ખેડૂતો માટે સારા સમાચાર, તેમના ખાતામાં જમા થશે 12000 રૂપિયા; જાણો કોને મળશે લાભ

PM KISAN SAMMAN NIDHI: સરકાર દ્વારા ખેડૂતો માટે સમયાંતરે નવી નવી યોજનાઓ અમલમાં લાવવામાં આવતી હોય છે. જેના થકી સરકાર ખેડૂતોને વિવિધ રૂપે સહાય પહોંચાડતી હોય છે.

ખેડૂતો માટે સારા સમાચાર, તેમના ખાતામાં જમા થશે 12000 રૂપિયા; જાણો કોને મળશે લાભ

PM KISAN SAMMAN NIDHI: ખેડૂતોના આર્થિક સશક્તિકરણ માટે કેન્દ્રની મોદી સરકાર દ્વારા સતત પગલાં લેવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત સરકારે સૌથી મહત્વકાંક્ષી યોજના પીએમ કિસાન સન્માન નિધિ શરૂ કરી હતી. આ અંતર્ગત ખેડૂતોને વાર્ષિક રૂ. 6000 (એક હપ્તામાં રૂ. 2000) મળે છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં PM કિસાનના 14 હપ્તા આવી ગયા છે. પરંતુ હવે કેટલાક ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 12000 રૂપિયા મળશે. કેન્દ્રની તર્જ પર, મધ્યપ્રદેશની શિવરાજ સિંહ સરકારે 'મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના' શરૂ કરી હતી. આ અંતર્ગત વાર્ષિક 4000 રૂપિયા આપવાની જોગવાઈ હતી.

તાજેતરમાં, એમપી સરકારે આ યોજના હેઠળ મળતી રકમને વધારીને વાર્ષિક રૂ. 6000 કરવાની જાહેરાત કરી છે. એટલે કે હવે મધ્યપ્રદેશના ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય બંને તરફથી 6-6 હજાર રૂપિયાની મદદ કરવામાં આવશે. એકંદરે આ રકમ 12000 રૂપિયા છે.

મધ્યપ્રદેશ સરકારના કૃષિ વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે 'કિસાન સન્માન નિધિ' દ્વારા ખેડૂતોની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે અને તેઓ આર્થિક રીતે સશક્ત બની રહ્યા છે. આ યોજના હેઠળ 83 લાખથી વધુ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવી રહી છે.

એમપી સરકારે ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે 25 સપ્ટેમ્બર 2020ના રોજ 'મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના' શરૂ કરી હતી. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં નાણાકીય વર્ષ 2023-2024 થી પાત્ર ખેડૂતોને રૂ.6000 આપવાની મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ 4000 રૂપિયા બે સમાન હપ્તામાં ચૂકવવામાં આવતા હતા.

એમપી સરકાર વતી, કિસાન કલ્યાણ યોજનાનો લાભ એવા ખેડૂતોને આપવામાં આવે છે, જેઓ પીએમ કિસાન સન્માન નિધિ યોજના (પીએમ કિસાન) માટે પાત્ર છે. જો કોઈ ખેડૂતને કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ નથી મળતો તો તેને કિસાન કલ્યાણ યોજનાનો લાભ પણ નહીં મળે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news