Dharmendra New Name: લ્યો બોલો, 64 વર્ષની કારર્કિદી પછી ધર્મેન્દ્રએ બદલ્યું પોતાનું ઓનસ્ક્રીન નામ...

Dharmendra New Name:તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ તેરી બાતો મેં એસા ઉલજા જીયાથી ધરમજીએ પોતાનું નામ બદલી નાખ્યું છે. આ વાત જાણીને સૌ કોઈ આશ્ચર્યચકિત છે. ફિલ્મી કારકિર્દી શરૂ થયાના 64 વર્ષ પછી ધર્મેન્દ્રએ પોતાનું ઓનસ્ક્રીન નામ બદલ્યું છે. 

Dharmendra New Name: લ્યો બોલો, 64 વર્ષની કારર્કિદી પછી ધર્મેન્દ્રએ બદલ્યું પોતાનું ઓનસ્ક્રીન નામ...

Dharmendra New Name:બોલીવુડના દિગ્ગજ કલાકાર ધર્મેન્દ્ર એ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત 1960માં કરી હતી. તેની પહેલી ફિલ્મ દિલ ભી તેરે નામ હમ ભી તેરે નામ હતી. આ ફિલ્મથી તેને ઓનસ્ક્રીન અને ઓફસ્ક્રીન ધર્મેન્દ્ર તરીકે જ ઓળખવામાં આવે છે. પરંતુ તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ તેરી બાતો મેં એસા ઉલજા જીયાથી ધરમજીએ પોતાનું નામ બદલી નાખ્યું છે. આ વાત જાણીને સૌ કોઈ આશ્ચર્યચકિત છે. ફિલ્મી કારકિર્દી શરૂ થયાના 64 વર્ષ પછી ધર્મેન્દ્રએ પોતાનું ઓનસ્ક્રીન નામ બદલ્યું છે. 

9 ફેબ્રુઆરીએ શાહિદ કપૂર અને કૃતી સેનનની ફિલ્મ તેરી બાતો મેં એસા ઉલજા જીયા સિનેમા ઘરોમાં રિલીઝ થઈ. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર પણ જોવા મળે છે. ફિલ્મના ઓપનિંગ ક્રેડિટ્સમાં ધર્મેન્દ્રનું નામ અલગ રીતે લખવામાં આવ્યું છે. 

શું છે ધર્મેન્દ્રનું નવું નામ?

તેરી બાતો મેં એસા ઉલજા જીયા ફિલ્મમાં ઓપનિંગ ક્રેડિટમાં ધર્મેન્દ્રનું નામ ધર્મેન્દ્ર નહીં પરંતુ ધર્મેન્દ્ર સિંહ દેઓલ લખવામાં આવ્યું છે. છેલ્લા 64 વર્ષથી ફિલ્મોમાં ધર્મેન્દ્રનું નામ ધર્મેન્દ્ર તરીકે જ લખવામાં આવતું હતું પરંતુ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મથી ધર્મેન્દ્ર એ તેનું ઓન સ્ક્રીન નામ બદલી ધર્મેન્દ્ર સિંહ દેઓલ લખવાની શરૂઆત કરાવી છે. જાણીને નવાઈ લાગશે પરંતુ ધર્મેન્દ્ર સિંહ દેવોલ ધર્મેન્દ્રનું સાચું નામ છે જે નાનપણમાં રાખવામાં આવ્યું હતું. પરંતુ ફિલ્મો શરૂ કર્યા પછી ધર્મેન્દ્ર એ પોતાનું ઓનસ્ક્રીમ નામ ધર્મેન્દ્ર જ રાખ્યું. 

ધર્મેન્દ્ર વર્ષો પછી ફરીથી ફિલ્મમાં કામ કરતાં જોવા મળે છે. શાહિદ કપૂરની ફિલ્મ તેરી બાતો મેં એસા ઉલજા જીયા પહેલા ધર્મેન્દ્ર રોકી ઓર રાની કી પ્રેમ કહાની માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેની સાથે ઓન સ્ક્રીન જયા બચ્ચન અને શબાના આઝમી જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં ધર્મેન્દ્રનું કામ લોકોને ખૂબ જ પસંદ પડ્યું હતું. રિપોર્ટ્સ અનુસાર ટૂંક સમયમાં ધર્મેન્દ્ર અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્થ નંદાની ફિલ્મ ઈક્કિસમાં પણ જોવા મળશે. આ ફિલ્મનું ડાયરેક્શન શ્રીરામ રાઘવન કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news