એન્જિનિયરિંગ (Techno Electric and Engineering)આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટના તે સ્ટોક્સના લિસ્ટમાં સામેલ છે, જે 23 ટકાની અપસાઇડની સાથે 1920 રૂપિયા સુધી જઈ શકે છે, જે અત્યારે 1560 રૂપિયાના લેવલ પર કારોબાર કરી રહ્યો છે.
((ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના સંભવિત પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે