Rape in Rajkot : 8 વર્ષીય બાળા પર બળાત્કાર, વિગતો છે ચોંકાવનારી, સલામત ગુજરાતના દાવા પોકળ
ગુજરાત (Gujarat)માં સબસલામતના પોકળ દાવાઓ વચ્ચે આજે ફરીવાર એક શરમજનક ઘટના સામે આવી છે. ગઈ કાલે વડોદરા (Vadodara)માં સામૂહિક દૂષ્કર્મની ઘટના બાદ આજે રાજકોટમાં 8 વર્ષની બાળકીને અપહરણ કરીને તેની સાથે સામૂહિક બળાત્કાર (Gange rape)ની ઘટના સામે આવી છે. આરોપીની ઓળખ આપનારને 50 હજાર રૂપિયાનું ઇનામ આપવાની પોલીસે જાહેરાત કરી છે.
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટ : ગુજરાત (Gujarat)માં સબસલામતના પોકળ દાવાઓ વચ્ચે આજે ફરીવાર એક શરમજનક ઘટના સામે આવી છે. ગઈ કાલે વડોદરા (Vadodara)માં સામૂહિક દૂષ્કર્મની ઘટના બાદ આજે રાજકોટમાં 8 વર્ષની બાળકીનું અપહરણ કરીને તેની સાથે બળાત્કાર (Gange rape)ની ઘટના સામે આવી છે. બાળકી આ આઘાત સહન નથી કરી શકી અને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં (Civil hospital)દાખલ કરવામાં આવી છે. 8 વર્ષની બાળકી સાથેના દુષ્કર્મ મામલે રાજકોટ પોલીસ (Rajkot Police)સક્રિય બની છે અને પોલીસ કમિશનર અને જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના સ્ટાફ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી છે. આ મામલે આરોપી વિશે ચોક્કસ માહિતી આપનાર વ્યક્તિને રાજકોટ પોલીસ દ્વારા 50,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. આ મામલામાં શંકાસ્પદ ઇસમોની અટકાયત કરીને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.
બાળકો ઠુંઠવાતા હતા ઠંડીમાં એ ન જોવાયું ટીચરથી અને પછી...
પ્રાથમિક માહિતી પ્રમાણે આજી ડેમ સર્કલ નજીક પુલ નીચે બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને હવે પોલીસે CCTV ફૂટેજ તપાસી આરોપી પકડવા તપાસ હાથ ધરી છે. બળાત્કારનો ભોગ બનનારી બાળકીનો પરિવાર મજૂરીકામ માટે રાજકોટ આવ્યો હતો. બાળકી પર બળાત્કાર કરનારા શખ્સે તેને ગુપ્ત ભાગ ઉપરાંત શરીર પર ઈજાઓ પણ પહોંચાડી છે. છોકરીનો રેપ કર્યા બાદ તે તેને ઝૂંપડાથી દૂર મૂકીને નાસી ગયો હતો.
આખરે પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રાજકોટ શહેરના 80 ફુટના રોડ ઉપર ઝૂંપડામાં સૂતો હતો, તે સમયે તેમની દીકરીનું અજાણ્યા શખ્સે અપહરણ કર્યું હતું. પોલીસે મેળવેલા સીસીટીવી ફૂટેજમાં રાત્રે 11:21 વાગ્યે નરાધમ બાળકીને ઉઠાવીને લઇ જતો દેખાય છે. અને રાત્રે 12:09 વાગ્યે બાળકી દોડીને પરત પોતાના પરિવાર પાસે જાય છે. પોલીસે આરોપીને શોધવા માટે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૂ કરી છે.
આ ઘટનાક્રમ પછી કોંગ્રેસના નેતા રાજીવ સાતવે (Rajiv satav) રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ હોવાનો આક્ષેપ કર્યો છે. જનવેદના સંમેલનમાં ભાગ લેવા અમદાવાદ પહોંચેલા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે કહ્યું કે રાજ્યમાં મહિલાઓ પર બળાત્કારની ઘટનાઓ વધી રહી છે. સરકાર મહિલા સુરક્ષાની વાતો કરે છે પણ કોઇ નક્કર પગલાં લેવાતા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે