Sadhna Yadav Health News: મુલાયમસિંહ યાદવની પત્ની સાધના યાદવની હાલત ગંભીર, 4 દિવસથી હોસ્પિટલમાં દાખલ

Sadhna Yadav Admitted In Hospital: મુલાયમસિંહ યાદવની બીજી પત્ની સાધના યાદવની તબીયત ખરાબ થઈ ગઈ છે અને તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Sadhna Yadav Health News: મુલાયમસિંહ યાદવની પત્ની સાધના યાદવની હાલત ગંભીર, 4 દિવસથી હોસ્પિટલમાં દાખલ

Sadhna Yadav's Health Update: મુલાયમસિંહ યાદવની પત્ની સાધના યાદવની તબીયત ખરાબ થઈ છે. તેમની હાલત ગંભીર છે. સાધના યાદવ છેલ્લા 4 દિવસથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ છે. તમને જણાવી દઇએ કે, મુલાયમસિંહ યાદવની પત્ની સાધના યાદવ ક્રિટિકલ આઇસીયુ-5 માં દાખલ છે. સાધના યાદવ છેલ્લા ઘણા સમયથી બીમાર છે. હાલ દવાઓથી પણ તબીયતમાં સુધારો જોવા મળી રહ્યો નથી.

બે વર્ષ પહેલા કોરોના સંક્રમિત થઈ હતી સાધના યાદવ
તમને જણાવી દઈએ કે, સાધના યાદવ વર્ષ 2020 માં કોરોના વાયરસથી સંક્રમિત પણ થઈ હતી. 14 ઓક્ટોબર 2020 ના સમાચાર આવ્યા હતા કે મુલાયમસિંહ યાદવ અને તેમની પત્ની સાધના યાદવ કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા છે. કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મુલાયમસિંહ યાદવની બીજી પત્ની છે સાધના યાદવ
ઉલ્લેખનીય છે કે સાધના યાદવ, મુલાયમસિંહ યાદવની બીજી પત્ની છે. સાધના યાદવના પુત્રનું નામ પ્રતીક યાદવ છે અને તેમની વહુ અપર્ણા યાદવ છે. અપર્ણા યાદવ ભાજપ નેતા છે. યુપી વિધાનસભા ચૂંટણી 2022 પહેલા જ અપર્ણા યાદવે સપા છોડી ભાજપને સાથ આપ્યો છે. ત્યારે સપા સુપ્રીમો અખિલેશની સાધના યાદવ સાવકી માતા છે.

સાધના યાદવનો પુત્ર રાજનીતિમાં સક્રિય નથી
ત્યારે સાધના યાદવના પુત્ર પ્રતીક યાદવ રિયલ સ્ટેટ બિઝનેસમેન છે. પ્રતીક યાદવ રાજકારણમાં સ્ક્રીય નથી. જોકે, તેમની પત્ની અપર્ણા યાદવે રાજકારણમાં પગ મુક્યો છે. અપર્ણા યાદવ લખનઉની કેંટ બેઠકથી વર્ષ 2017 માં વિધાનસભાની ચૂંટણી લડી ચુકી છે.
(ઇનપુટ- દેવેન્દ્ર ભારદ્વાજ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news