Radhika Merchant Mehndi Ceremony: આ ગીત પર મુકેશ અંબાણીની પુત્રવધુએ કર્યો ગજબ ડાન્સ, વાયરલ થયો વીડિયો

Radhika Merchant Mehndi Ceremony: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણીના ઘરમાં ફરી એકવખત ખુશીનું વાતાવરણ જોવા મળે છે. મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં જ વરરાજ બનવા જઈ રહ્યાં છે.

Radhika Merchant Mehndi Ceremony: આ ગીત પર મુકેશ અંબાણીની પુત્રવધુએ કર્યો ગજબ ડાન્સ, વાયરલ થયો વીડિયો

Radhika Merchant Mehndi Ceremony: અનંત અને રાધિકા લાંબા સમયથી એકબીજાને ઓળખે છે. રાધિકાને અંબાણી પરિવારના દરેક ફેમિલી ફંકશન્સમાં જોઈ શકાય છે. હવે ટૂંક સમયમાં જ તેઓ અંબાણી પરિવારના નાના પુત્રવધૂ બનવા જઈ રહ્યાં છે. ઉલ્લેખનીય છેેકે, ગત વર્ષે 29 ડિસેમ્બરે અનંત અને રાધિકા મર્ચન્ટની રાજસ્થાનના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરમાં સગાઈ થઈ હતી. ત્યારે હવે રાધિકાની મહેંદી સેરેમનીની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

 

 

પિન્ક કલરના લેંઘામાં એકદમ સુંદર દેખાયાં રાધિકા-
પિન્ક કલરના સુંદર લેંઘામાં રાધિકા ઘણાં જ સુંદર જોવા મળ્યા, જેની સાથે તેમણે પોલ્કી ચોકર નેકલેસ, મેચિંગ ઈયરિંગ્સ, ટીકા અને એક લાંબો નેકલેસ કેરી કર્યો હતો. આ ફોટોમાં રાધિકા પોતાના હાથ પર અનંતના નામની મહેંદી લગાવતા જોવા મળ્યાં. આ દરમિયાન તેમના ચહેરા પર એક મધુર હાસ્ય પણ જોવા જેવું હતું. આ તસવીરમાં રાધિકા પોતાની મેહંદી ફ્લોન્ટ કરતા કેમેરા માટે પોઝ આપી રહ્યાં હતાં.

 

‘ઘર મોરે પરદેસિયા’ ગીત પર જોરદાર ડાન્સ કરતો જોવા મળ્યાં. રાધિકા એક ડાન્સર છે, તેઓએ 8 વર્ષ સુધી ભરતનાટ્યમ શીખ્યાં છે. આજુબાજુ બેઠેલાં તમામ લોકો રાધિકાનો ડાન્સ જોઈને તાળીઓ પાડી રહ્યાં હતા. અંબાણી પરિવારની નાની પુત્રવધૂ બનવા જઈ રહેલાં રાધિક મર્ચન્ટ વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટના પુત્રી છે. વિરેન એનકોર હેલ્થકેરના CEO છે. રાધિકા એક ટ્રેન્ડ ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news