રણવીર અને દીપિકા ક્યારે બનશે માતા-પિતા ? નક્કી કરશે 'આ' વ્યક્તિ
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બંને લગ્ન પછી પાછા કામે ચડી ગયા છે.
Trending Photos
મુંબઈ : રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બંને લગ્ન પછી પાછા કામે ચડી ગયા છે. હાલમાં રણવીર સિંહ આજકાલ આગામી ફિલ્મ ‘સિંબા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. લગ્ન બાદ રણવીરનો આ પ્રથમ પ્રોજેક્ટ છે. હાલમાં જ એક કાર્યક્રમમાં આવેલા રણવીરે લગ્નજીવન અને બેબી પ્લાનિંગ અંગે ખુલીને વાત કરી.
જ્યારે રણવીરને બેબી પ્લાનિંગ અંગે પૂછવામાં આવ્યું તો કહ્યું આ નિર્ણય મારો ઓછો અને દીપિકાનો વધારે છે. આ અંગેનો નિર્ણય મેં દીપિકા પર છોડ્યો છે. રણવીરે દીપિકાના વખાણ કરતાં કહ્યું, “દીપિકા દરેક બાબતે મારાથી ચડિયાતી છે. મને એ વાત સ્વીકારવામાં બિલકુલ સમસ્યા નથી કે તે મારા કરતાં વધુ સમજદાર છે. લગ્ન બાદ મારા વ્યક્તિત્વમાં કોઈ ફેરફાર નથી થયો. હું પણ નથી ઈચ્છતો કે હું અને દીપિકા જરા પણ બદલાઈએ. જેવા છીએ તેવા જ રહેવા માગીએ છીએ.”
રણવીર અને દીપિકાની પાછળપાછળ જ ડિસેમ્બરની શરૂઆતમાં લગ્નના બંધનમાં બંધાનાર પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ પણ ફેમિલી પ્લાનિંગના મામલે ગંભીર છે. પ્રિયંકાના પતિએ પોતાના ફેમિલી પ્લાનિંગની વિગતો દુનિયા સામે જાહેર કરી દીધી છે. એક ઇન્ટરવ્યૂમાં નિકે જણાવ્યું છે કે ''હું ચોક્કસપણે બહુ જલ્દી પિતા બનવા ઇચ્છું છું. મારું બાળપણ સપના જેવું હતું પણ અમે બહુ જલ્દી મોટા થઈ ગયા. હું બાળપણથી જ મારા જીવનના લક્ષ્ય માટે સ્પષ્ટ હતો. મેં નાની વયે ઘણું જોઈ લીધું છે અને હવે હું આ અનુભવોને બાળકો સાથે વહેંચવા માંગું છું.''
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે