હોલિવૂડના સિનિયર એક્ટરનું અવસાન, 'ધ ગોડફાધર'થી થયા હતા ફેમસ

'ધ ગોડફાધર : પાર્ટ II'માં કૈરમાઇન રોજેટોનો રોલ ભજવનાર કૈરમાઇન કૈરિડીનું નિધન થઈ ગયું છે. તેઓ 85 વર્ષના  હતા.

હોલિવૂડના સિનિયર એક્ટરનું અવસાન, 'ધ ગોડફાધર'થી થયા હતા ફેમસ

નવી દિલ્હી : 'ધ ગોડફાધર : પાર્ટ II'માં કૈરમાઇન રોજેટોનો રોલ ભજવનાર કૈરમાઇન કૈરિડીનું નિધન થઈ ગયું છે. તેઓ 85 વર્ષના  હતા. તેમના પ્રતિનિધિએ ‘વેરાઇટી’ને માહિતી આપી છે કે સેડાર્સ-સિનાઇ હોસ્પિટલમાં કોમામાં રહ્યા પછી મંગળવારે દિગ્ગજ અભિનેતાનું નિધન થઈ ગયું છે. 

નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, 'બ્રોડવેથી માંડીને ફિલ્મ અને ટેલિવિઝનના ફિલ્ડમાં કામ કરનાર કૈરમાઇનને છ દાયકાઓ સુધી દર્શકોનું મનોરંજન કર્યું. તેમની પ્રતિભા, વાકપટુતા તેમજ ઉષ્માસભર વ્યવહાર યાદ આવશે. કૈરમાઇન સીડર્સ સિનાઇ હોસ્પિટલમાં મંગળવારે તેમનું અવસાન થયું છે. તેમણે 'ધ ગોડફાધર : પાર્ટ II'માં મહત્વનો રોલ કર્યો હતો. 

નોંધનીય છે કે 'ધ ગોડફાધર' હોલિવૂડની કલ્ટ ફિલ્મોમાંથી એક છે જેના આજે પણ લાખો ચાહકો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news