અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફની 'બડે મિયાં છોટે મિયાં' માં થઇ સાઉથના આ એક્ટરની એન્ટ્રી

Bade Miyan Chote Miyan: તમને જણાવી દઇએ કે અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ અભિનિત 'બડે મિયાં છોટે મિયાં' નો પહેલો વીડિયો રિલીઝ થયો હતો, તેણે દર્શકોમાં ફિલ્મ વિશે વધુ જાણવા માટે એક્સાઇટમેંટ પેદા કરી હતી. જ્યારે ફિલ્મમાં અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ સામેલ છે, હવે પૃથ્વીરાજ સુકુમારને પણ ટીમમાં સામેલ થવાના સમાચાર પણ કન્ફોર્મ થઇ ચૂક્યા છે.

અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફની 'બડે મિયાં છોટે મિયાં' માં થઇ સાઉથના આ એક્ટરની એન્ટ્રી

Prithviraj Sukumaran: પૃથ્વીરાજ સુકુમારન જલદી જ 'બડે મિયા છોટે મિયાં' માં ખલનાયકના પાત્રમાં જોવા મળશે. તમને જણાવી દઇએ કે ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' હકિકતમાં વર્ષ બહુપ્રતિક્ષિત ફિલ્મોમાંથી એક છે. અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ અભિનીત આ ફિલ્મ પોતાની જાહેરાત બાદથી ચર્ચામાં છે. જેમ કે દર્શક ફિલ્મ વિશે જાણવા માટે ઉત્સુક છે, નિર્માતાઓએ આખરે પૃથ્વીરાજ સુકુમારન દ્વારા ભજવવામાં આવેલા રોલનો ખુલાસો કરી દીધો છે જે એક વિલનનો છે. 

તમને જણાવી દઇએ કે અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ અભિનિત 'બડે મિયાં છોટે મિયાં' નો પહેલો વીડિયો રિલીઝ થયો હતો, તેણે દર્શકોમાં ફિલ્મ વિશે વધુ જાણવા માટે એક્સાઇટમેંટ પેદા કરી હતી. જ્યારે ફિલ્મમાં અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ સામેલ છે, હવે પૃથ્વીરાજ સુકુમારને પણ ટીમમાં સામેલ થવાના સમાચાર પણ કન્ફોર્મ થઇ ચૂક્યા છે. આ જાહેરાત પર વાત કરતાં જૈકી ભગનાનીએ કહ્યું, ''પૃથ્વીરાજ સુકુમારના 'બડે મિયાં છોટે મિયાં' ના કલાકારોના રૂપમાં હોવું કમાલની વાત છે. એક વિરોધીના રૂપમાં તેમનું હોવું ફિલ્મમાં વધુ એક રોમાંચ જોડે છે. 

તો નિર્દેશક અલી અબ્બાસ જફરે આગળ કહ્યું, ''હું વાસ્તમાં એકદમ પ્રતિભાશાળી પૃથ્વીરાજની સાથે કામ કરવા માટે ઉત્સુક છું. આ એક્શન એન્ટરટેનરમાં આ પ્રકારના પાવરહાઉસ પરફોર્મર હોવું એક અદભૂત હશે. ''એવામાં જ્યાં દર્શક 'બડે મિયાં છોટે મિયાં' માં પહેલીવાર બે દમદાર એક્શન હીરોને એકસાથે પડદા પર જોવા માટે ઉત્સાહિત છે, તો બીજી તરફ ફિલ્મના કેનવાસ વધુ રસપ્રદ થવાનું છે કારણ કે પૃથ્વીરાજ સુકુમાર પણ એક ખલનાકના રૂપમાં ફિલ્મની સઆથે જોડાઇ ચૂકેલા છે અને પોતાની દમદાર એક્ટિંગ સાથે ફિલ્મને એક નવું આયામ હશે. વાશુ ભગનાની અને પૂજા એન્ટરટેનમેન્ટ અલી અબ્બાસ જફર દ્વારા લેખિત અને નિર્દેશિત, વાશુ ભગનાની, દીપશિખા દેશમુખ, જૈકી ભગનાની, હિમાંશુ કિશન મેહરા અને અલી અબ્બાસ જફર દ્વારા નિર્મિત એએઝેડ ફિલ્મના સહયોગથી બડે મિયા છોટે મિયાં પ્રસ્તુત કરે છે. આ ફિલ્મની શૂટિંગ આગામી વર્ષે શરૂ થવાની આશા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news