આ બોલ્ડ સીન પર થઈ હતી એવી બબાલ, જેલ પહોંચી ગયો શાહરૂખ ખાન! જર્નાલિસ્ટને આપી હતી નપુંસક કરવાની ધમકી!
સિને બિલ્ટ્ઝ મેગેઝીનમાં સમાચાર છપાયા કે કેતન મેહતાએ પોતાની પત્નીને કહ્યું કે તું શાહરૂખ ખાનની સાથે હોટલમાં એક રાત પસાર કરી લે, તેનાથી તમારા બંનોનો સંકોચ ખતમ થઈ જશે અને આપણા સીનની ઇન્ટિસિટી વધી જશે. આ આર્ટિકલને વાંચી શાહરૂખ ખાનનો ગુસ્સો સાતમાં આસમાન પર હતો.
Trending Photos
નવી દિલ્હીઃ શાહરૂખ ખાન જર્નાલિસ્ટ સાથે પોતાના સારા વર્તન માટે જાણીતો છે, તે બધા સાથે પ્રેમથી વાત કરે છે, પરંતુ એકવાર એવું થયું કે શાહરૂખ ખાન એક જર્નાલિસ્ટ સાથે ભડકી ગયો કે તેને ખુબ ધમકાવ્યો અને ગાળો પણ આપી હતી. શાહરૂખ ખાન તેના ઘરે પહોંચી તેના માતા-પિતાની સામે તેને નપુંસક કરવાની ધમકી આવી આવ્યો હતો. આ કિસ્સો જાણીતા ડાયરેક્ટર-પ્રોડ્યુસર વિધુ વિનોદ ચોપડાની પત્ની અને જાણીતા પત્રકાર અનુપમા ચોપડાએ પોતાના પુસ્તક કિંગ ઓફ બોલીવુડમાં લખ્યો છે.
આ કિસ્સો 31 વર્ષ પહેલા આવેલી ફિલ્મ 'માયા મેમસાબ'ના શૂટિંગ દરમિયાનનો છે. 2 જુલાઈ 1993ના રિલીઝ થયેલી ફિલ્મ 'માયા મેમસાબ' માં શાહરૂખ ખાનની સાથે હીરોઈન દીપા સાહી હતી. દીપા સાહી આ ફિલ્મના ડાયરેક્ટર કેતન મેહતાની પત્ની હતી. વર્ષ 1992માં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. 'માયા મેમસાબ'માં શાહરૂખ ખાન અને દીપા સાહીનો ખુબ બોલ્ડ સીન હતો, બંને સ્ટાર લગભગ ન્યૂડ અવસ્થામાં હતા. આ સીનને લઈને શાહરૂખ ખાન અને દીપા સાહી સંકોચમાં હતા અને સીન સારી રીતે કરી શકતા નહોતા. સિને બ્લિટ્ઝ મેગેઝીનમાં સમાચાર છપાયા કે કેતન મેહતાએ પોતાની પત્નીને કહ્યું કે તું શાહરૂખ સાથે હોટલમાં એક રાત પસાર કરી લે, તેનાથી તમારા બંનેનો સંકોચ ખતમ થઈ જશે અને આપણા સીનની ઈન્ટેસિટી વધી જશે. આર્ટિકલ પ્રમાણે બંને આ વાત માટે રાજી થયા અને તેના માટે હોટલનો એક રૂમ બુક કરવામાં આવ્યો. બંને સાથે રહ્યાં અને આગામી દિવસે ત્યાં આ શૂટ થયું. શૂટિંગ દરમિયાન કેતન મેહતા અને સિનેમેટોગ્રાફર જ રૂમમાં હતા, બાકી કોઈ નહોતું. સિને બ્લિટ્ઝે આ સ્ટોરી પત્રકારના નામ વગર લખી હતી. આ આર્ટિકલ કયાં પત્રકારે લખ્યો તે વાત શાહરૂખ ખાન ન જાણી શક્યો પરંતુ તેને વાચી કિંગ ખાનનું મગજ ખરાબ થઈ ગયું હતું.
