AgustaWestland કૌભાંડ: મિશેલની વકીલને ધરપકડનો ભય, કહ્યું- હું જાણું છું તેના ઘણા રહસ્યો

મિશેલની વકીલ રોજમેરી પેટરીઝીએ કહ્યું કે મને વિશ્વાસ છે કે મારી ધરપકડ કરવામાં આવશે નહીં અને હું પરત જઇ શકીશ. તેમણે કહ્યું કે હું પરત જઇને ક્રિસમસ મારા પરિવાર સાથે ઉજવવા માગુ છું.

AgustaWestland કૌભાંડ: મિશેલની વકીલને ધરપકડનો ભય, કહ્યું- હું જાણું છું તેના ઘણા રહસ્યો

નવી દિલ્હી: અગસ્તાવેસ્ટલેન્ડ હેલીકોપ્ટરના ખરીદીના કૌભાંડમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવનાર બ્રિટિશ નાગરિક ક્રિશ્ચિયન જેમ્સ મિશેલની શનિવારે ચાર દિવસ સુધી સીબીઆઈ કસ્ટડી વધારવામાં આવી છે. ત્યારે આ કેસની સુનાવણી બાદ મિશેલની ઇટાલિયન વકિલ રોઝમેરી પેટરીઝી ભયભીત જોવા મળી રહી છે. ન્યૂઝ એજન્સી એએનઆઇના અનુસાર, તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, મને ડર છે કે સીબીઆઇ મારી પણ ધરપકડ કરી શકે છે. કેમ કે, હું મિશેલની વિષયમાં ઘણું જાણું છું. હું અહીંયા મદદ કરવા આવી છું અને મને લાગે છે કે મારી સાથે કંઇક ખરાબ નહીં થાય.

પરિવારની સાથે ઉજવવા માગુ છું ક્રિસમસ- પેટરીઝી
મિશેલની વકીલ રોજમેરી પેટરીઝીએ કહ્યું કે મને વિશ્વાસ છે કે મારી ધરપકડ કરવામાં આવશે નહીં અને હું પરત જઇ શકીશ. તેમણે કહ્યું કે હું પરત જઇને ક્રિસમસ મારા પરિવાર સાથે ઉજવવા માગુ છું. ત્યારે સુનાવણી દરમિયાન સીબીઆઇએ કોર્ટમાં જણાવ્યું કે મિશેલના કાઉન્સિલર એક્સેસને ઉપલબ્ધ કરાવવાને મામલે વિદેશ મંત્રાલય વિચાર કરી રહ્યું છે. પટિયાલા હાઉસ કોર્ટે હવે મિશેલની જામીન અરજી પર 19 ડિસેમ્બરે સુનાવણી કરશે.

રોજમેરીને પાવર ઓફ અટોર્ની આપવાની માગ
પટિયાલા હાઉસ કોર્ટમાં સીબીઆઇએ શનિવારે મિશેલની કસ્ટડી પાંચ દિવસ માટે વધરાવાની અપીલ કરી રહતી. આ સાથે જ મિશેલની ઇટાલિયન વકીલ રોજમેરી પેટરીઝીએ કોર્ટમાં જણાવ્યું કે તેમની પાસે આ મામલા સાથે જોડાયેલા કેટલાક દસ્તાવેજ છે. જેને તેઓ કોર્ટમાં જમા કરવવા માગે છે. આ પહેલા મિશેલના વકીલ એકે જોસેફે રોજમેરીને પાવર ઓફ અટોર્ની આપવાની માગ કરી જેથી તેઓ તેમની સામે જાહેર રેડ કોર્નર નોટિસને પરત લેવા માટે ઇન્ટરપોલમાં તેમના પ્રતિનિધિત્વ કરી શકે. તેમણે કોર્ટને જણાવ્યું કે, રેડ કોર્નર નોટિસને પરત ખેંચવી એટલા માટે જરૂરી છે, કેમ કે મિશેલનું પ્રર્ત્યપણ પહેલથી થઇ ગયું છે.

જણાવી દઇએ કે, યૂપીએ શાસનકાળ દરમિયાન 3600 કોરડ રૂપિયાના 12 અગસ્તાવેસ્ટલેન્ડ હેલીકોપ્ટરની ખરીદીના કૌભાંડમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવનાર બ્રિટિશ નાગરિક ક્રિશ્ચિયન જેમ્સ મિશેલને 4 ડિસેમ્બરે દુબઇથી ભારત લાવવામાં આવ્યો હતો.

કોણ છે ક્રિશ્ચિયન મિશેલ
સીબીઆઇના જણાવ્યા અનુસાર મિશેલ અગસ્તાવેસ્ટલેન્ડ હેલિકોપ્ટર્સના ઐતિહાસિક સલાહકાર જણાવવામાં આવી રહ્યો છે. જે હેલીકોપ્ટર, સૈન્ય અડ્ડા અને પાયલોટની ટેકનિકી ઓપરેશનલ જાણકારી હતી. મિશેલ 1980ના દશકથી જ કંપનીની સાથે કામ કરી રહ્યો હતો. અને આ પહેલા તેના પિતા પણ ભારતીય ક્ષેત્ર માટે કંપનીના સલાહકાર રહી ચુક્યા છે. તે વારંવાર ભારત આવતો-જતો રહેતો હતો અને ભારતીય વાયુસેના તથા રક્ષા મંત્રાલયમાં સેવાનિવૃત્ત તથા હાલના અધિકારીઓ સહિત વિભિન્ન સ્તરો પર સૂત્રોના એક મોટા નેટવર્કના દ્વાર સંરક્ષણ ખરીદી માટે મધ્યસ્થીની ભૂમિકા પર કામ કરી રહ્યો હતો.

સીબીઆઇના જણાવ્યા અનુસાર, હેલીકોપ્ટર કૌભાંડમાં અગસ્તાવેસ્ટલેન્ડના કરાર આપવા અને ભારતીય અધિકારીઓને ગેરકાનુની કમીશન તથા લાંચ આપવા માટે મધ્યસ્થી તરીકે મિશેલની સામેલગીરી 2012માં સામે આવી હતી. નવી દિલ્હીના પટિયાલા હાઉસમાં સીબીઆઇ મામલે વિશેષ ન્યાયાધીશે 24 સપ્ટેમ્બર 2015 તારીખે ખુલ્લા બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કર્યું હતું. ત્યાર બાદ તે ફરાર થઇ ગયો અને તપાસમાં સામેલ થવાથી બચી રહ્યો હતો. તેની સામે ગત વર્ષે સપ્ટેમ્બરમાં ચાર્જ શીટ દાખલ કરવામાં હતી. સીબીઆઇના જણાવ્યા અનુસાર આ વોરંટના આધાર પર ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જાહેર કરી જેમાં ફેબ્રુઆરી 2017માં તેની દુબઇથી ધરપકડ કરવામાં આવી હતી.

મિશેલ (57) દુબઇમાં તેની ધરપકડ બાદથી જેલમાં છે અને તેને યૂએઇમાં કાનૂની અને ન્યાયિક કાર્યવાહી જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. દુબઇ કોર્ટ ઓફ કેસેશને મિશેલના વકીલની તરફથી દાખલ કરવામાં આવેલી બે વાંધા અરજીઓને ફગાવી દીધી અને ભારતની સક્ષમ સત્તાવાળાઓ તેને પ્રત્યર્પિત કરવાની સંભાવના પર વિચાર કરવાની અપીલ કોર્ટના નિર્ણયને જાળવી રાખ્યો છે. ત્યાર બાદ દુબઇ સરકારે તેને પ્રત્યર્પિત કરવાની મંજૂરી આપી હતી. પ્રત્યર્પણની પ્રક્રિયા પૂરી કર્યા બાદ મિશેલને ભારત પરત લાવવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news