ઇન્ફોસિસે 3 વર્ષ પહેલા નોકરી છોડી ચુકેલ કર્મચારીને 12 કરોડ ચુકવવા પડશે
એક મધ્યસ્થ કોર્ટે ઇન્ફોસિસને કહ્યું કે, તે પોતાનાં સીએફઓ રાજીવ બંસલને નોકરી બદલ બાકીની 12.17 કરોડ રૂપિયાનું વ્યાજ સહિત ચુકવણું કરે
Trending Photos
નવી દિલ્હી : એક મધ્યસ્થ કોર્ટે ઇન્ફોસિસે કહ્યું કે, તેઓ પોતાના પુરવઠ્ઠાને મુક્ય નાણાકીય અધિકારી રાજીવ બંસલને અલગતા રકમ સ્વરૂપે બાકીની રકમ 12.17 કરોડ રૂપિયાનું વ્યાજ સહિત ચૂકવણી કરે. આ સાથે જ મધ્યસ્થ કોર્ટે ઇન્ફોસિસનાં તે દાવાને ફગાવી દીધો. તેણે 5.2 કરોડ રૂપિયાની આ રકમ અને ક્ષતિપુર્તિ ચુકવીને પોતાની જવાબદારી પુર્ણ કરી લીધી છે.
ઇન્ફોસિસે બીએસઇને જણાવ્યું કે, કંપની અને તેના પુર્વ સીએફઓ રાજીવ બંસલ વચ્ચે થયેલા સમજુતી અંગે ઓબ્રિટ્રલ ટ્રિબ્યુનલેમધ્યસ્થતા કાર્યવાહી દરમિયાન પોતાના ચુકાદાથી અમને માહિતગાર કર્યા છે. ચુકાદા અનુસાર ઇન્ફોસિસ સાથે નોકરી છોડ્યા બાદ બાકીની રકમ 12.17 કરોડ રૂપિયા વ્યાજ સહિત ચુકવવી પડશે.
કંપનીએ જણાવ્યું કે, જો કે ચુકાદામાં સ્વિકારવામાં આવ્યું કે ઇન્ફોસિસનો વિવાદ પોતાનાં સ્થાને યોગ્ય હતો પરંતુ માત્ર 5.2 કરોડ રૂપિયાની રકમ નોકરી બદલે અને ક્ષતિપુર્તિના તેમના કાઉન્ટર ક્લેમને ફગાવી દેવામાં આવ્યો. આર્બિટ્રલનો ચુકાદો ગુપ્ત છે. આ ચુકાદા બાદ જરૂરી કાર્યવાહી માટે ઇન્ફોસિસ કાયદાકીય સલાહ લેશે.
બંસલે 2015માં કંપની છોડી હતી અને તે સમયે તેને 17.38 કરોડ રૂપિયા મળવાનાં હતા. આ રકમ તેમની 24 મહિનાની સેલેરી બરોબર હતી. જો કે ઇન્ફોસિસે માત્ર 5.2 કરોડ રૂપિયા આપ્યા અને બાકીની રકમ નહોતી આપી. ઇન્ફોસિસના સહ સંસ્થાપકોનાં અલગતા રકમને ઘણી વધારે ગણાવી અને કહ્યું કે, તેનો સ્વિકાર કરવામાં આવી શકે નહી. ત્યાર બાદ બંસલે આ મુદ્દે ગત્ત વર્ષે ટ્રિબ્યુનલમાં લેવાયેલા તેનાં પક્ષમાં ચુકાદો આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે