પટનામાં સુશાંત સિંહ રાજપૂતના મોત પર પ્રદર્શન, સલમાન-કરણ જોહરના પૂતળાનું દહન


યુવાઓએ આરોપ લગાવ્યો છે કે સુશાંત સિંહ વિરુદ્ધ ષડયંત્ર કરી તેને આત્મહત્યા માટે મજબૂર કરવામાં આવ્યો છે. 

 પટનામાં સુશાંત સિંહ રાજપૂતના મોત પર પ્રદર્શન, સલમાન-કરણ જોહરના પૂતળાનું દહન

પટનાઃ બોલીવુડ (Bollywood) ખુબ ઓછા સમયમાં પોતાની ઓળખ બનાવી ચુકેલા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)એ રવિવારે અચાનક આત્મહત્યા કરી લીધી હતી. સુશાંત સિંહ રાજપૂતના મોતથી તેના ફેન્સ સહિત બધા લોકો શોકમાં છે અને બોલીવુડ ઇન્ડસ્ટ્રી પર સવાલ ઉઠાવી રહ્યાં છે. 

પટનામાં યુવાનોએ કર્યું પ્રદર્શન
મંગળવારે રાજધાની પટનામાં યુવાઓ દ્વારા સુશાંત સિંહ રાજપૂતને ત્રાસ આપવાનો મામલો ગણાવતા ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 

સલમાન ખાન- કરણ જોહરનું પૂતળા ફૂંકાયા
આ દકમિયાન પ્રદર્શનકારીઓએ ફિલ્મ અભિનેતા સલમાન ખાન (Salman Khan) અને કરણ જોહર (Karan Johar)ના પૂતળાનું દહન કર્યું હતું. સાથે આત્મહત્યા માટે જે લોકો દોષી છે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી હતી. યુવાનોએ પટનાના ઇન્કમ ટેક્સ ચાર રસ્તા પર આ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સાથે તેમણે કહ્યુ કે, જ્યાં સુધી દોષીતો વિરુદ્ધ કાર્યવાહી ન થાય અને સુશાંતને ન્યાય ન મળે ત્યાં સુધી આવા લોકોની ફિલ્મો બિહારમાં ચાલવા દેવામાં આવશે નહીં. 

સુશાંત-રિયા કરવાના હતા લગ્ન, શોધી રહ્યા હતા ઘર, બ્રોકરે કર્યો ખુલાસો  

કાર્યવાહીની કરી માગ
એટલું જ નહીં, યુવાઓએ આરોપ લગાવ્યો છે કે સુશાંત સિંહ રાજપૂત વિરુદ્ધ ષડયંત્ર કરી તેને આત્મહત્યા કરવા મજબૂર કરવામાં આવ્યો છે. પ્રદર્શનકારીઓની માગ છે કે જે લોકો આ ષડયંત્રમાં સામેલ છે, તેની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. 

બિહારનો હતો સુશાંત સિંહ રાજપૂત
બિહારના યુવાનોએ કહ્યુ કે, બોલીવુડમાં તાનાશાહની બોલબાલા છે અને માસૂમ સુશાંત સિંહ રાજપૂતને ષડયંત્ર હેઠળ આવી પરિસ્થિતિ માટે મજબૂર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત બિહારનો રહેવાસી હતો અને તેણે પટનાની સેન્ટ કેરેન્ટ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news