ફિલ્મ શૂટ થયા પછી ફિલ્મમેકરે સેક્સ માટે કહ્યું, ના કહી તો ફિલ્મમાંથી કરી બહાર, ઈશા ગુપ્તાએ કર્યો કાસ્ટિંગ કાઉચ અંગે ખુલાસો
Esha Gupta Casting Couch: ફિલ્મનું અડધું શૂટિંગ પૂરું થઈ ગયું હતું અને અડધું શૂટિંગ બાકી હતું. તે સમયે ફિલ્મ મેકરે તેમની પાસેથી સેક્સુઅલ ફેવર માંગી હતી. જ્યારે ઈશા ગુપ્તાએ આમ કરવાથી ઇન્કાર કર્યો તો તેને અડધી ફિલ્મ પૂરી થયા પછી ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવી. સાથે જ તેને જણાવ્યું હતું કે ફિલ્મમેકરે તેને એવું પણ કહ્યું હતું કે જ્યારે તે કંઈ કરવા તૈયાર નથી તો ફિલ્મમાં તેને લેવાનો ફાયદો શું.?
Trending Photos
Esha Gupta Casting Couch: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા કલાકારો સાથે કાસ્ટિંગ કાઉચની ઘટનાઓ બની ચુકી છે. કાસ્ટિંગ કાઉચ ગ્લેમર વર્લ્ડની ડાર્ક સાઈડ છે. આ પ્રકારની ઘટનાઓમાંથી બોલીવુડના ઘણા પ્રખ્યાત કલાકારોને પસાર થવું પડ્યું છે. આ અંગે ઘણી અભિનેત્રી ખુલાસા કરી ચૂકી છે. તેવામાં આ યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે. અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકી ઈશા ગુપ્તા એ પણ પોતાની સાથે બનેલી કાસ્ટિંગ કાઉચની ઘટના વિશે ખુલીને વાત કરી હતી.
તાજેતરમાં એક મુલાકાત દરમિયાન તેણે જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં તેની સાથે એકવાર નહીં પરંતુ બે વખતની કાસ્ટિંગ કાઉચની ઘટના બની હતી પરંતુ બંને વખતે તે કાસ્ટિંગ કાઉચનો શિકાર થતા બચી ગઈ. ઈશા ગુપ્તા એ પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસો યાદ કરતા જણાવ્યું હતું કે, તે એક ફિલ્મ કરી રહી હતી ત્યારે તેની સાથે આ ઘટના બની હતી. ફિલ્મનું અડધું શૂટિંગ પૂરું થઈ ગયું હતું અને અડધું શૂટિંગ બાકી હતું. તે સમયે ફિલ્મ મેકરે તેમની પાસેથી સેક્સુઅલ ફેવર માંગી હતી.
આ પણ વાંચો:
જ્યારે ઈશા ગુપ્તાએ આમ કરવાથી ઇન્કાર કર્યો તો તેને અડધી ફિલ્મ પૂરી થયા પછી ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવી. સાથે જ તેને જણાવ્યું હતું કે ફિલ્મમેકરે તેને એવું પણ કહ્યું હતું કે જ્યારે તે કંઈ કરવા તૈયાર નથી તો ફિલ્મમાં તેને લેવાનો ફાયદો શું.?
બીજી ઘટનાને યાદ કરતા ઈશા ગુપ્તાએ જણાવ્યું હતું કે જ્યારે તે એક પ્રોજેક્ટ માટે આઉટડોર શૂટિંગ કરી રહી હતી ત્યારે બે લોકોએ કાસ્ટિંગ કાઉચનો પ્લાનિંગ કર્યું હતું. જોકે ઈશા ગુપ્તા તેમની હરકતોને સમજી ગઈ હતી. ઈશાએ જણાવ્યું કે આઉટડોર શૂટિંગ વખતે તેને એક જ રૂમમાં રાત્રે સૂવાની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેણે સ્પષ્ટ રીતે જણાવી દઉં કે તે રૂમમાં એકલી નહીં સુવે.
આ વાતની સાથે ઈશા ગુપ્તાએ એવું પણ જણાવ્યું હતું કે આવી ઘટનાઓ આઉટસાઈડર સાથે જ બને છે. સ્ટાર કિડ્સને આવું સહન કરવું પડતું નથી. કારણ કે એ લોકોને પણ ખબર હોય છે કે સ્ટાર કિડ્સ સાથે આવી હરકત કરવામાં આવશે તો તેના માતા-પિતા તેમને નહીં છોડે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે