'ગંદી બાત' ફેમ અભિનેત્રીને છે ગંભીર બીમારી, ટોપલેસ ફોટો શેર કરીને કહી આ વાત

'ગંદી બાત' ફેમ અભિનેત્રીને છે ગંભીર બીમારી, ટોપલેસ ફોટો શેર કરીને કહી આ વાત

બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક સમય એવો હતો કે અભિનેત્રીઓ પોતાની બીમારીઓ વિશે વાત કરતી નહતી. પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે. હવે અભિનેત્રીઓ ખુલીને પોતાની વાત રજૂ કરે છે અને લોકોને જાગૃત કરવાની કોશિશ કરે છે. વિદ્યા બાલનથી લઈને દીપિકા પાદુકોણ સહિત અનેક એવી એ-લિસ્ટેડ અભિનેત્રીઓ છે જેમણે મોટી મોટી બીમારીઓ વિશે ખુલીને વાત કરી છે. આ યાદીમાં હવે ફ્લોરા સૈનીનું નામ પણ જોડાઈ ગયું છે. અભિનેત્રી ફ્લોરા સૈનીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ટોપલેસ ફોટો શેર કરીને જણાવ્યું કે તે કઈ બીમારી સામે ઝઝૂમી રહી છે. 

અભિનેત્રી ફ્લોરા સૈનીએ ઈન્સ્ટાગ્રામ પર એક ટોપલેસ ફોટો શેર કર્યો અને જણાવ્યું કે તે પોલીસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ સામે ઝઝૂમી રહી છે. જેના કરાણે તેને વજન સંલગ્ન પરેશાનીઓ થાય છે. આ બીમારીના કારણે તેનું વજન ઓછું થતું નથી. પછી ભલે તે અન્ય છોકરીઓની જેમ ભૂખી રહે કે પછી દિવસ રાત જીમમાં જાય. 

ફ્લોરા સૈનીએ પોતાની પોસ્ટમાંલખ્યું છે કે શાળાના દિવસોમાં તે ખુબ જ જાડી હતી. વધેલા વજનના કારણે તેનામાં આત્મવિશ્વાસનો અભાવ હતો. તે જેમ તેમ કરીને અભિનેત્રી બની ગઈ પરંતુ કરિયરની શરૂઆતમાં તેણે અનેક પરેશાનીઓ સામે ઝઝૂમવું પડ્યું. જ્યારે કે કરિયરની શરૂઆત કરી રહી હતી ત્યારે લોકો તેને ઘણું બોલતા હતા અને વજન ઓછું કરવાની સલાહ આપતા હતા. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Flora Saini (@florasaini)

અભિનેત્રી ફ્લોરા સૈનીએ જણાવ્યું કે તે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ઘણી સફળ થઈ છે ત્યારબાદ બાદ પણ તેને એડવર્ટાઈઝમેન્ટ મળતી નહતી કારણ કે લોકોને લાગતું હતું કે તે કોઈ પ્રોડક્ટને પ્રમોટ કરવાને લાયક નથી. ફ્લોરા સૈનીએ પોતાની પોસ્ટમાં એમ પણ લખ્યું કે જવાનીના ઊંબરે ઊભેલી યુવતીઓએ આ બીમારીના કારણે ખુબ પરેશાની અનુભવવી પડે છે. અનેક છોકરીઓ પોતાનું વજન ઘટાડવામાં નિષ્ફળ રહે છે પછી ભલે તે ગમે તેટલું જિમ કરે કે પછી ભૂખી રહે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news