Bollywood: હવે સાઉથની ફિલ્મોથી બોલિવૂડમાં ધુમ મચાવશે આ સ્ટાર્સ, જુનિયર એનટીઆર સાથે જોવા મળશે સૈફ અલી ખાન

Bollywood News: બોલિવૂડ સ્ટાર સૈફ અલી ખાનથી લઈને બોબી દેઓલ અને સંજય દત્ત સુધી બોલિવૂડના આ મોટા સ્ટાર્સ હવે સાઉથની ફિલ્મો તરફ ધ્યાન આપી રહ્યા છે. આ સ્ટાર્સ હિન્દી દ્વારા નહીં પરંતુ સાઉથની ફિલ્મો દ્વારા દર્શકોને દિવાના બનાવવાની તૈયારી કરી રહ્યા છે. 

Bollywood: હવે સાઉથની ફિલ્મોથી બોલિવૂડમાં ધુમ મચાવશે આ સ્ટાર્સ, જુનિયર એનટીઆર સાથે જોવા મળશે સૈફ અલી ખાન

સાઉથની ફિલ્મોથી બોલિવૂડમાં એન્ટ્રી કરશે આ સ્ટાર્સ :  બોલિવૂડ સ્ટાર સૈફ અલી ખાનથી લઈને બોબી દેઓલ અને સંજય દત્ત સુધી ઘણા એવા ફિલ્મ સ્ટાર્સ છે જેમણે હવે સાઉથ સિનેમા પર પોતાની નજર જમાવી છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બોલિવૂડના આ સ્ટાર્સ ટૂંક સમયમાં સાઉથની ફિલ્મો દ્વારા દર્શકોને દિવાના બનાવવાના છે. અહીં જુઓ યાદી..

સંજય દત્ત
બોલિવૂડ સ્ટાર સંજય દત્તે KGF 2માં અધિરાનું પાત્ર ભજવીને ચાહકોને દિવાના બનાવી દીધા હતા. હવે ટૂંક સમયમાં બોલિવૂડનો 'ખલનાયક' ડાયરેક્ટર લોકેશ કનાગરાજની ફિલ્મ લિયોમાં જોવા મળશે. જેમાં લીડ સ્ટાર થલપથી વિજય છે.

No description available.

સૈફ અલી ખાન
બોલિવૂડ સ્ટાર સૈફ અલી ખાન સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ આદિપુરુષ સાથે તેલુગુ બોક્સ ઓફિસ પર ઉતરશે. સાંભળવામાં આવ્યું છે કે આ પછી તે જુનિયર એનટીઆરની આગામી ફિલ્મ એનટીઆર 30 માં પણ જોવા મળી શકે છે. જેમાં સૈફ નેગેટિવ રોલમાં જોવા મળી શકે છે. ફિલ્મના દિગ્દર્શક કોરાતલા શિવા છે.

બોબી દેઓલ
બોલિવૂડ સ્ટાર બોબી દેઓલ પણ જલ્દી જ તેલુગુ સિનેમામાં પગ મુકવા જઈ રહ્યો છે. રિપોર્ટ્સનું માનીએ તો તે તેલુગુ સિનેમાના પાવર સ્ટાર પવન કલ્યાણની ફિલ્મ હરી હારા વીરા મલ્લુમાં જોવા મળશે. ક્રિશ આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે.

No description available.

નવાઝુદ્દીન સિદ્દીકી
ફિલ્મ સ્ટાર નવાઝુદ્દીન સિદ્દીકીએ તમિલ ફિલ્મ પેટ્ટાથી સાઉથમાં ડેબ્યુ કર્યું હતું. એવી ચર્ચા છે કે અભિનેતા ટૂંક સમયમાં તેલુગુ ફિલ્મ સૈંધવ સાથે સાઉથ સિનેમામાં કમબેક કરશે. આ ફિલ્મનો લીડ સ્ટાર વેંકટેશ છે.

અમિતાભ બચ્ચન
સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સે રા નરસિમ્હા રેડ્ડી બાદ ફરી એકવાર તેલુગુ ફિલ્મમાં જોવા મળવાના છે. સદીનો મેગાસ્ટાર ટૂંક સમયમાં સુપરસ્ટાર પ્રભાસ અને ડિરેક્ટર નાગ અશ્વિનની ફિલ્મ પ્રોજેક્ટમાં જોવા મળશે.

No description available.

અભિષેક બચ્ચન
અભિષેક બચ્ચન ગૌતમ મેનન દ્વારા નિર્દેશિત મલ્ટી સ્ટારર ફિલ્મમાં જોવા મળી શકે છે. આ ફિલ્મનો લીડ સ્ટાર વિજય સેતુપતિ છે.

No description available.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news