ઋતિક રોશનના નાના અને જાણીતા દિગ્દર્શક જે.ઓમ. પ્રકાશનું નિધન

બોલિવૂડમાં અનેક સુપરહિટ ફિલ્મો બનાવનારા અને કેટલાય કલાકારોનો સુપરસ્ટાર બનાવનારા જે.ઓ. પ્રકાશે 93 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા 
 

ઋતિક રોશનના નાના અને જાણીતા દિગ્દર્શક જે.ઓમ. પ્રકાશનું નિધન

મુંબઈઃ બોલિવૂડના વીતેલા જમાનામાં 'આયા સાવન ઝુમકે', 'આપ કી કસમ' અને 'આઈ મિલન કી બેલા' જેવી બ્લોકબ્લસ્ટર ફિલ્મો આપનારા દિગ્દર્શક જે.ઓમ. પ્રકાશનું બુધવારે સવારે નિધન થયું હતું. જે.ઓમ. પ્રકાશ બોલિવૂડના સુપરસ્ટાર ઋતિક રોશનના નાના હતા. તેમણે 93 વર્ષની વયે આ ફાની દુનિયાને અલવિદા કહી હતી. ફિલ્મ અભિનેતા દીપક પરાશરે એક ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. 

દીપક પરાશરે એક ફોટો સાથે કરેલી ટ્વીટમાં જણાવ્યું કે, "એક કલાક પહેલા મારા સૌથી પ્રેમાણ કાકા જે.ઓમ. પ્રકાશનું નિધન થયું છે. ભારતીય સિનેમામાં તેમનું યોગદાન એક ઉપહાર છે, જેને તેઓ આપણી પાસે મુકીને ગયા છે." દીપક પરાશરે વધુમાં લખ્યું કે, "આ ફોટો મેં થોડા મહિના પહેલા પાડ્યો હતો, જ્યારે હું તેમને મળવા ગયો હતો. ઓમ. શાંતિ."

— Deepak Parashar (@dparasherdp) August 7, 2019

તાજેતરમાં જ ઋતિક રોશને તેની ફિલ્મ સુપર-30 રિલીઝ થયા પછી સોશિયલ મીડિયા પર કરેલી એક પોસ્ટમાં લખ્યું હતું કે, "માયસુપર ટીચર. મારા નાના, જેમને હું પ્રેમથી ડેડા કહું છું. તેમણે મને જીવનના દરેક પડાવ પર તાલીમ આપી છે. જેને હું હવે મારા બાળકોને આપી રહ્યો છું. તેમણે મને મારી બોલવાની નબળાઈ સામે લડવાનું શીખવાડ્યું હતું."

— Hrithik Roshan (@iHrithik) July 5, 2019

જે.ઓમ. પ્રકાશના નિધનના સમાચાર સાંભળીને અનેક સેલિબ્રિટિઝ તેમના ઘરે પહોંચ્યા હતા. જેમાં બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને તેમનો પુત્ર અભિશેક બચ્ચન પ્રમુખ હતા. અમિતાભ બચ્ચને ટ્વીટ કરતા લખ્યું કે, "અમારા પ્રોડ્યુસર, ડિરેક્ટરનું આજે સવારે અવસાન થયું. એક દયાળુ વ્યક્તિ, મારા પડોશી અને ઋતિક રોશનના નાના, તેમના પ્રત્યે અમારી શ્રદ્ધાંજલિ."

— Amitabh Bachchan (@SrBachchan) August 7, 2019

— Kavita Krishnamurthy (@kavitaksub) August 7, 2019

જે.ઓમ. પ્રકાશના અંતિમ સંસ્કાર મુંબઈમાં વિલે પાર્લેમાં કરવામાં આવ્યા હતા. જેમાં રાકેશ રોશન પરિવાર ઉપરાંત બોલિવૂડના અનેક કલાકારો જેમ કે, અમિતાભ બચ્ચન, અભિશેક બચ્ચન, જિતેન્દ્ર, ધર્મેન્દ્ર સહિત અનેક અભિનેત્રીઓ પણ સામેલ થઈ હતી. 

જે. ઓમ. પ્રકાશે 1974માં રાજેશ ખન્ના અને મુમતાઝ અભિનીત ફિલ્મ 'આફ કી કસમ' સાથે દિગ્દર્શન ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. આ ફિલ્મ સુપરહીટ રહી હતી. તેમની જાણીતી ફિલ્મોમાં અપનાપન, આશા, અપના બના લો, અર્પણ, આદમી ખિલોના હૈ, આસ કા પંછી, આયી મિલન કી બેલા, આયે દિન બહાર કે, આયા સાવન ઝુમકે, આંખોં આંખોં મેં, આખિર ક્યોં વગેરે હતી. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news