એમી એવોર્ડ્સમાં ગેમ ઓફ થ્રોન્સની ધૂમ, મળ્યા કુલ નવ પુરસ્કાર

એચબીઓ રહ્યું પ્રથમ સ્થાન પર અને એચબીઓના અન્ય શોના અભિનયની શ્રેણીમાં પુરસ્કાર જીત્યો, તો નેટફ્લિક્સને મળ્યું બીજું સ્થાન. 

એમી એવોર્ડ્સમાં ગેમ ઓફ થ્રોન્સની ધૂમ, મળ્યા કુલ નવ પુરસ્કાર

નવી દિલ્હીઃ અહીં 70માં પ્રાઇમટાઇમ એમી એવોર્ડ્સમાં ટીવી શો ગેમ ઓફ થ્રોન્સની ધૂમ રહી, તેણે કુલ નવ એવોર્ડ જીત્યા છે. તેણે છેલ્લા ચાર વર્ષમાં ત્રીજી વખત સર્વશ્રેષ્ઠ ડ્રામાનો એમી એવોર્ડ જીત્યો. વેબસાઇટ એનવાઈટાઈમ્સ ડોટ કોમ પ્રમાણે, નેટફ્લિક્સ માટે 2018 એમીમાં એક રીતે સફળતાનું બિગુલ વાગ્યું, પરંતુ પરિણામ એચબીઓ માટે રાહત લઈને આવ્યું, જેના વિશે કહેવામાં આવે છે કે ટેકનિકની રૂપથી તમામ બ્રોડકાસ્ટ અને કેબલ નેટવર્ક્સમાં તે પ્રથમ સ્થાને રહ્યું. 

એચબીઓના અન્ય શોએ અભિનયની શ્રેણીમાં પુરસ્કાર જીત્યો છે. પુરસ્કાર મેળવનારમાં હેનરી વિંકલર (બૈરી), બિલ હેડર (બૈરી), થેન્ડી ન્યૂટન (વેસ્ટવર્લ્ડ) અને પીટર ડિંકલેજ (ગેમ ઓફ થ્રોન્સ) જેવા કલાકાર સામેલ રહ્યાં. પુરસ્કાર સમારોહમાં અહીં સોમવારે એવોર્ડ ગ્રહણ કરવા દરમિયાન ડિંકલેજના શોના ક્રિએટર ડેવિડ બેનિઓફ અને ડેન વેઈસનો આભાર માન્યો. તેમણે કહ્યું, મારી જિંદગીમાં પરિવર્તન લાવવા માટે ડેવ અને ડૈન તમારો આભાર. 

જાસૂસી પર આધારિત શો 'ધ અમેરિકન્સ'એ બે પુરસ્કાર જીત્યા છે, જેમાં મેથ્યૂ રીસને સર્વશ્રેષ્ઠ અભિનેતા માટે મળેલો પુરસ્કાર પણ સામેલ છે. ધ ક્રાઉનમાં મહારાણી એલિઝાબેથની ભૂમિકા નિભાવવા માટે ક્લેયર ફોયને ડ્રામામાં બેસ્ટ લીડ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો હતો. 

શો 'ધ માર્વલસ મિસેજ મેજલ'ને પાંચ પુરસ્કાર મળ્યા, જેમાં સર્વશ્રેષ્ઠ કોમેડી સીરીઝનો પુરસ્કાર પણ સામેલ છે. શોમાં મુખ્ય ભૂમિકા ભજવતા રેચલ બ્રોસનાહનને કોમેડીમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો. શર્મ-પાલાડિનોને બેસ્ટ કોમેડી શ્રેણીમાં આ શો માટે દિગ્દર્શન તથા લેખનનો પુરસ્તાર મળ્યો હતો. જોન ઓલિવરના વીકલી શો લાસ્ટ વીક ટુનાઇને બેસ્ટ વેરાઇટી ટોક શ્રેણીનો પુરસ્કાર મળ્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news