આ અભિનેત્રી સાથે રોમાન્સ કરતી વખતે ધર્મેન્દ્ર રીતસરના કાંપતા, અભિનેત્રીએ કર્યા ધડાધડ મોટા ખુલાસા

જયાપ્રદા એ એક રિયાલિટી શોમાં ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, ઋષિ કપૂર અને શત્રુઘ્ન સિન્હા જેવા દિગ્ગજ કલાકારોની તસવીરો બતાવવામાં આવી હતી, અને પૂછવામાં આવ્યું હતું કે કયા અભિનેતાને રોમેન્ટિક સીન કરતી વખતે સામનો કરવો પડતો હતો.

આ અભિનેત્રી સાથે રોમાન્સ કરતી વખતે ધર્મેન્દ્ર રીતસરના કાંપતા, અભિનેત્રીએ કર્યા ધડાધડ મોટા ખુલાસા

નવી દિલ્હી: હિન્દી સિનેમાના પ્રખ્યાત અને પીઢ અભિનેતા ધર્મેન્દ્ર અવારનવાર એક યા બીજા કારણોસર હેડલાઇન્સમાં ચમકતા રહે છે. લાખો ચાહકો ધર્મેન્દ્રને પ્રેમ કરે છે, જેમણે 1960 માં ફિલ્મ 'દિલ ભી તેરા હમ ભી તેરે' સાથે અભિનયની શરૂઆત કર્યા પછી ત્રણ દાયકા સુધી ફિલ્મ જગત પર પોતાનું પ્રભુત્વ જમાવી રાખ્યું હતું.

ધર્મેન્દ્ર તેના દરેક અભિનય માટે છે પ્રખ્યાત
86 વર્ષની ઉંમરમાં પણ પોતાના શોખ અને ફિટનેસનું ધ્યાન રાખનાર ધર્મેન્દ્રએ મોટા પડદા પર તમામ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે. રોલ ફિલ્મ 'સત્યકામ' ના સાદા પ્રામાણિક હીરોનો હોય કે પછી ફિલ્મ 'શોલે'ના એક્શન હીરો નો હોય, ફિલ્મ 'ચુપકે ચુપકે' ના કોમેડિયન હીરો નો હોય, દરેકને સફળતાપૂર્વક ન્યાય આપનાર ધર્મેન્દ્રએ ઘણું બધું કર્યું છે. સ્ક્રીન પર રોમાંસ પણ કર્યો છે. ધર્મેન્દ્રએ બોલિવૂડના દિગ્ગજ કલાકાર જયાપ્રદા સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું અને તેમની જોડી (ધર્મેન્દ્ર-જયાપ્રદા) લોકોને ખૂબ પસંદ આવી હતી. બંને પોતાની ફિલ્મી સફરમાં ઝડપથી એક પછી એક મૂકાસ સર કરી રહ્યા હતા.

Image preview

ધર્મેન્દ્ર તેમના સમયના સૌથી પ્રેમાળ હીરો માંના એક હતા
ધર્મેન્દ્ર સેટ પર ખુબ જ ફ્લર્ટ કરતા હતા. સામાન્ય રીતે ધર્મેન્દ્રએ બોલીવુડની જાણીતી ઘણી અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. તેમણે ઘણી અભિનેત્રીઓ સાથે રોમેન્ટિક સીન્સ પણ આપ્યા છે, તે ફિલ્મના સેટ પર અભિનેત્રીઓ સાથે ખૂબ ફ્લર્ટ પણ કરતા રહેતા હતા. જયા પ્રદા એક એવી અભિનેત્રી હતી, જેમની સાથે રોમાન્સ કરવામાં ધર્મેન્દ્રને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

જયા પ્રદા એ એકવાર ધર્મેન્દ્ર વિશે ખુલાસો કર્યો
જયાપ્રદા એ એક રિયાલિટી શોમાં ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, ઋષિ કપૂર અને શત્રુઘ્ન સિન્હા જેવા દિગ્ગજ કલાકારોની તસવીરો બતાવવામાં આવી હતી, અને પૂછવામાં આવ્યું હતું કે કયા અભિનેતાને રોમેન્ટિક સીન કરતી વખતે સામનો કરવો પડતો હતો. તો તેમણે ધર્મેન્દ્રનું નામ આગળ ધરીને જણાવ્યું હતું કે તેમને સૌથી વધુ મારી સાથે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

Image preview
 
તમને જણાવી દઈએ કે જયા પ્રદા અને ધર્મેન્દ્ર બંને હિન્દી સિનેમાની ધરોહર રહ્યા છે. આજે પણ તેમની ફિલ્મો તેમના પાત્રો માટે યાદ કરવામાં આવે છે. બંને ન્યાય દાતા, શહજાદે, ધર્મ ઔર કાનૂન, પાપી દેવતા, મેદાન-એ-જંગ જેવી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news