ગુજરાતમાં ફરી વરસાદ જામશે? સમુદ્રમાં મજબુત વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આ ભાગોમાં ખતરો, આવી નવી તારીખ

Monsoon Prediction: અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઇ છે. ગોવા નજીક આ સિસ્ટમ સક્રિય થઇ છે. લો પ્રેશર ડીપ્રેશનમાં પરિવર્તિત થઇ છે. જે 110 કિલોમીટર પશ્ચિમ ઉત્તર પશ્ચિમ પંજીમ ગોવાથી દૂર છે. 

ગુજરાતમાં ફરી વરસાદ જામશે? સમુદ્રમાં મજબુત વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આ ભાગોમાં ખતરો, આવી નવી તારીખ

Ambalal Patel Monsoon Prediction: ચોમાસાની વિદાયની શરૂઆત થઇ ગઇ છે તો બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બની રહી છે. બીજી બાજુ ગુજરાતના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી રહી શકે છે. રાજ્ય પર વરસાદની કોઇ સિસ્ટમ નથી જેના કારણે ભારે વરસાદની કોઇ આગાહી નથી. પરંતું આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. વરસાદની સાથે પ્રતિ કલાકે 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 

મહીસાગર નદીમાં ફરી પૂરની શક્યતા 
તો બીજી તરફ, રાજસ્થાનનો મહી બજાજ સાગર ડેમ વરસાદને કારણે ઓવરફ્લો થયો છે. મહીબજાજ સાગર ડેમના વધુ 8 ગેટ ખોલવામા આવ્યા છે. મહી બજાજ સાગર ડેમના 16 ગેટ ખોલી મહી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યાં છે. ઉપર વાસમાં સતત વધી રહેલ વરસાદને લઈ બજાજ સાગર ડેમના 16 ગેટ ખોલાયા છે. જેથી મહીસાગર નદીમા પાણી છોડતા કડાણા ડેમમાં નવા નીરની આવક થઈ છે. કડાણા ડેમનુ જળ સ્તર સાંજ સુધીમાં વધશે. હાલ કડાણા ડેમમાં 19 હજાર કયુસેક પાણીની આવક થઈ રહી છે. વરસાદના કારણે બજાજ સાગર ડેમ છલકાતા કડાણા ડેમમા નવા નીરની આવક થઈ રહી છે. 

અંબાલાલની આગાહી 
અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થઇ છે. તેમજ ગુજરાતમાં ભેજ હોવાના કારણે બફારાનો અહેસાસ થઇ રહ્યો છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વાતાવરણ પર શું અસર થશે? અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઇ છે. ગોવા નજીક આ સિસ્ટમ સક્રિય થઇ છે. લો પ્રેશર ડીપ્રેશનમાં પરિવર્તિત થઇ છે. જે 110 કિલોમીટર પશ્ચિમ ઉત્તર પશ્ચિમ પંજીમ ગોવાથી દૂર છે. 

આ સિસ્ટમ ગોવાથી દક્ષિણ ભાગમાં ભારેથી અતિભારે વરસાદ વરસાવે તેવી સંભાવના છે. સમુદ્રના ભેજના કારણે આહવા, ડાંગ, વલસાડ, તાપી, સુરત, નવસારીમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અમુક ભાગોમાં વરસાદની શક્યતા છે. જંબુસર, વડોદરા, બોડેલી, કરજણના ભાગમાં પણ વરસાદની શક્યતા રહેશે. ગુજરાતના અમુક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. 7 ઓક્ટોબર સુધીમાં ઉતર પૂર્વીય ભાગોમાં વરસાદ વરસાવશે. વાવાઝોડું પણ લગભગમાં 7થી 8 ઓક્ટોબર સુધીમાં બંગાળના ઉપસાગરમાં આવાની શક્યતા છે. જેના કારણે બંગાળના ઉપસાગરમાં 7 ઓક્ટોબર બાદ ભારે હલચલ મચાવશે. 6થી 10 ઓક્ટોબરમાં અરબ સાગર સક્રિય બનશે. બંગાળના ઉપસાગરમાં વિશેષ વાવાઝોડા ફૂંકાશે.

હવામાન વિભાગની અગાહીને લઈ મહીસાગર કલેક્ટર ભાવિન પંડયાએ અધિકારીઓને સૂચના આપી છે. મહીસાગર જિલ્લાના વિવિધ ખાતાંના અધિકારીઓ કોઈ પણ પ્રકારની ઘટનાને લઈ કંટ્રોલ રૂમ નંબર પર જાણ કરવા જણાવ્યું છે. તેમજ અધિકારીઓ અને કર્મચારીઓને મુખ્ય મથક ન છોડવા પણ સૂચનાઓ આપી છે. 

હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કર્યું 
હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કરીને કરી વરસાદની આગાહી કરી છે. થન્ડરસ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરી છે. આ દિવસોમાં 40 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાઈ શકે છે. સાબરકાંઠા, દાહોદ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી અને પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે સુરત અને નવસારીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની આગાહી છે.

ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેવા માટે હજુ સમય લાગશે
શુક્રવારે અને શનિવાર એમ બે દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ રહેવાના એંધાણ છે. આગામી 5 દિવસને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વરસાદને લઈને આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં 2 દિવસ ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી રહેશે. ભેજના કારણે ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી રહેશે. 2 દિવસ બાદ સામાન્ય વાતાવરણ રહેશે. તેના બાદ વરસાદની શકયતા નહિવત છે. અમદાવાદ-ગાંધીનગરમાં ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી રહેશે. હાલ ચોમાસુ વિદાય લેવાની શરૂઆત થઈ ગઈ છે, ઉત્તર રાજસ્થાનથી ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ચૂકી છે. 

જોકે, ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેવા માટે હજુ સમય લાગશે. વાદળો હટી ગયા છે એટલે બપોરે ગરમી લાગે છે. જ્યારે છૂટો છવાયો વરસાદને લઈને રાત્રે ઠંડક રહે છે. રાજ્યમાં સીઝનનો સામાન્ય કરતા 19 ટકા વધુ વરસાદ રહ્યો છે. ગાંધીનગરમાં 24 ટકા, અમદાવાદમાં 21 ટકા અને વડોદરા 21 ટકા ઓછો વરસાદ રહ્યો છે. જ્યારે કે, કચ્છમાં 83 ટકા વધુ વરસાદ રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news