Enter The Girl Dragon: ગર્લ ડ્રેગનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર છે હીટ, જોઇ તમે પણ રહી જશો દંગ

Enter The Girl Dragon: ગર્લ ડ્રેગન પૂજા ભાલેકરનો (Pooja Bhalekar) આ વીડિયો (Video) સોશિયલ મીડિયા (Social Media) પર ધૂમ મચાવી રહ્યો છે અને તેજીથી શેયર થઇ રહ્યો છે. જેને નિર્દેશક રામ ગોપાલ વર્માએ (Ram Gopal Varma) પોતાની યૂટ્યૂબ (YouTube) ચેનલ પર શેયર કર્યો છે. પૂજા ભાલેકરનો માર્શલ આર્ટ ટ્રેનિંગ (Marshal Art) દરમિયાનનો આ વીડિયો છે. જે જોઇ તમે પણ દંગ રહી જશો.

Enter The Girl Dragon: ગર્લ ડ્રેગનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર છે હીટ, જોઇ તમે પણ રહી જશો દંગ

નવી દિલ્હી : ફિલ્મ ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા (Ram Gopal Varma) આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ એન્ટર ધ ગર્લ ડ્રેગન ને (Enter The Girl Dragon) લઇને વ્યસ્ત છે. આ ફિલ્મનું ટીઝર પણ તાજેતરમાં જ રિલીઝ થયું છે. જેમાં પૂજા ભાલેકર (Pooja Bhalekar) લીડ એક્ટ્રેસના રૂપમાં નજર આવી રહી છે. હવે ગર્લ ડ્રેગન પૂજા ભાલેકરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઇ રહ્યો છે. જેને રામ ગોપાલ વર્માએ જ પોતાની યૂટ્યૂબ ચેનલ પર શેયર કર્યો છે. પૂજા ભાલેકરનો માર્શલ આર્ટ ટ્રેનિંગનો છે. જે જોઇને તમે પણ દંગ રહી જશો. 

રામગોપાલ વર્માએ આ વીડિયો અંદાજે એક દિવસ પહેલા જ અપલોડ કર્યો છે. જેને અત્યાર સુધી લાખો લોકો જોઇ ચૂક્યા છે. વીડિયો જોઇ પૂજાના ઘણા વખાણ થઇ રહ્યા છે. ઘણા લાંબા સમય બાદ મોટા પરદા પર પરત ફરી રહેલા રામગોપાલ વર્મા આ વખતે માર્શલ આપ્ટ ફિલ્મ સાથે કમબેક કરી રહ્યા છે. જે એક્શનથી ભરપૂર છે. ફિલ્મમાં પૂજા ફિમેલ લીડ ભૂમિકામાં છે જે એક્શન સીન કરતી દેખાય છે. 

as always Ramu my good wishes ..🙏👏

— Amitabh Bachchan (@SrBachchan) November 28, 2019

માર્શલ આર્ટ પર બની રહેલી આ ફિલ્મમાં પૂજા ભાલેકર જબરજસ્ત એકશન કરતી દેખાઇ રહી છે અને તે બ્રૂસ લીની ફેન છે. આ ફિલ્મનું ટીઝર જોયા પછી અમિતાભ બચ્ચને ઘણું પસંદ આવ્યું અને તેમણે પોતાના એકાઉન્ટ પરથી એને શેયર કર્યું છે. આ ટીઝર શેયર કરતાં બીગ બીએ લખ્યું કે, રામગોપાલ વર્માની આ નવી ફિલ્મ એન્ટર ધ ગર્લ ડ્રેગન ભારતની પહેલી માર્શલ આર્ટ્સ ફિલ્મ છે. આ ભારત અને ચીનના કો-પ્રોડકશનથી તૈયાર થઇ છે. અહીં નોંધનિય છે કે, અમિતાભ બચ્ચને પણ રામ ગોપાલ વર્મા સાથે નિશબ્દ, આગ અને સરકાર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news