ઐશ્વર્યા રાય હવે અમિતાભ બચ્ચનના પરિવારનો નથી રહી હિસ્સો? આ VIDEOમાં ગાયબ દેખાઈ બહુરાની

Aishwarya Rai Abhishek Bachchan divorce : અમિતાભ બચ્ચનના 82માં જન્મદિવસ પર 'KBC 16'નો એક ખાસ એપિસોડ બતાવવામાં આવ્યો હતો, જેમાં ખાસ વીડિયોમાં ઐશ્વર્યા રાય ક્યાંય દેખાઈ નહિ 
 

ઐશ્વર્યા રાય હવે અમિતાભ બચ્ચનના પરિવારનો નથી રહી હિસ્સો? આ VIDEOમાં ગાયબ દેખાઈ બહુરાની

Aishwarya Rai divorce : બચ્ચન ફેમિલી હાલમાં વિવાદમાં છે. ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડાની અફવાઓને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે. 'કૌન બનેગા કરોડપતિ 16'માં બચ્ચન પરિવારનો એક ખાસ વીડિયો દેખાડવમાં આવ્યો હતો, જેમાં પરિવારના તમામ સભ્યો જોવા મળ્યા હતા. જો કોઈ ન દેખાતું હોય તો તે ઐશ્વર્યા રાય હતી અને તેનાથી પરિવારમાં અણબનાવની અટકળો તેજ થઈ ગઈ છે.

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડાની અફવાઓએ ફચાલી રહી છે. આ બાબતે પરિવારે ચૂપકીદી સાધી છે. પરિવાર એક હોવાનો હંમેશાં દેખાડવાનો પ્રયાસ કરે છે. હકીકતમાં, જે વસ્તુઓ અત્યાર સુધી ફક્ત લોકોના મન અને જીભ પર હતી તે બાબત તે 'કૌન બનેગા કરોડપતિ 16'માં પણ દેખાઈ છે. 

11 ઓક્ટોબરે અમિતાભ બચ્ચનના 82માં જન્મદિવસ પર 'KBC 16'નો એક ખાસ એપિસોડ બતાવવામાં આવ્યો હતો, જેમાં આમિર ખાન અને તેના પુત્ર જુનૈદે સ્પર્ધકો તરીકે ભાગ લીધો હતો. બિગ બીના આ ખાસ દિવસની ઉજવણી માટે સમગ્ર એપિસોડ દરમિયાન કેટલાક ખાસ વીડિયો ચલાવવામાં આવ્યા હતા. જો કે, આ ઝલકોએ આ અફવાને વધુ બળ આપ્યું છે. 

 

image

વીડિયોમાં બચ્ચન પરિવારના તમામ સભ્યો, માત્ર ઐશ્વર્યા ગાયબ 
ખરેખર, આ શોમાં બતાવવામાં આવેલા વીડિયોમાં બચ્ચન પરિવારના તમામ સભ્યો દેખાતા હતા. આ ઝલકમાં જયા બચ્ચનથી લઈને અભિષેક, શ્વેતા અને તે પછીની પેઢીના બાળકો અગસ્ત્ય, નવ્યા અને આરાધ્યા પણ જૂની અને તાજેતરની તસવીરોમાં બિગ બી સાથે જોવા મળ્યા હતા. આ ઝલકમાં જો કોઈનો ચહેરો દેખાતો ન હતો તો તે ઐશ્વર્યા રાયનો હતો.

આખા વીડિયોમાંથી ઐશ્વર્યા ગાયબ 
અભિષેક, શ્વેતા, નવ્યા અને અગસ્ત્યએ પણ બિગ બી માટે તેમના જન્મદિવસ પર વિડિયો મેસેજ પોસ્ટ કર્યા હતા અને તેમની સાથે આરાધ્યાની કેટલીક તસવીરો પણ બતાવવામાં આવી હતી, પરંતુ ઐશ્વર્યા આખા વીડિયોમાંથી ગાયબ રહી હતી. હવે ફરી એકવાર આ બાબતોએ પરિવારના સભ્યો અને ઐશ્વર્યા વચ્ચે અણબનાવની અટકળોને વેગ આપ્યો છે.

image

આ પહેલીવાર નથી કે જ્યારે પરિવારમાં ચાલી રહેલા વિવાદને લઈને અટકળો બહાર આવી હોય. આ વર્ષની શરૂઆતમાં જ્યારે અમિતાભ બચ્ચનના પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપી ત્યારે પરિવાર અધૂરો લાગતો હતો. તેમની સાથે ઐશ્વર્યા અને આરાધ્યા જોવા મળી ન હતી. જોકે, થોડા સમય બાદ ઐશ્વર્યા તેમની પુત્રી આરાધ્યા સાથે અલગથી ઈવેન્ટમાં પહોંચી હતી.

ઐશ્વર્યાએ અમિતાભ માટે જન્મદિવસની પોસ્ટ કરી 
જો કે, અહીં યાદ અપાવી દઈએ કે આ વખતે પણ જન્મદિવસની મોડી રાત્રે ઐશ્વર્યાએ અમિતાભ બચ્ચનને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા એક સુંદર પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં આરાધ્યા અમિતાભ બચ્ચન સાથે જોવા મળી રહી છે. આ તસવીર શેર કરતી વખતે ઐશ્વર્યાએ લખ્યું હતું કે, 'હેપ્પી બર્થડે પા-દાદા, ભગવાન તમને હંમેશા આશીર્વાદ આપે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news