આર્ટિકલ છપાયાના થોડા દિવસ બાદ એક ઈવેન્ટમાં શાહરૂખ ખાનને સિને બ્લિટ્ઝ મેગેઝીનના એક પત્રકાર કીથ ડિકોસ્ટા દેખાયા, તેને જોઈ શાહરૂખ ખાનનો પારો સાતમાં આસમાને પહોંચી ગયો હતો. શાહરૂખને લાગ્યું કે કીથ ડિકોસ્તાએ આ સમાચાર લખ્યા હતા. તેણે પત્રકારને તે ઈવેન્ટમાં ગાળો આપવાનું શરૂ કરી દીધું, આ વચ્ચે કીથ ઘરે આવી ગયો. પરંતુ શાહરૂખે તેને ફોન કરી ધમકાવ્યો અને કહ્યું કે તે ઘરે આવી તેને મારશે. કીથને લાગ્યું કે શાહરૂખ ખાલી ધમકાવી રહ્યો છે પરંતુ ઘરે નહીં આવે. પરંતુ શાહરૂખ તેના ઘરે પહોંચી ગયો. શાહરૂખે કીથને તેના માતા-પિતાની સામે નપુંસક કરવાની ધમકી આપી હતી. શાહરૂખના આ વ્યવહારથી કીથ ડરી ગયો અને તેને લાગ્યું કે શાહરૂખ ખાન પર કોઈ ભૂત આવી ગયું છે.
કીથે શાહરૂખ ખાન વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી, શાહરૂખ ખાન તેનાથી પણ ન ડર્યો અને તે કીથને સતત ધમકાવી રહ્યો હતો. ત્યારબાદ કીથે વધુ એક ફરિયાદ કરી અને પોલીસ પ્રોટેક્શન માંગ્યુ હતું. જ્યારે શાહરૂખ ખાન વિરુદ્ધ પોલીસને બીજી ફરિયાદ મળી તો તેની ધરપકડ કરવામાં આવી. પોલીસ શાહરૂખ ખાનને લઈને બાંદ્રા પોલીસ સ્ટેશન આવી હતી. શાહરૂખ તે સમયે જાણીતો બની ગયો હતો તો પોલીસે તેને જેલ ન મોકલ્યો પરંતુ પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યો હતો. પુસ્તક પ્રમાણે પોલીસકર્મીઓએ શાહરૂખ ખાનના ઓટોગ્રાફ લીધા હતા. શાહરૂખે પોલીસ પાસે એક ફોન કરવાની મંજૂરી માંગી. પોલીસ મંજૂરી આપી તો શાહરૂખે કીથને ફોન લગાવ્યો હતો. શાહરૂખે કીથને કહ્યું- હું જેલમાં છું, પરંતુ તેને છોડીશ નહીં. શાહરૂખે તેને પોલીસકર્મીઓની સામે હાળો આપી હતી. રાત્રે 11.30 કલાકે ચંકી પાંડેના ભાઈ ચિક્કી પાંડેએ શાહરૂખને જામીન પર છોડાવ્યો હતો.
2 વર્ષ બાદ શાહરૂખે માંગી માફી
બે વર્ષ બાદ શાહરૂખ ખાનને સિને બ્લિટ્ઝની જર્નાલિસ્ટ વર્જીનિયા વાચા મળી. તેણે શાહરૂખને જણાવ્યું કે તે સ્ટોરી કીથ ડિકોસ્ટાએ નહોતી લખી. વર્જીનિયાની વાત સાંભળી શાહરૂખને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે કીથ ડિકોસ્ટાને ફોન કર્યો હતો. ત્યારબાદ શાહરૂખે કીથ અને તેના માતા-પિતાની માફી માંગી હતી. એટલું જ નહીં આ માફી બાદ શાહરૂખ ખાને કીથ ડિકોસ્ટાને ખુબ ઈન્ટરવ્યૂ આપ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે