ગુજરાતમાં ડખા! મતની લાલચમાં આ ધંધો ના કરતા નહીં તો રાજ્ય ડૂબી જશે, RBIની ચેતવણી
ગુજરાત સહિત દેશભરમાં જૂની પેન્શન યોજના મામલે વિવાદો ચાલી રહ્યાં છે. કર્મચારીઓ જૂની પેન્શન યોજનાની માગણી કરી રહ્યાં છે. સરકારો ચૂંટણી સમયે લોલિપોપ આપી આ આંદોલનો સ્થગિત કરાવી રહ્યાં છે. આગામી સમયમાં 9 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી અને બાદમાં લોકસભાની ચૂંટણી હોવાથી ઘણા રાજ્યો ઓપીએસને સ્વીકારી કર્મચારીઓને રાજી કરવાના મૂડમાં છે. જે સામે RBIએ ચેતવણી આપી છેકે ભૂલથી પણ આ માગણીને ન સ્વીકારતા નહી તો કરોડોના દેવામાં ડૂબેલાં રાજ્યોની હાલત પાકિસ્તાન જેવી થશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે ઓન્ડ પેન્શન સ્કીમ (ઓપીએસ) લાગુ કરનારા રાજ્યો પર નાણાકીય બોજ વધશે જેના કારણે આગામી વર્ષોમાં દેવું વધશે અને તેને ચુકવવા માટે તેમની પાસે પૂરતુ ભંડોળ નહીં હોય.
Trending Photos
RBI New Rules: ગુજરાત સહિત દેશભરમાં જૂની પેન્શન યોજના મામલે વિવાદો ચાલી રહ્યાં છે. કર્મચારીઓ જૂની પેન્શન યોજનાની માગણી કરી રહ્યાં છે. સરકારો ચૂંટણી સમયે લોલિપોપ આપી આ આંદોલનો સ્થગિત કરાવી રહ્યાં છે. આગામી સમયમાં 9 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી અને બાદમાં લોકસભાની ચૂંટણી હોવાથી ઘણા રાજ્યો ઓપીએસને સ્વીકારી કર્મચારીઓને રાજી કરવાના મૂડમાં છે. જે સામે RBIએ ચેતવણી આપી છેકે ભૂલથી પણ આ માગણીને ન સ્વીકારતા નહી તો કરોડોના દેવામાં ડૂબેલાં રાજ્યોની હાલત પાકિસ્તાન જેવી થશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે ઓન્ડ પેન્શન સ્કીમ (ઓપીએસ) લાગુ કરનારા રાજ્યો પર નાણાકીય બોજ વધશે જેના કારણે આગામી વર્ષોમાં દેવું વધશે અને તેને ચુકવવા માટે તેમની પાસે પૂરતુ ભંડોળ નહીં હોય.
આ પણ ખાસ વાંચોઃ
આરબીઆઇએ 'સ્ટેટ ફાઇનાન્સિસ: એ સ્ટડી ઓફ બજેટ ઓફ ૨૦૨૨-૨૩' નામના અહેવાલમાં આ ચેતવણી આપી છે. RBIનો આ અહેવાલ એવા સમયે પ્રકાશિત કરવામાં આવ્યો છે જ્યારે હિમાચલ પ્રદેશે તાજેતરમાં રાજ્યના કર્મચારીઓ માટે જૂની પેન્શન સ્કીમ અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. આગામી સમયમાં 9 રાજ્યોમાં ચૂંટણી છે. કોંગ્રેસ અમે જૂની પેન્શન યોજના લાગુ કરી છે. અમને મત આપો તો અમે આ યોજના લાગુ કરીશું એમ ચૂંટણીમાં મુદ્દો બનાવી શકે છે. એ પહેલાં જ આ સલાહને કેટલાક નિષ્ણાતો રાજકારણ સાથે પણ સાંકળી રહ્યાં છે. જોકે, જે રાજ્યોએ આ જાહેરાત કરી છે એ રાજ્યોમાં દેવાના ડુંગર ખડકાયેલા છે એ પણ ના ભૂલવું જોઈએ.
આ પણ ખાસ વાંચોઃ
આરબીઆઈની આ સલાહમાં રાજકારણને બાજુમાં રાખીએ તો પણ આ કડવી વાસ્તવિકતા છે. કારણ કે જૂની પેન્શન યોજનાને પગલે રાજ્યો પર ભારણ વધવાનું છે. આવકના ઓછા સ્ત્રોત વચ્ચે આ રૂપિયા ક્યાંથી ઉભા કરશે એ સૌથી મોટો સવાલ છે. ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશ અગાઉ રાજસ્થાન, છત્તીસગઢ અને ઝારખંડે જૂની પેન્શન યોજનાનો અમલ શરૃ કરી દીધો છે. પંજાબ સરકારે પણ ૧૮ નવેમ્બર, ૨૦૨૨ના રોજ ઓપીએસ લાગુ કરવા નોટિફિકેશન જારી કર્યુ હતું. જે જાહેરાત કરી છે એમાં મોટાભાગના રાજ્યો કોગ્રેસ શાસિત છે.
આ પણ ખાસ વાંચોઃ
રાજ્યોની નાણાં સ્થિતિ પરના પોતાના રિપોર્ટમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ જુની પેન્શન સ્કીમ લાગુ કરવાથી રાજકીય સ્રોતો પર વાર્ષિક બચત ટૂંકજીવી નિવડે છે, એમ જણાવ્યું હતું. વર્તમાન ખર્ચને ભવિષ્ય પર મોકૂફ રાખીને રાજ્યો આવનારા વર્ષોમાં પેન્શન જવાબદારીઓને વધારી રહી છે. કોરોનાને લગતી મુશ્કેલીઓમાંથી બહાર નીકળી રાજ્યોની નાણાંકીય તંદૂરસ્તીમાં સુધારો થયો છે. મહેસુલી આવકમાં વધારો અને ખર્ચના વ્યવહારિક સંચાલનને કારણે રાજ્યોની નાણાં સ્થિતિ સુધરવા પામી છે, એમ પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
ગુજરાતમાં પણ આ યોજના મામલે વિવાદો ચાલી રહ્યાં છે. સરકાર સામે ચૂંટણી પહેલાં ચાલતાં આંદોલનો હાલ તો બંધ થઈ ગયાં છે પણ ગુજરાતમાં કર્મચારીઓ OPSની માગણી કરી રહ્યાં છે. હવે ભવ્ય જીત અને આરબીઆઈની સલાહ બાદ ભાજપ આ યોજાનાનો અમલ કરે તેવી સંભાવના ઓછી છે.
આ પણ ખાસ વાંચોઃ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે