હિંદુ દેવી-દેવતાનું અપમાન કરતા ફોટા વાયરલ કરનાર તીસ્તા સેતલવાડને હાઇકોર્ટની રાહત

તીસ્તા સેતલવાડનએ ગુજરાત હાઇકોર્ટે રાહત આપી છે. હિંદુ દેવી-દેવતાનું અપમાન કરતા ફોટા વાયરલ કરવા અને ટ્વિટ કરવા બદલ તીસ્તા સેતલવાડ સામે ફરિયાદ થઈ હતી. જે રદ કરવા મામલે તીસ્તાએ ગુજરાત હાઇકોર્ટમમાં અરજી કરી હતી જે કોર્ટે માન્ય રાખી છે. 
 

હિંદુ દેવી-દેવતાનું અપમાન કરતા ફોટા વાયરલ કરનાર તીસ્તા સેતલવાડને હાઇકોર્ટની રાહત

આશ્કા જાની/અમદાવાદ: તીસ્તા સેતલવાડનએ ગુજરાત હાઇકોર્ટે રાહત આપી છે. હિંદુ દેવી-દેવતાનું અપમાન કરતા ફોટા વાયરલ કરવા અને ટ્વિટ કરવા બદલ તીસ્તા સેતલવાડ સામે ફરિયાદ થઈ હતી. જે રદ કરવા મામલે તીસ્તાએ ગુજરાત હાઇકોર્ટમમાં અરજી કરી હતી જે કોર્ટે માન્ય રાખી છે. 

આ મામલે અગાઉ જસ્ટિસ જે.બી. પારડીવાલા સમક્ષ અરજી પર સુનવણી હાથ ધરાઇ હતી. કોર્ટે રિટ નોટ બી ફોર મી કરી છે. આતંકવાદીના ચહેરા પર દેવી-દેવતાનો ચહેરો લગાવીને ધાર્મિક લાગણી દુભાય તે પ્રકારની ટ્વિટ કરવા બદલ તીસ્તા સેતલવાડ સામે રાજયભરમાંથી ફરિયાદ કરવામાં આવી હતી.

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ધાર્મિક લાગણી દુભાવવા મામલે ફરિયાદ નોંધાઇ હતી. તે સિવાય ભાવનગર, સુરત અને વડોદરામાં પણ તીસ્તા વિરૂધ્ધ ફરિયાદો નોધાઇ હતી. આ ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં તીસ્તાએ કવોસીંગ પિટિશન કરાઇ હતી. જેમાં રજૂઆત કરી હતી કે, મે લોકોની માફી માગી લીધી હતી. તેથી ફરિયાદ રદ થવી જોઇએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news