મોદી કેબિનેટમાંથી આ મંત્રીઓનું કપાઇ શકે છે પત્તુ! આ સાંસદોની લાગશે લોટરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહ પહેલા તેમના નવા મંત્રીમંડળમાં સામેલ કરવા સંભવિત ચહેરાઓના નામ સામે આવ્યા છે. પરંતુ ધ્યાનમાં લેવાનો મુદ્દો એ છે કે, આ યાદીમાં કેટલાક એવા પણ નામ છે જે વર્ષ 2014માં બનેલી મોદી સરકારમાં સામેલ રહ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહ પહેલા તેમના નવા મંત્રીમંડળમાં સામેલ કરવા સંભવિત ચહેરાઓના નામ સામે આવ્યા છે. પરંતુ ધ્યાનમાં લેવાનો મુદ્દો એ છે કે, આ યાદીમાં કેટલાક એવા પણ નામ છે જે વર્ષ 2014માં બનેલી મોદી સરકારમાં સામેલ રહ્યા છે. પરંતુ આ વખતે તેમના નામની હજુ સુધી કોઇ ચર્ચા થઇ નથી. એવા મહત્વના નામો વિશે અમે તમને જણાવી રહ્યાં છે. જે સાંસદોના મંત્રી બનાવાની ચર્ચા છે તેમને વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી ફોન આવવાના શરૂ થઇ ગયા છે. પરંતુ કેટલાક એવા પણ નામ છે જેમને અત્યાર સુધીની જાણખારી અનુસાર પીએમઓથી ફોન આવ્યો નથી અને કેટલાક એવા પણ છે જેમને પહેલી વખત મંત્રી પદ મળવા જઇ રહ્યું છે.
મોદી સરકારમાં બીજીવાર બનશે મંત્રી
સુષ્મા સ્વરાજ, રાજનાથ સિંહ, રવિશંકર પ્રસાદ, કિરણ રિજ્જુ, સદાનંદ ગૌડા, નરેન્દ્ર સિંહ તોમર, પ્રકાશ જાવડેકર, અર્જૂનરામ મેઘવાલ, જિતેન્દ્ર સિંહ, રામ વિલાસ પાસવાન, પિયૂષ ગોયલ, મુખ્તાર અબ્બાસ નકવી, હરસિમરત કૌર, બાબુલ સુપ્રિયો, સ્મૃતિ ઈરાની, નિર્મલા સીતારમણ, થાવરચંદ ગેહલોત, કિશનપાલ ગુર્જર, સાધ્વી નિરંજન જ્યોતિ, ગજેન્દ્ર શેખાવત, રામદાસ અઠાવલે, ધર્મેન્દ્ર પ્રધાન, પરષોત્તમ રૂપાલા, ગિરિરાજ સિંહ, સંજીવ બાલિયાન, વિકે સિંહ, હરદીપ સિંહ પુરી
મોદી સરકારમાં પહેલી વખત બનશે મંત્રી
કિશન રેડ્ડી, સુરેશ અંગડી, પ્રહલાદ જોશી, રમેશ પોખરિયાલ નિશંક, પ્રહલાદ પટેલ, કૈલાશ ચૌધરી, આરસીપી સિંહ (જનતા દળ યૂનાઇટેડ), શ્રીપદ નાયક, અરવિંદ સાવંત
જેમનું હજુ સુધી નથી આવ્યું નામ
રાજ્યવર્ધન સિંહ રાઠૌર, મહેશ શર્મા, મનોજ સિન્હા, ઉમા ભારતી, જેપી નડ્ડા, ડૌ હર્ષવર્ધન, હંસરાજ આહીર, વિજય ગોપાલ, એસએસ આહલુવાલિયા, શિવ પ્રતાપ શુક્લા, રામ કૃપાલ યાદવ, અશ્વિન ચૌબે, એમજે અકબર, કૃષ્ણા રાજ, અજય ટમ્ટા, સત્યપાલ સિંહ, સુભાષ ભામરે
સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદીની કેબિનેટમાં 65થી 70 મંત્રી સામેલ થઇ શકે છે. જેમાં શિવસેના અને JDUમાંથી 2-2 મંત્રી બનાવવામાં આવી શકે છે. જ્યારે અકાળી દળ અને લોક જનશક્તિ પાર્ટીમાંથી 1-1 મંત્રી બનાવવામાં આવે તેવી સંભાવનાઓ છે. જો કે, AIADMKમાંથી પણ એક મંત્રી બનાવવામાં આવી શકે છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે