દિલીપ કુમાર થઈ ગયા સાવ આવા? આગની જેમ વાયરલ બનેલી તસવીરની હકીકત જાણવા કરો ક્લિક

હાલમાં 11 ડિસેમ્બરે દિલીપ કુમાર (Dilip Kumar)નો જન્મદિવસ (Birthday) હતો. આ જન્મદિવસને કારણે અભિનયસમ્રાટ ફરીથી ચર્ચામાં આવ્યા છે. હાલમાં દિલીપ કુમારની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે જેમાં તેઓ સાવ અલગ દેખાય છે.

દિલીપ કુમાર થઈ ગયા સાવ આવા? આગની જેમ વાયરલ બનેલી તસવીરની હકીકત જાણવા કરો ક્લિક

મુંબઈ : હાલમાં 11 ડિસેમ્બરે દિલીપ કુમાર (Dilip kumar)નો જન્મદિવસ (Birthday) હતો. આ જન્મદિવસને કારણે અભિનયસમ્રાટ ફરીથી ચર્ચામાં આવ્યા છે. હાલમાં દિલીપ કુમારની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે જેમાં તેઓ સાવ અલગ દેખાય છે. આ તસવીરમાં તેમના હાથમાં દિલીપ કુમારના નામનો પુરસ્કાર તો છે પણ તેઓ સાવ સુકાઈ ગયા હોય અને તેમનું મોં સાવ ઉતરી ગયું હોય એમ લાગે છે. આ તસવીર વાયરલ થતા તેમના નવા લુક વિશે લોકોમાં જાતજાતની ચર્ચા થવા લાગી હતી. જોકે હવે આ તસવીરની હકીકત જાહેર થઈ છે. આ વાયરલ તસવીરની હકીકત ચકાસતા ખબર પડી છે કે આ તસવીરમાં દિલીપ કુમાર નહીં પણ તેમના સ્વજન અસલમ ભાઈ ટ્રોફી સાથે છે. આ તસવીર ગયા અઠવાડિયે દિલીપસાબના જન્મદિવસે યોજાયેલા એક કાર્યક્રમમાં ક્લિક કરવામાં આવી છે. 

દિલીપ કુમાર છેલ્લે 1998માં રિલીઝ થયેલી 'કિલા'માં ફિલ્મી પડદે જોવા મળ્યા હતા. તેમને 1994માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ અને 2015માં પદ્મ વિભુષણ એવોર્ડ મળી ચૂક્યો છે. તેઓ 'દેવદાસ', 'મુઘલ-એ-આઝમ, 'ગંગા જમુના' અને 'કર્મા' જેવી અનેક ફિલ્મોની અફલાતુન એક્ટિંગને કારણે લોકપ્રિય બન્યા છે. 

11 ડિસેમ્બર, 1922ના દિવસે પંજાબના પેશાવરમાં જન્મેલા મહાન એક્ટર દિલીપ કુમાર (Dilip kumar)નો હાલમાં જ જન્મદિવસ હતો. તેઓએ તેમનાથી 22 વર્ષ નાની પત્ની સાયરા બાનો (saira banu) સાથે આ દિવસની ઉજવણી કરી હતી. દિલીપકુમાર અને સાયરા બાનોના લગ્ન થયા ત્યારે સાયરા 22 વર્ષના અને દિલીપકુમાર 44 વર્ષના હતા. સાયરા 12 વર્ષના હતા ત્યારથી મનોમન દિલીપકુમારને પ્રેમ કરતા હતા અને તેમની સાથે લગ્ન કરવાની ઇચ્છા પણ પુરી થઈ હતી. દિલીપકુમાર અને સાયરા અત્યારે પણ દંપતિ તરીકે ખુશહાલ જીવન જીવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news