અક્ષયકુમાર અને શાહરુખ ખાનની સગી બહેન શું કામ કરે છે એ જાણીને તમે પણ ચોંકી જશો

Raksha Bandhan: આપણા બોલીવુડ સ્ટાર્સ આ તહેવારની ધામધૂમથી ઉજવણી કરે છે. એમાંથી કેટલાકના ભાઈ-બહેન એવા છે, જે લાઈમ લાઈટથી સાવ દૂર છે. આજે આવા જ કેટલાક ખાસ સંબંધોની વાત કરીશું.

અક્ષયકુમાર અને શાહરુખ ખાનની સગી બહેન શું કામ કરે છે એ જાણીને તમે પણ ચોંકી જશો

Raksha Bandhan 2023: ભાઈ અને બહેનના ખૂબસૂરત સંબંધને ઉજવતો તહેવાર એટલે રક્ષાબંધન. આ તહેવારનું અનોખું મહત્વ છે. આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે. આ તહેવાર તમામ લોકો માટે ખાસ હોય છે પછી એ બોલીવુડ સ્ટાર્સ જ કેમ ન હોય. આપણા બોલીવુડ સ્ટાર્સ આ તહેવારની ધામધૂમથી ઉજવણી કરે છે. એમાંથી કેટલાકના ભાઈ-બહેન એવા છે, જે લાઈમ લાઈટથી સાવ દૂર છે. આજે આવા જ કેટલાક ખાસ સંબંધોની વાત કરીશું.

શાહરુખ ખાન-શહનાઝ-
બોલીવુડના બાદશાહ કહેવાતા શાહરુખ ખાનનો આખો પરિવાર લાઈમ લાઈટમાં રહે છે.પરંતુ તેની બહેન શહનાઝ આ ચકાચૌંધથી દૂર જ રહે છે. એક ઈન્ટરવ્યૂમાં શાહરુખ ખાને તેના વિશે કહ્યું હતું કે, શહનાઝ ખૂબ જ શાંત સ્વભાવની છે. તે જેવી છે તેવી મને પસંદ છે. જણાવવામાં આવે છે કે શાહરુખ ખાનની બહેન વર્ષો સુધી ડીપ્રેશનમાં રહી હતી અને તેનું કારણ તેના પિતાનું મૃત્યુ હતું.

ઐશ્વર્યા રાય-આદિત્ય રાય-
ઐશ્વર્યા રાયને તો કોણ નથી ઓળખતું. તેનો આખો પરિવાર લાઈમ લાઈટમાં રહે છે. જો કે તેના ભાઈ આદિત્ય વિશે ઓછા લોકો જાણે છે. તમને જણાવી દઈએ કે આદિત્ય મર્ચન્ટ નેવીમાં એન્જીનિયર રહી ચુક્યા છે.  આ સિવાય તે બોલીવુડમાં પણ હાથ અજમાવી ચુક્યા છે. તેણે ફિલ્મ દિલ કા રિશ્તા પ્રોડ્યુસ કરી હતી. જેમાં લીડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય પોતે હતી.

અક્ષય કુમાર-અલ્કા ભાટિયા-
અક્ષય કુમારનું મૂળ નામ રાજીવ ભાટિયા છે અને તેમની બહેનનું નામ અલ્કા ભાટિયા છે. અલ્કાએ પોતાનાથી 15 વર્ષ મોટા બિઝનેસમેન સાથે લગ્ન કર્યા છે. તે એક હાઉસ વાઈફ છે.અલ્કાએ 2014માં આવેલી ફિલ્મ ફુગલી પ્રોડ્યુસ કરી હતી.

અનુષ્કા શર્મા-કર્ણેશ શર્મા-
અનુષ્કા શર્માને તો સૌ કોઈ જાણે છે. પરંતુ તેનો ભાઈ કર્ણેશ પડદા પાછળ રહીને તેને હંમેશા સપોર્ટ કરે છે. કર્ણેશને ઓછા લોકો જાણે છે. કર્ણેશ અનુષ્કાના પ્રોડક્શન હાઉસ ક્લીન સ્લેટ ફિલ્મ્સના કો ફાઉન્ડર છે. તે અનુષ્કાની સાથે મળીને ફિલ્મો પર કામ કરે છે.

પ્રિયંકા ચોપરા-સિદ્ધાર્થ કપૂર-
દેસી ગર્લ પ્રિયંકા ચોપરા હાલ તો ઈન્ટરનેશનલ સ્ટાર બની ચુકી છે પરંતુ તેમના ભાઈ સિદ્ધાર્થ કપૂર નૉન ગ્લેમરસ લાઈફ જીવવાનું પસંદ કરે છે. પ્રિયંકા પોતાના ભાઈની ખૂબ જ નજીક છે. ક્યારેક તેમની સાથે તસવીરો સોશિયલ મીડિયા પર જોવા મળી જાય છે.

રણબીર કપૂર-રિદ્ધિમાં સાહની-
રણબીર કપૂરના આખા પરિવારનો ગ્લેમર સાથે નાતો છે. તેમ છતાં તેની બહેન રિદ્ધિમાં આ લાઈમલાઈટથી દૂર છે. રિદ્ધિમાં સાહની એક જ્વેલરી ડિઝાઈનર છે. તેની એક ક્યુટ દીકરી પણ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news